સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન માટે ઐતિહાસિક કરાર, ₹1,527.56 કરોડના એમઓયુ (MoU)થયાં : પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિત

વિધાનસભા ગૃહ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા એમઓયુની વિગતો આપતાં પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિતે જણાવ્યું કે VGRC-2025 અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન માટે કુલ ₹1,527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. પ્રવાસન રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસન અને આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનાં પગલાં લેવામાં આવ્યાં છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પ્રવાસન સુવિધાઓ ઊભી કરવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા તથા સ્થાનિક સ્તરે રોજગારી અને આવકના સ્રોતમાં વધારો કરવા વ્યૂહાત્મક એમઓયુ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઈકો-ટૂરિઝમના વિકાસ માટે અને હોટલો, રિસોર્ટ્સ અને એડવાન્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવશે. નિષ્ણાત સંસ્થાઓ સાથે ચાર જેટલાં સ્ટ્રેટેજિક એમઓયુ પણ કરવામાં આવ્યાં છે. જેનો…

રાશિફળ/25 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકો ને આજે તે નિવેશ થી લાભ થવા ની પુરી શક્યતા છે. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો…

અંક જ્યોતિષ/25 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ હિંસા: અલ મેન્ચોનું મોત, 20 રાજ્યોમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ

મેક્સિકોમાં જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG)ના હેડ અને વિશ્વના સૌથી ખતરનાક ડ્રગ લોર્ડ્સમાંના એક, નેમેસિઓ ઓસેગુએરા સર્વાંટેસનું મોત થવાથી દેશભરમાં તોફાન સર્જાયું છે. અલ મેન્ચોનું મૃત્યુ 22 ફેબ્રુઆરીના રોજ જલિસ્કો રાજ્યના તપાલપા શહેરમાં મેક્સીકન આર્મીના સ્પેશિયલ ઓપરેશનમાં થયું, જેમાં આર્મી, એરફોર્સ અને નેશનલ ગાર્ડના સૈનિકો જોડાયેલા હતા. યુએસ ગુપ્તચર એજન્સીઓની પણ મદદ લેવામાં આવી હતી. આ ઓપરેશનમાં અલ મેન્ચો અન્ય 8 કાર્ટેલ મેમ્બર સાથે મર્યો. મેક્સિકન સરકારની પુષ્ટિ અને પ્રતિક્રિયા મેક્સીકન સંરક્ષણ મંત્રી અને રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમએ અલ મેન્ચોના મૃત્યુની પુષ્ટિ કરી. વ્હાઇટ હાઉસે યુએસ સહયોગની માહિતી આપી, અને આને ડ્રગ્સ સામે મોટી સફળતા માન્યું. હિંસા અને તાકીદી સ્થિતિ અલ મેન્ચોના મોત બાદ CJNGના સભ્યોએ બદલો લેવા હિંસક હુમલાઓ શરૂ કર્યા. 20 રાજ્યોમાં 250 થી વધુ…

Bharat Petroleum Corporation Limited પર ₹1,817 કરોડનો ટેક્સ ઓર્ડર, 20 વર્ષ જૂના કેસમાં કોચી એક્સાઈઝ વિભાગની કાર્યવાહી

સરકારી તેલ કંપની Bharat Petroleum Corporation Limited (BPCL)ને કોચી સ્થિત સેન્ટ્રલ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરની ઓફિસ તરફથી આશરે ₹1,816.65 કરોડની ટેક્સ માંગણીનો આદેશ મળ્યો છે. શેરબજાર બંધ થયા બાદ આ માહિતી જાહેર થતાં આવતીકાલે બજાર ખુલતાં BPCLના શેર પર દબાણ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શું છે વિવાદ? આ મામલો સપ્ટેમ્બર 2004થી મે 2010 સુધીના સમયગાળાનો છે અને તે સમયે અલગ કંપની રહેલી Kochi Refineries Limited (KRL) અને BPCL વચ્ચેના ટ્રાન્ઝેક્શન વેલ્યુના મૂલ્યાંકન સાથે સંબંધિત છે. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, બંને કંપનીઓ “સંબંધિત પક્ષો” (related parties) હતી, તેથી એક્સાઇઝ ડ્યુટીની ગણતરી માટે દર્શાવાયેલ ‘રિફાઇનરી ગેટ પ્રાઈસ’ માન્ય નથી. વિભાગે સેન્ટ્રલ એક્સાઇઝ મૂલ્યાંકન નિયમો હેઠળ નવેસરથી ગણતરી કરીને માંગણી ઉભી કરી છે. ટેક્સ ઓર્ડરની…

