MLA હાર્દિક પટેલનું પાટીદાર સમાજને લઈ મહત્વનું નિવેદન; ફરી ચર્ચાઓ થઈ શરૂ

પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ હાલ ભાજપના નેતા કે અને વિરમગામ બેઠકના ધારાસભ્ય છે અને તે છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરી એક વખત હાર્દિક પટેલના નિવેદનથી ચર્ચાઓ તેજ થઈ છે. હાર્દિક પટેલએ આગામી 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને અસ્તિત્વ ટકાવવા સમાજને જાગૃત થવાની હાર્દિક પટેલે અપીલ પણ કરી છે. દેત્રોજ પંથકમાં આયોજિત ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં ભાજપના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગામડાઓમાં આપણી સંખ્યા સતત ઓછી થતી જાય છે. જો આપણે જાગૃત નહીં થઈએ તો આવનારા સમયમાં ગામડાઓમાં આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.” તેમણે ઉમેર્યું કે…

હિજાબ પર ઓવૈસીના નિવેદનથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસે કર્યો પ્રહાર

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, “એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે.” તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ તરફથી કડક પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઓવૈસીએ ભારતીય બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણા દેશનું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકારો આપે છે અને અહીં કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે. તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં માત્ર મુસ્લિમ પ્રધાનમંત્રી બની શકે છે, જ્યારે ભારતમાં આવી કોઈ બંધનકારક જોગવાઈ નથી. “હું ઈચ્છું છું કે એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બને,” તેમ તેમણે ઉમેર્યું હતું. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઉત્તર પ્રદેશના પ્રભારી ભાજપના મંત્રી દિનેશ સિંહે કહ્યું…

મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કાઉન્સિલમાં શિવસેનાને રોકવા માટે ભાજપ અને કોંગ્રેસનું થયું ગઠબંધન; જાણો શું છે મામલો

એક રાજકીય કહેવત છે કે રાજકારણમાં કંઈ પણ કાયમી નથી, પછી ભલે તે મિત્રતા હોય કે દુશ્મની. મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસે આ કહેવતને સાબિત કરી દીધી છે. મહારાષ્ટ્રની અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં, ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને રાજકીય ઉથલપાથલ મચાવી દીધી છે. કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને, ભાજપે અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં સત્તા મેળવી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના આ રાજકીય ખેલથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના અંબરનાથમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. આઘાતજનક રીતે, ભાજપે અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં શિંદેની શિવસેનાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસનો ટેકો મેળવ્યો છે. અંબરનાથ નાગરિક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું રાજકીય ગઠબંધન આશ્ચર્યજનક છે કારણ કે, રાષ્ટ્રીય સ્તરે, ભાજપ કોંગ્રેસ મુક્ત ભારતની હિમાયત કરે છે. દરમિયાન, અંબરનાથમાં, આ ગઠબંધનના પરિણામે ભાજપના…

અમિત શાહે બંગાળ વિજય માટે કાર્યકરોને આપી બ્લૂપ્રિન્ટ: 5 મુખ્ય મુદ્દા અને બૂથ સ્તરે મજબૂત તૈયારી

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ગરમાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં રાજ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કર્યો અને ભાજપના સંગઠન સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી. આ મુલાકાત માત્ર સામાન્ય કાર્યક્રમ નહીં, પરંતુ રાજ્યમાં સત્તા મેળવવા માટેની સંપૂર્ણ તૈયારી અને યોજના તરીકે જોવામાં આવી રહી છે. અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે, ભાજપનું લક્ષ્ય માત્ર વિજય મેળવવું નથી, પરંતુ 294 બેઠકોમાંથી લગભગ બે તૃતીયાંશનો હિસ્સો જીતવાનો છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને તેમણે કાર્યકરોને સ્પષ્ટ દિશા અને ચૂંટણી યોજના આપી. પાંચ મુદ્દાઓ પર આધારિત ચૂંટણી અભિયાન અમિત શાહે પાર્ટીના ચૂંટણી અભિયાનને પાંચ મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત રાખવાનું નક્કી કર્યું છે: – ઘૂસણખોરી – રાજ્યની સુરક્ષા માટે ઘૂસણખોરીને મોટો ખતરો માનીને, BJP સત્તામાં આવ્યા પછી તેને નિવારવાનો સંકલ્પ.…

કેરળમાં ભાજપે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત પાર્ટીના મેયર ચૂંટાયા

દક્ષિણ રાજ્ય કેરળમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. પહેલી વાર ત્યાં ભાજપના મેયર ચૂંટાયા છે. શુક્રવારે (26 ડિસેમ્બર, 2025) કેરળની રાજધાની તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ ભાજપ મેયર તરીકે ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ ચૂંટાયા હતા. દક્ષિણ રાજ્યના રાજકારણમાં આ એક ઐતિહાસિક ક્ષણ છે. પદ સંભાળ્યા પછીની તેમની પહેલી ટિપ્પણીમાં, તેમણે કહ્યું, “અમે બધાને સાથે લઈને આગળ વધીશું. તમામ 101 વોર્ડમાં વિકાસ કરવામાં આવશે… તિરુવનંતપુરમને એક વિકસિત શહેરમાં રૂપાંતરિત કરવામાં આવશે.” અગાઉ, શુક્રવારે સવારે યોજાયેલી મેયરની ચૂંટણીમાં, 45 વર્ષીય રાજેશને કુલ 51 મત મળ્યા હતા. તેમને એક સ્વતંત્ર કાઉન્સિલર (એમ. રાધાકૃષ્ણન)નો પણ ટેકો મળ્યો હતો, જેનાથી તેમની સંખ્યા 51 થઈ ગઈ હતી. તેમના વિરોધી, CPIMના આરપી શિવાજીને 29 મત મળ્યા હતા, અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFના કેએસ સબરીનાથનને…

દિલ્હી બની ‘ગેસ ચેમ્બર’: GRAP-4 ના કડક પ્રતિબંધ છતાં હવામાં ઝેર, શું સરકારના પ્રયાસો નિષ્ફળ?

દિલ્લી-NCRમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને પાર કરી જતા સ્થાનિક પ્રશાસન દ્વારા GRAP-4 (Graded Response Action Plan)ના સૌથી કડક તબક્કા અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ છતાં, દિલ્હીની હવા ‘ઝેરી’ bani રહી છે અને સામાન્ય લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. GRAP-4 હેઠળ કરવામાં આવેલા પગલાં જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પૂર્ણ પ્રતિબંધ. – ભારે ટ્રકો માટે દિલ્હીમાં પ્રવેશ પર મનાઈ; માત્ર જીવનજરૂરી સામાન લાવતા વાહનોને છૂટ. – સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના. – માન્ય PUC (Pollution Certificate) વગર પેટ્રોલ પંપ પર ઇંધણ પૂરૂ પાડવા પર રોક. સ્થિતિ સુધરી નથી? નિષ્ણાતો મુજબ, માર્ગ પરની ધૂળ, લેન્ડફિલ સાઈટ…

નીતિન નબીન હતા એક કાર્યક્રમમાં, હાઈકમાન્ડમાંથી ફોન આવતા જ….

નીતિન નબીન ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકારી પ્રમુખ બન્યા છે. પાર્ટીએ 45 વર્ષીય નીતિન નવીનને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. કાર્યકારી પ્રમુખ બન્યા બાદ, નીતિન નવીન આજે દિલ્હી પહોંચ્યા. દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી, નીતિન નવીન સીધા ભાજપ મુખ્યાલય ગયા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે ભાજપે નીતિન નવીનને નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટ્યા ત્યારે તેઓ ક્યાં હતા? જ્યારે આ સંદેશ તેમના સુધી પહોંચ્યો ત્યારે તેઓ શું કરી રહ્યા હતા, અને તેમની પ્રતિક્રિયા શું હતી? ગઈકાલે નીતિન નવીન પટનામાં તેમના બાંકીપુર મતવિસ્તારના પાર્ટી કાર્યકરો માટે એક સન્માન સમારોહનું આયોજન કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક એક ફોન આવ્યો. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તેમની…

ચૂંટણી સુધારા પર રાહુલ ગાંધીએ એવું શું કહ્યું જેનાથી હોબાળો થયો, શાસક પક્ષ લોકસભામાં કેમ ગુસ્સે થયો?

શિયાળુ સત્રના સાતમા દિવસે, લોકસભામાં ચૂંટણી સુધારા પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી બોલી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆત કપડાં અને ખાદીના સંદર્ભથી કરી હતી. તેમણે કહ્યું હતું કે RSS બધી સંસ્થાઓ પર કબજો કરવા માંગે છે. નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આજે, દેશની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ RSSના છે. રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરતાની સાથે જ શાસક પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો. સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ કરવાનું શરૂ કર્યું. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ફક્ત ચૂંટણી સુધારાના વિષય પર જ બોલવા અને કોઈ સંગઠનનો ઉલ્લેખ ન કરવા કહ્યું. સ્પીકરની ટિપ્પણી પછી, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ તેમની બેઠક પરથી ઉભા થયા અને રાહુલ ગાંધીના નિવેદન પર તીવ્ર…

મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં CEO હારીત શુક્લાએ BJP, INC, AAP અને BSPના ઉપસ્થિત પ્રતિનિધીઓને SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજીટાઈઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે. અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજીટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે. તથા તમામ 33 જિલ્લાઓમાં ડિજીટાઈઝેશનની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. રાજ્યભરના BLO ચૂંટણી પંચના સૈનિકોની…

MCD પેટાચૂંટણી: મતગણતરી આજે સવારે 8 વાગ્યે, બપોર સુધી પરિણામો જાહેર થશે

આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની 12 વોર્ડની પેટાચૂંટણીઓની મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ રહી છે અને અંદાજિત રીતે બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થવાની અપેક્ષા છે. આ પરિણામો દિલ્હીના રાજકીય દૃશ્યને નવા દિશા આપી શકે છે. વ્યૂહરચના અને સુરક્ષા વ્યવસ્થા – મતગણતરી 10 કેન્દ્રો પર હાથ ધરાશે. – દરેક કેન્દ્ર પર EVM મશીનો સખત સુરક્ષા અને CCTV દેખરેખ હેઠળ રહેશે. – 1,800 દિલ્હી પોલીસ કર્મચારીઓ અને 10 CRPF કંપનીઓની તૈનાતી. – રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લાઇવ CCTV દેખરેખ સાથે સુવિધા આપવામાં આવી. – મતગણતરી માટે 700 કર્મચારીઓ, પૂરતી ટેબલ અને પાવર બેકઅપ વ્યવસ્થા. – કેમકાં, દિચૌન કાલા અને નારાયણા વોર્ડમાં પરિણામોમાં વિલંબની શક્યતા વધુ છે, કારણ કે અહીં વધુ બૂથ અને ઉમેદવારો છે. પ્રતિસ્પર્ધીઓ…