યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, જાણો વર્ષ 2024-25 માં અંદાજે કેટલા પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન
સમગ્ર વિશ્વમાં આશરે 9000 જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી 1200 જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. જેમાંથી 400 થી વધુ પ્રજાતિઓ પરદેશી પ્રવાસી પંખીઓની છે. આ યાયાવર પક્ષીઓ સાયબીરીયા, પૂર્વ યુરોપ,ઉત્તર અને મધ્ય એશિયામાંથી ગુજરાત સહિત ભારતમાં આવે છે. રાજ્યમાં પક્ષી-પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધનની સાથે પર્યાવરણના જતન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલી બનાવી છે, જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. જેના પરિણામે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી યાયાવર પક્ષીઓ અને પ્રાણીઓ માટે સૌથી વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીના માર્ગદશનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા તેમના સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી…
હજારો વિદેશી પક્ષીઓ બન્યા ગીર સોમનાથ ના મહેમાન , તમે જોયા કે નહીં ?
–> દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે આવી પહોંચ્યા છે:- ખાસ કરીને ત્રિવેણી સંગમ, સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અંદાજે 40 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે. સાઈબેરિયા અને મધ્ય યુરોપનાં મોંગોલિયા સહિતનાં દેશો માંથી પક્ષીઓ અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે. 65 પ્રજાતિના પક્ષીઓનું આગમન થયું દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ અંદાજે 65 પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે. ગીર વિસ્તારમાં સારો વરસાદ પડવાને લઇ વેટલેન્ડોમાં પાણી હોવાના લઈ પક્ષીઓ જોવા મળી રહ્યા છે. મોટાભાગના પક્ષીઓ છીછરા…