ન્યૂયોર્કમાં ભારે હિમવર્ષા: 3000 થી વધુ ફ્લાઇટ્સ રદ, 20 ઇંચ બરફ સાથે જનજીવન ઠપ્પ

શહેરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે હિમવર્ષાને કારણે ન્યૂયોર્ક અને આસપાસના વિસ્તારોમાં સંકટ સર્જાઈ ગયો છે. અંદાજે 20 ઇંચ જેટલો બરફ ખાબકતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે. પરિવહન અને એરપોર્ટ્સ પર મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે. એરપોર્ટ્સ પર સ્થિતિ: JFK એરપોર્ટ: 1087 ફ્લાઇટ્સ રદ, એરટ્રેન સેવા પણ અટકી. લાગાર્ડિયા એરપોર્ટ: 1025 ફ્લાઇટ્સ રદ. નેવાર્ક એરપોર્ટ (ન્યૂજર્સી): 861 ફ્લાઇટ્સ રદ. શહેરમાં પગલાં અને સલાહ: – ન્યૂયોર્ક પ્રશાસન દ્વારા બિન-જરૂરી મુસાફરી પર પ્રતિબંધ (Travel Ban) લાગુ. – બરફ હટાવવા મશીનો અને રાહત ટીમો કામગીરીમાં લાગેલા, પરંતુ સતત બરફને કારણે મુશ્કેલી. – નાગરિકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની અપીલ. નાગરિકોને સલાહ: માર્ગ પર જતાં સમયે ખૂબ જ સાવધાન રહેવું, ફરજિયાત હોમ સ્ટેનું પાલન કરવું, અને જરૂરી હોય તો…

જૂનાગઢમાં 20 લાખની ખંડણી કેસમાં કીર્તિ પટેલને જામીન, ભવનાથ પોલીસે હાજર થવા ફરમાન

જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા 20 લાખ રૂપિયાની ખંડણીના કેસમાં આરોપી Kirti Patelને અદાલતે જામીન મંજૂર કર્યો છે. કોર્ટ દ્વારા 1 દિવસના પોલીસ રિમાન્ડ પછી તેમની જામીન અરજી સ્વીકારવામાં આવી. કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં એક યુવક પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. જામીનની શરતો કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જામીન મળ્યા બાદ કેટલીક શરતો આપવામાં આવી છે: – આવતીકાલે સવારે 11 વાગ્યે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવું ફરજિયાત. – કોર્ટની અન્ય શરતોનું પાલન કરવું આવશ્યક. – પોલીસે જણાવ્યું છે કે કેસની તપાસ ચાલુ છે અને જરૂરી હોવાનું જણાશે તો વધુ પૂછપરછ માટે આરોપીને બોલાવવામાં આવી શકે છે. મામલાની પાછળની ઘટનાક્રમ કીર્તિ પટેલને રાજસ્થાનના ઉદયપુર શહેરથી પકડવામાં આવ્યો. પ્રથમ રિમાન્ડ દરમિયાન પોલીસએ…

મહાકાલેશ્વર મંદિરમાં સંધ્યા-શયન આરતી માટે ₹250 ફી: ભક્તોમાં રોષ, રાજકારણ ગરમાયું

વિશ્વપ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હવે સંધ્યા અને શયન આરતીમાં ભાગ લેવા માટે પ્રતિ વ્યક્તિ ₹250નું શુલ્ક અને ફરજિયાત ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા અમલમાં મૂકાતા ભક્તોમાં ભારે અસંતોષ ફેલાયો છે. અત્યાર સુધી ભસ્મ આરતી માટે જ શુલ્ક અને પૂર્વ-બુકિંગની વ્યવસ્થા હતી, પરંતુ હવે અન્ય આરતીઓ માટે પણ ફી લાગુ થતાં ‘Pay & Enter’ મોડેલની ચર્ચા તેજ बनी છે. શું છે નવો નિયમ? નવું શુલ્ક: સંધ્યા અને શયન આરતી માટે ₹250 પ્રતિ વ્યક્તિ ફરજિયાત બુકિંગ: ઓનલાઈન પૂર્વ-નોંધણી અનિવાર્ય પ્રશાસનનો દાવો: ભીડ નિયંત્રણ અને પારદર્શિતા જાળવવા માટે પગલું વિરોધ: સામાન્ય ભક્તો અને સ્થાનિક આગેવાનો દ્વારા ફી રદ કરવાની માંગ ભક્તોમાં રોષ: “આસ્થા પર ટેક્સ કેમ?” સ્થાનિક ભક્તો અને બહારથી આવતા શ્રદ્ધાળુઓનો પ્રશ્ન છે કે શું…

આગામી 3 કલાકમાં 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી, તાપમાનમાં 2–3 ડિગ્રી ઘટાડાની શક્યતા

રાજ્યમાં માવઠાના માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યે જાહેર કરાયેલા વેધર અપડેટ અનુસાર અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણ રહી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે. આગામી 24 કલાકનું અનુમાન હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઘટાડા બાદ તાપમાનમાં મોટો ફેરફાર…

રાશિફળ/24 ફેબ્રુઆરી 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. બીજા દિવસો ની સરખામણી માં આજ નું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધન ની પ્રાપ્તિ થશે. નિકટના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું…