98 વર્ષની ઉમરે બોલીવુડની લેજેન્ડરી અભિનેત્રી કામિની કૌશલનું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
બોલિવુડ માટે છેલ્લા કેટલાક સમયથી દુઃખદ સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે. હવે હિન્દી સિનેમાની જાણીતી અને વરિષ્ઠ અભિનેત્રી કામિની કૌશલના અવસાનના સમાચાર સામે આવ્યા છે. 98 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના અવસાનથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે અવસાન મળતી માહિતી મુજબ કામિની કૌશલ છેલ્લા ઘણા સમયથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી હતી. સારવાર દરમિયાન જ તેઓએ દુનિયાને અલવિદા કહી દીધી. તેમના જતા તેઓના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ઊંડા શોકમાં છે. બાળપણથી જ પ્રતિભા સાથે જોડાયેલી સફર 1927ના 24 જાન્યુઆરીએ લાહોરમાં જન્મેલી કામિની કૌશલનું સાચું નામ ઉમા કશ્યપ હતું. બાળપણથી જ તેઓ પ્રતિભાશાળી હતાં. તેમણે પપેટ થિયેટર બનાવીને કામ કર્યું અને ઓલ ઈન્ડિયા રેડિયો માટે…
‘હી-મેન’ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, ‘બીગ બી’ અમિતાભ બચ્ચનએ પૂછ્યા સમાચાર
બોલીવુડના ‘હી-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને 11 દિવસ બાદ આખરે હોસ્પિટલમાંથી રજા મળી છે. 1 નવેમ્બરથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધર્મેન્દ્ર આજે, બુધવારે સવારે ઘરે પરત ફર્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની સલાહ મુજબ તેઓની સારવાર હવે ઘરે જ ચાલુ રહેશે. હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે તેમની તબિયતમાં ઘણો સુધારો થયો છે અને તેઓ આરામની અવસ્થામાં છે. બોલીવુડના દિગ્ગજો પહોંચ્યા ખબર પૂછવા ધર્મેન્દ્રના ડિસ્ચાર્જ બાદ ફિલ્મ જગતના અનેક દિગ્ગજ કલાકારો તેમને મળવા અને તેમની તબિયત અંગે પૂછપરછ કરવા તેમના જુહુ સ્થિત નિવાસસ્થાન પર પહોંચ્યા. – અમિતાભ બચ્ચન: ‘શોલે’ ફિલ્મના સહ-અભિનેતા અને નજીકના મિત્ર…
હેમા માલિનીએ ધર્મેન્દ્રની હેલ્થ અપડેટ આપી: કહ્યું, ‘પ્રાર્થના કરો…’
ફેમસ એક્ટર ધર્મેન્દ્ર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મેડિકલ ઓબ્જર્વેશન હેઠળ છે. તેમના હેલ્થ વિશે એક્ટ્રેસ અને પત્ની હેમા માલિનીએ ફેન્સને અપડેટ આપી છે. 10 નવેમ્બરના રોજ હેમાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સના પ્રાર્થના અને ચિંતાઓ બદલ આભાર વ્યક્ત કર્યો અને પુષ્ટિ આપી કે 89 વર્ષના “હી-મેન” હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. હેમા માલિનીએ ધર્મેન્દ્રના મૃત્યુની ચર્ચાઓને નકારી કાઢતા જણાવ્યું કે, એક્ટરને ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. હેમાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ, જેના પર ફેન્સ અને સેલિબ્રિટીઓએ ખુશી વ્યક્ત કરી. ધર્મેન્દ્રની તબિયત હેમા માલિનીએ લખ્યું: “હું ધર્મજી પ્રત્યેની ચિંતાઓ બદલ બધાનો આભાર માનું છું. તેઓ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે, અને તેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.…
બોલિવૂડના દિગ્ગજ કોમેડી અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન
દિવાળીના પાવન અવસરે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બૉલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડી કલાકાર અસરાની (Asrani) નો લાંબી બીમારી પછી ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ફેફસાંની સમસ્યાના કારણે હતા હોસ્પિટલમાં અહેવાલ અનુસાર, અસરસાની છેલ્લા કેટલાક દિવસોથી ફેફસાંની ગંભીર સમસ્યાથી પીડાતા મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે સોમવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધો. અંતિમ વિદાય અને સંસ્કાર અસરાનીનું અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યો. જ્યાં તેમના પરિવારજનો, મિત્રો અને કલાકાર મિત્રો ઉપસ્થિત રહ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અસરસાનીની જીવનયાત્રા અને કારકિર્દી અસરાનીનો જન્મ 1 જાન્યુઆરી 1941ના રોજ જયપુરમાં થયો હતો. તેમણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને રાજસ્થાન કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો.…










