બેફામ વાણીવિલાસ પર લગામ કયારે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
મોરબી : ટંકારામાં લાલજી દેસાઈનું વિવાદિત નિવેદન, વીડિયો વાયરલ ગુજરાતી લોક કલાકારો અંગે અપમાનજનક ટિપ્પણીથી ચકચાર લાલજી દેસાઈના નિવેદન સામે કલા જગત અને ભાજપમાં આક્રોશ કોંગ્રેસ નેતા દ્વારા લોકસંસ્કૃતિનું અપમાન, રાજકારણમાં ગરમાવો જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો વિડિયો વાયરલ થતા લોકગાયકો અને કલાપ્રેમીઓમાં રોષની લાગણી ખેડૂત સભા દરમિયાન લાલજી દેસાઈની મર્યાદા ઓળંગતી ટિપ્પણી Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
સંસદમાં ફરી હોબાળો, સ્પીકર ઓમ બિરલા વિપક્ષને ભણાવ્યો શિષ્ટાચારનો પાઠ
સંસદના બજેટ સત્રમાં શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી રહી છે. રાહુલ ગાંધી ચીન સરહદ વિવાદ મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહ્યા છે, ત્યારે સરકાર જવાબ આપી રહી છે. આ દરમિયાન, વિપક્ષ એક દિવસ પહેલા ભારત અને અમેરિકા વચ્ચે થયેલા વેપાર કરાર અંગે પણ સરકાર પર નિશાન સાધી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એક દિવસ પહેલા ભારત-અમેરિકા વેપાર કરાર અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને આજે તેઓ લોકસભામાં પણ આ મુદ્દા પર બોલવા માટે ઉભા થયા હતા. પીયૂષ ગોયલના ભાષણ દરમિયાન, વિપક્ષી સાંસદોએ ટેબલ પર ટકોરા મારીને અને હોબાળો કરીને વિરોધ કર્યો. આ દરમિયાન, વિપક્ષે રાહુલ ગાંધીને બોલવા દેવા માટે સૂત્રોચ્ચાર કર્યા અને વેલમાં પણ ઉતરી ગયા. આ પર, સ્પીકર ઓમ બિરલાએ…
મણિપુરને મળશે નવા મુખ્યમંત્રી, BJP અહીં બે નાયબ મુખ્યમંત્રી કરશે નિયુક્ત
એક વર્ષ પછી, ભાજપ મણિપુરમાં નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. વરિષ્ઠ નેતા યુમનમ ખેમચંદ સિંહને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ નવા મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી રહી છે. નેમચા કિપગેનને નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવશે . આ મણિપુરમાં મેઇતેઈ સમુદાય ઉપરાંત કુકી સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યું છે. બંને સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહ નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા હતા. આના કારણે તેમનું પદ ગુમાવવું પડ્યું અને વધુ સંઘર્ષ ટાળવા માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. ખેમચંદ સિંહ મેઈતેઈ સમુદાયના છે. કિપગેન પણ કુકી નેતા છે. આ પહેલને રાજ્યમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી…
વડોદરા ભાજપના સંગઠન માળખાની જાહેરાત, ડૉ. જયપ્રકાશ સોનીની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન
વડોદરા શહેર ભાજપમાં લાંબા સમયની રાહ જોવાયા પછી નવી સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા પ્રદેશ નેતૃત્વની સૂચના મુજબ વિવિધ પદો પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમમાં અનુભવી અને યુવા કાર્યકરોનો સમન્વય કરવામાં આવ્યો છે અને શહેરના દરેક વોર્ડ અને મંડળનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મુખ્ય સંગઠન માળખું – ઉપપ્રમુખ: નિલેશભાઈ રાણા, કુમારી કોમલબેન કુકરેજા, ભુરસીંગભાઈ રાઠવા, શુભાંગીનીબેન જગતાપ, નરેન્દ્રભાઈ પટેલ, નિમિષાબેન પંચાલ, ભરતભાઈ ઠક્કર, મહેન્દ્રસિંહ રાઠોડ – મહામંત્રી: લકુલેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પઢિયાર, રમેશભાઈ પટેલ – મંત્રી પદ: અશોક સવજીભાઈ ચૌધરી, વર્ષાબેન વ્યાસ, પ્રતિમાબેન મિસ્ત્રી, ખુશબુબેન રાણાપુરા, સમીરભાઈ વાઘેલા, ચિરાગભાઈ ફણસે, યુગાદિત્યસિંહ જાડેજા, કોમલબેન દવે – કોષાધ્યક્ષ: તેજસભાઈ દેસાઈ – કાર્યાલય મંત્રી: નયન નટુભાઈ…
Maharashtra: નવનીત રાણાને ભાજપમાંથી હાંકી કાઢવાની થઈ માંગ, જાણો શું છે મામલો
તાજેતરની અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના બાવીસ ઉમેદવારોએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને પક્ષ વિરુદ્ધ પ્રચાર કરવા બદલ ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણાને હાંકી કાઢવાની માંગ કરી છે. 22 ફરિયાદીઓમાંથી, બે ઉમેદવારો 15 જાન્યુઆરીની નાગરિક ચૂંટણીમાં જીત્યા હતા, જ્યારે 20 હાર્યા હતા. આ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે અમરાવતીના ભૂતપૂર્વ લોકસભા સભ્ય નવનીત રાણાએ ભાજપના ઉમેદવારોને ‘ડમી’ (નામાંકિત ઉમેદવારો) કહ્યા હતા અને તેમના પતિ રવિ રાણાની યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવારોને ‘ખરા ભાજપ ઉમેદવારો’ કહ્યા હતા. ચૂંટણી પહેલા ગઠબંધન તૂટયું મ્યુનિસિપલ ચૂંટણી પહેલા ભાજપ અને ધારાસભ્ય રવિ રાણાની યુવા સ્વાભિમાન પાર્ટીએ તેમનું ગઠબંધન તોડી નાખ્યું હતું. જોકે, સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું હતું કે નવનીત રાણા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર ચાલુ રાખશે. યુવા સ્વાભિમાન…
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં અડવાણી અને જોશી નહીં કરી શકે મતદાન ! જાણો કારણ
20 જાન્યુઆરી, 2026, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઇતિહાસમાં એક મોટો વળાંક આવશે. 45 વર્ષીય નીતિન નવીન પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાય તે લગભગ નિશ્ચિત છે. જોકે, આ ચૂંટણીમાં એક આશ્ચર્યજનક ઘટના એ છે કે પાર્ટીના સ્થાપક સભ્યો લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી પહેલી વાર મતદાન કરી શકશે નહીં. ડિસેમ્બર 2025 થી પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહેલા નીતિન નવીન હવે પૂર્ણ-સમયના પ્રમુખ બનશે. બિહારના બાંકીપુરના ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય નીતિન નવીન, ભાજપના દિગ્ગજ નેતા નવીન કિશોર પ્રસાદ સિંહાના પુત્ર છે. RSS પૃષ્ઠભૂમિ ધરાવતા, નવીન સંગઠનમાં તેમના ઊંડા પ્રભાવ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં પાર્ટીની ચૂંટણી જીતમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે જાણીતા છે. તેમનું નામાંકન 19 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવશે અને 20…
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી: કયા પક્ષ પાસે કેટલા વોર્ડ છે અને તેનું અર્થ શું?
મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની તાજી ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ લીડ મેળવી છે. હાલમાં 29 કોર્પોરેશનોમાંથી ભાજપ 20 થી વધુમાં લીડ ધરાવે છે, જ્યારે શિવસેના અને અન્ય પક્ષોએ પણ કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સત્તા જાળવી છે. મહારાષ્ટ્રના મુખ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પાર્ટીઓનું વર્તમાન પ્રદર્શન ભાજપ (BJP): – પુણે, પિંપરી-ચિંચવડ, નાગપુર, નાસિક, અકોલા, અમરાવતી, સોલાપુર, લાતુર, ચંદ્રપુર, મીરા-ભાયંદર, પનવેલ, ઉલ્હાસનગર, ધુળે, કોલ્હાપુર – કુલ વોર્ડ/બેઠકોમાં મોટાભાગની લીડ/જીત શિવસેના (SS): – બૃહન્મુંબઇ (BMC), થાણે, કલ્યાણ-ડોંબિવલી, અહમદનગર, ઔરંગાબાદ – કુલ વોર્ડ/બેઠકોમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં કોંગ્રેસ (INC): – નાંદેડ-વાઘાલા, ભિવંડી-નિઝામપુર, પરભણી, માલેગાંવ – મજબૂત પ્રદર્શન, કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં બહુમતી અન્ય પાર્ટીઓ: – સાંગલી-મિરજ-કુપવાડ: BJP સૌથી મોટો, NCP-21, કોંગ્રેસ-19 – નવી મુંબઈ: NCP-52 બેઠક સાથે સત્તામાં – વસઈ-વિરાર: બહુજન વિકાસ આઘાડી (BVA)-106 બેઠકો –…
મહાયુતિનો ભવ્ય વિજય | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં BJP-શિંદે ગઠબંધનનો ભવ્ય વિજય મુંબઈ BMCમાં પહેલીવાર ભાજપને પોતાના દમ પર બહુમતી ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ઝટકો ‘ઠાકરે બ્રધર્સ’ ગઠબંધનનું નબળું પ્રદર્શન રાજ ઠાકરેની MNS માટે અસ્તિત્વની લડાઈ સમાન પરિણામો 29 મહાનગરપાલિકાઓમાં BJPનું પલડું ભારે શહેરી વિસ્તારોમાં વિપક્ષી ગઠબંધનનું વર્ચસ્વ તૂટ્યું ચૂંટણી પરિણામો બાદ ઠાકરે પરિવારની રાજકીય સ્થિતિ પર સવાલો ગઠબંધનના નબળા પ્રદર્શનથી વિપક્ષમાં ચિંતાનો માહોલ શહેરી વિકાસના મુદ્દે મતદારો BJP તરફ આકર્ષાયા વિપક્ષી ગઠબંધનના ભવિષ્ય પર ચર્ચા તેજ BMCમાં ભાજપની બહુમતીથી રાજકીય સમીકરણોમાં ફેરફાર મહારાષ્ટ્રના શહેરી રાજકારણમાં BJPનું વધતું વર્ચસ્વ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું, ચૂંટણી પ્રક્રિયા 5 દિવસ સુધી ચાલુ રહેશે
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા પાંચ દિવસ ચાલશે. નોંધનીય છે કે ભાજપે અગાઉ નીતિન નવીનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. એવું માનવામાં આવે છે કે સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થયા પછી નીતિન નવીનને પ્રમુખ તરીકે પુષ્ટિ મળી શકે છે. ભાજપે પણ તેના X હેન્ડલ પર આ માહિતી પોસ્ટ કરી અને લખ્યું, “ભારતીય જનતા પાર્ટીના ‘સંગઠન પર્વ’ હેઠળ રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ. કે. લક્ષ્મણજી દ્વારા BJPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની સત્તાવાર જાહેરાત. ચૂંટણી પ્રક્રિયા 19 જાન્યુઆરીથી શરૂ થશે અને 20 જાન્યુઆરી, 2026 સુધીમાં પૂર્ણ થશે.” ભાજપે જણાવ્યું હતું કે ચૂંટણી કોલેજની યાદી 16 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવશે. નામાંકન પ્રક્રિયા 19 જાન્યુઆરીએ થશે. સત્તાવાર જાહેરાત અને મતદાન 20 જાન્યુઆરીએ થશે. ભાજપે…
MLA હાર્દિક પટેલનું પાટીદાર સમાજને લઈ મહત્વનું નિવેદન; ફરી ચર્ચાઓ થઈ શરૂ
પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ હાલ ભાજપના નેતા કે અને વિરમગામ બેઠકના ધારાસભ્ય છે અને તે છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરી એક વખત હાર્દિક પટેલના નિવેદનથી ચર્ચાઓ તેજ થઈ છે. હાર્દિક પટેલએ આગામી 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને અસ્તિત્વ ટકાવવા સમાજને જાગૃત થવાની હાર્દિક પટેલે અપીલ પણ કરી છે. દેત્રોજ પંથકમાં આયોજિત ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં ભાજપના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગામડાઓમાં આપણી સંખ્યા સતત ઓછી થતી જાય છે. જો આપણે જાગૃત નહીં થઈએ તો આવનારા સમયમાં ગામડાઓમાં આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.” તેમણે ઉમેર્યું કે…
















