USA : કેલિફોર્નિયામાં ક્લિનિક નજીક બોમ્બ બ્લાસ્ટ, 1 નું મોત 4 ઘાયલ
કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સ શહેરમાં શનિવારે એક ક્લિનિકની બહાર થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ આ ઘટનાને “ઇરાદાપૂર્વકનું આતંકવાદી કૃત્ય” ગણાવ્યું. FBI ના લોસ એન્જલસ ફિલ્ડ ઓફિસના સહાયક નિર્દેશક અકિલ ડેવિસે જણાવ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત, તેમણે કોઈપણ માહિતી શેર કરવાનો ઇનકાર કર્યો છે. ડેવિસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને તે સ્પષ્ટ નથી કે હુમલો કરનાર એ જ વ્યક્તિ હતો કે નહીં. આ ઘટનાથી પરિચિત બે કાયદા અમલીકરણ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ સંભવિત કાર બોમ્બ તરીકે કરવામાં આવી રહી છે. વિસ્ફોટથી…







