મંત્રીમંડળનું થશે વિસ્તરણ !કોની સુધરશે દિવાળી ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
ગુજરાતના રાજકારણમાં કોઇ મોટાં ઓપરેશનની સંભાવના દિલ્હીમાં યોજાયેલી એક બેઠક પછી તેજ બની છે. સોમવારે અચાનક જ કોઇપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા અને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના પૂર્વ પ્રમુખ સી. આર પાટીલ વચ્ચે છ કલાકથી વધુ સમય માટે બેઠક ચાલી હતી. રાત્રે 11 વાગ્યા બાદ પણ આ બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાને વધુ વેગ મળ્યો છે અને આ બેઠક બાદ એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે કે, હવે સરકારમાં ખૂબ મોટા બદલાવો આવી શકે તેમ છે. વર્તમાન મંત્રીમંડળમાં કયા ચહેરા રહેશે અને કયા કપાશે તેને લઇને હવે તર્ક કરવા કે…
ગોષ્ઠિ ગુજરાતની
પંકજ મકવાણા,અમદાવાદ/ સંવેદનશીલ સમયે હાર્દિકનો અવિચારી પ્રયોગ ભાજપના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે રવિવારે એક એવા સંવેદનશીલ સમયે કોંગ્રેસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી, જયારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંજોગો ચાલી રહ્યાં છે. મોટા ભાગના નેતાઓ સંયમ પાળીને શાંતિ જાળવી રહ્યા છે ત્યારે હાર્દિકે તત્કાલ ભૂતકાળના આતંકવાદી હુમલાઓ કોંગ્રેસના શાસનકાળ સાથે જોડીને એક જુનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની આ પોસ્ટને જનતાએ ઉત્તર આપ્યો નહિ. વળી, ઘણી જાતની ટીકા અને મિમ બનાવવામાં આવ્યા. કેટલાક લોકોએ 1971ના યુદ્ધ સમયે ઇન્દિરા ગાંધીની સખત નેતાગીરી યાદ અપાવી, જેના જવાબમાં હાર્દિકે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમ છતાં, તેમના આ વલણથી ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ અસંતોષમાં આવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે દુર્ઘટનાઓ અને તણાવભર્યા મુદ્દાઓ પર રાજકારણ…
ગુજરાતના આ ધારાસભ્યએ સમૂહલગ્નમાં ફર્યા ફેરા, કુરિવાજો સામે માંડ્યો મોરચો
સામાન રીતે ધારાસભ્ય ઠાઠ માઠથી રહેતા હોય છે. અમૂક ધારાસભ્યોને બાદ કરતાં તમામની રહેણી કહેણી વૈભવી હોય છે. અને પોતાના ઘરના પ્રસંગો ખૂબ ખર્ચ સાથે અને દેખાડા સાથે કરતાં હોય છે. આ દરમિયાન દાહોદના ધારાસભ્યએ સમૂહ લગ્નમાં ફેરા ફર્યા અને દાખલો બેસાડયો છે. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી લગ્નના તાંતણે બંધાયા છે. અને આ લગ્ન હવે ચર્ચાનો વિષે બન્યો છે. કારણકે ધારાસભ્યએ પોતાના લગ્ન અન્ય ત્રણ જરૂરિયાતમંદ યુગલો સાથે સમૂહ લગ્ન સમારોહમાં યોજીને સમાજને કુપ્રથાઓ સામે શક્તિશાળી સંદેશ આપ્યો છે. મહત્વની વાત એ છે કે ધારસભ્યના લગ્નમાં મુખ્યમંત્રીએ પણ હાજરી આપી હતી. આ પણ વાંચો: ધોરણ 12માં નાપાસ થયેલા વિધાર્થીઓને રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સલાહ, જાણો શું કહ્યું બિરસામુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ પંચમહાલ- દાહોદ- મહીસાગર…
પાટીલના ઉત્તરાધિકારી કોણ? ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું કોકડું ક્યાં ગૂંચવાયું!
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની ચર્ચાઓ અચાનક વેગ પકડે છે અને અચાનક ચર્ચાઓ શાંત થઈ જાય છે. ગઈકાલે છ શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે. આ સાથે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. આ દરમિયાન ફરી પાટીલના ઉત્તરાધિકારીના નામની ચર્ચાઓ તેજ થઈ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ગત લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારથી ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ વાતને પણ એક વર્ષ વીતી ચૂક્યું છે. બીજી તરફ ટીલે ઘણા સમય પહેલા જ આ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી તેમના ઉત્તરાધિકારી વિશે અટકળો ચાલી રહી છે. એક તરફ કેન્દ્રીય નેતૃત્વ હવે પાકિસ્તાન માટે રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે.…
રાજ્યમાં વધુ એક લેટર કાંડ ! હવે આ ધારાસભ્ય વિરુદ્ધ નનામી લેટર થયો વાયરલ
રાજ્યમાં ભાજપમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યો છે. આ દરમિયાન હવે અમરેલી બાદ હવે ધોરાજી-ઉપલેટાનાં MLA મહેન્દ્ર પાડલિયા વિરૂદ્ધ એક નનામી લેટર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, ધારાસભ્ય પાલડિયાએ આરોપોને ફગાવ્યા છે. હજુ અમરેલી લેટર કાંડ સતત ચર્ચામાં છે ત્યારે હવે રાજકોટ જિલ્લામાં પણ હવે નનામી પત્રથી ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યાં છે. નનામી પત્રો વાયરલ કરી કૌભાંડોની પોલ ખોલવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે ભાજપના ધોરાજી-ઉપલેટાના MLA મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ પત્ર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકાયા છે. પત્રમાં તેઓ 2000 કે 3000 જેવી રકમની ઉઘરાણી કરતા હોય તેમ આક્ષેપો કરવામાં આવ્યાં છે. આ સાથે નનામી પત્રમાં ધારાસભ્ય…
ઠાકરશી રબારીની અટકાયતને લઈ ગરમાયુ રાજકારણ, યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અટકાયત થતાં ખળભળાટ મચ્યો છે. રાજસ્થાન પોલીસે અફિણ કેસમાં થરાદ ખાતેની રબારી સમાજની હોસ્ટેલમાંથી તેમની અટકાયત કરી હતી. જેને લઈને યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની ધરપકડ કરી હતી. આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીને રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન રાજસ્થાનમાં અફિણ મામલે કોંગ્રેસના નેતાની ધરપકડ મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યુ છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નિવેદન મુદ્દે કર્યા પ્રહાર કરતાં કહ્યું છે કે, ગુજરાત…












