બોલિવૂડના દિગ્ગજ કોમેડી અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન

દિવાળીના પાવન અવસરે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બૉલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડી કલાકાર અસરાની (Asrani) નો લાંબી બીમારી પછી ૮૪ વર્ષની વયે અવસાન થયું છે.

ફેફસાંની સમસ્યાના કારણે હતા હોસ્પિટલમાં
અહેવાલ અનુસાર, અસરસાની છેલ્લા કેટલાક દિવસોથી ફેફસાંની ગંભીર સમસ્યાથી પીડાતા મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે સોમવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધો.

અંતિમ વિદાય અને સંસ્કાર
અસરાનીનું અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યો. જ્યાં તેમના પરિવારજનો, મિત્રો અને કલાકાર મિત્રો ઉપસ્થિત રહ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

અસરસાનીની જીવનયાત્રા અને કારકિર્દી
અસરાનીનો જન્મ 1 જાન્યુઆરી 1941ના રોજ જયપુરમાં થયો હતો. તેમણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને રાજસ્થાન કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. વર્ષ ૧૯૬૭ માં ‘હરે કાંચ કી ચુડીયા’ ફિલ્મથી બૉલિવૂડમાં પ્રવેશ કર્યો.

અસરાની પોતાની અનોખી કોમિક ટાઇમિંગ અને પ્રભાવશાળી અભિનયથી ફિલ્મી દર્શકોમાં ખૂબ લોકપ્રિય થયા. તેમણે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી ‘શોલે’ માં જેલરના પાત્રે તેમને ખાસ ઓળખ મળી. તેમની વારસામાં હાસ્ય અને મનોરંજન માટેના અમૂલ્ય યોગદાનની વાર્તા અવનવી રહેશે.

દેશભરમાં ચાહકોમાં શોક
અસરાનીના નિધનથી સમગ્ર ફિલ્મી જગત અને ચાહકોમાં શોક છવાયો છે. સોશિયલ મીડિયા પર તેઓને શ્રદ્ધાંજલિ અને શ્રેષ્ઠ કલાકાર તરીકે યાદ કરવામાં આવી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…