સૈફ અલી ખાન પર છરીના ઘા વડે હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ, તબિયત નાજુક

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો થયો છે. સૈફ અલી ખાન પર મોડી રાત્રે તેના ઘરમાં ઘુસીને અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. બાંદ્રામાં તેમના નિવાસસ્થાને ઘુસીને કથિત રીતે છરીના ઘા માર્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો.જ્યારે અભિનેતા અન્ય પરિવારના સભ્યો સાથે તેમના ઘરમાં સૂતા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. -> પોલીસે તપાસ શરૂ કરી :- આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઘરના તમામ સભ્યો જાગી ગયા પછી આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. અને પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે અલગ-અલગ સીસીટીવી પણ તપાસ્યા છે. -> સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં લઈ રહ્યા સારવાર :- ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી…