અંક જ્યોતિષ/24 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાંચી-દિલ્હી ઉડાન ભરતું ખાનગી એર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ: જંગલમાંથી કાટમાળ મળતા તંત્ર સક્રિય

ઝારખંડમાં રાંચીથી દિલ્હી માટે ઉડાન ભરતું ખાનગી ચાર્ટર એર એમ્બ્યુલન્સ વિમાન ગાયબ થયું હોવાના સમાચાર આવ્યા છે. વિમાનમાં કુલ ૭ લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન રાંચીના બિરસા મુન્ડા એરપોર્ટ પરથી રવાના થયા પછી થોડા જ સમયમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો. ઉડાન અને અંતિમ સંપર્ક – વિમાન VT-AJV રાંચી એરપોર્ટ પરથી સાંજે 07:11 વાગ્યે ઉડાન ભર્યું. – છેલ્લો સંપર્ક સાંજે 07:34 વાગ્યે અટાલી વિસ્તાર પાસે થયો. – પાયલોટની છેલ્લી વાતચીત કોલકાતા ATC (VHF 132.25 MHz) સાથે થઈ, ત્યારબાદ કોઈ સંપર્ક ન રહ્યો. જંગલમાંથી કાટમાળ મળ્યો – રાત્રે 08:05 વાગ્યે રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (RCC) સક્રિય. – સિમરિયાના જંગલ વિસ્તારમાં વિમાનના એન્જિન અને પ્રોપેલર જેવા ભાગો મળ્યા. -સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટના…

ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા સંદીપ સાગલે, હરિત શુક્લાના સ્થાને નિયુક્તિ

ગુજરાત રાજ્યમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાગલેની નિયુક્તિ કરવામાં આવી છે. આ બદલાવ હરિત શુક્લાના સ્થાને કરવામાં આવ્યો છે, જેમણે અગાઉ આ પદ સંભાળ્યું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચે સત્તાવાર પરિપત્ર દ્વારા આ નિયુક્તિની જાહેરાત કરી છે. સંદીપ સાગલેનાં કાર્ય અને જવાબદારીઓ – ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજવાની જવાબદારી – મતદાર યાદી સુધારણા અને આગામી ચૂંટણી માટે તૈયારી – રાજ્યમાં ચૂંટણી સંબંધિત તમામ વહીવટી કામગીરીનું માર્ગદર્શન પ્રશાસનિક અનુભવ સંદીપ સાગલેઆગેહી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ડિરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી હતી. તેમના વહીવટી અનુભવ અને કાર્યક્ષમતા દર્શાવતા તેમને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચના સત્તાવાર પરિપત્ર મુજબ તેમની નિયુક્તિ તરત જ અમલમાં આવશે, અને તેઓ આગામી ચૂંટણીમાં રાજ્યની ચૂંટણી…

સુરતમાં ગજેરા બંધુઓ સામે કરોડોનું કૌભાંડ, ફોર્જરી અને જાનથી મારવાની ધમકીના કેસમાં 8 સામે ગુનો નોંધાયો

સુરત શહેરના રિયલ એસ્ટેટ અને કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરત ઇકો સેલ (Eco Cell) પોલીસએ જાણીતા ગજેરા બંધુઓ સહિત કુલ 8 લોકો સામે રૂ.19,28,39,69,000 (આશરે 1928 કરોડ)થી વધુની મસમોટી ઉચાપત અને ફોર્જરી મામલે ગુનો નોંધ્યો છે. આ કેસ ‘શાંતિ રેસિડેન્સી’ પ્રોજેક્ટમાં થયેલી ગેરરીતિઓ સાથે જોડાયેલો છે. આરોપીઓ સામે ફરિયાદ પોલીસ અનુસાર, આરોપીઓએ સત્તા અને પદનો દુરુપયોગ કરીને ગંભીર ગુનાઓ આચર્યા છે: – ડાયરેક્ટર પદેથી કાઢી મૂકવા માટે ખોટા અને બોગસ રાજીનામા તૈયાર કરાયા – દસ્તાવેજોમાં મૂળ વ્યક્તિની જાણ વિના ખોટી સહીઓ કરી કરોડોનું કૌભાંડ – ભોગ બનનારને ધમકી આપવામાં આવી કે પોલીસ ફરિયાદ કરશો તો પરિવાર સહિત જાનથી મારી નાખવામાં આવશે મુખ્ય આરોપીઓ – ચુનીભાઈ હરીભાઈ ગજેરા – વસંત હરીભાઈ ગજેરા – અશોકભાઈ…

સોનાં-ચાંદીમાં ભારે ઉતારચઢાવ: ઊંચાઈએથી નીચે પટકાયા ભાવ, રોકાણકારો સતર્ક

નવા વર્ષની શરૂઆતમાં સોનું અને ચાંદીના ભાવોએ ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો હતો, પરંતુ હવે બંને કિંમતી ધાતુઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી પોતાના સર્વોચ્ચ સ્તરેથી અંદાજે 1,67,104 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ ગઈ છે, જ્યારે સોનું પણ આશરે 36,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું છે. ચાંદીના ભાવમાં મોટો ઘટાડો 29 જાન્યુઆરીએ ચાંદી 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. ત્યારબાદ બજારમાં તેજ વેચવાલી જોવા મળી અને ભાવોમાં સતત ઘટાડો નોંધાયો. – 13 ફેબ્રુઆરીએ ચાંદી 2,44,360 રૂપિયા પર બંધ થઈ – એક સપ્તાહમાં 8,584 રૂપિયાનો ઉછાળો – શુક્રવારે 2,52,944 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી – તેમ છતાં, તે જાન્યુઆરીના સર્વોચ્ચ સ્તરથી ઘણું નીચે ટ્રેડ થઈ રહી છે. સોનામાં પણ સમાન પ્રવૃત્તિ 13 ફેબ્રુઆરીએ 10 ગ્રામ…

Donald Trumpના Mar-a-Lago બહાર સુરક્ષા ભંગ : શોટગન અને પેટ્રોલ કેન સાથે યુવક ઘુસ્યો, ગોળીબારમાં મોત

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના વેસ્ટ પામ બીચ વિસ્તારમાં સ્થિત માર-એ-લાગો નિવાસસ્થાન બહાર ગંભીર સુરક્ષા ભંગની ઘટના સામે આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ ભવ્ય નિવાસસ્થાન તરફ એક 20 વર્ષીય યુવકે પેટ્રોલ ભરેલું ડબ્બું અને શોટગન સાથે ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોની તાત્કાલિક કાર્યવાહી દરમિયાન ગોળીબારમાં તેનો મોત નિપજ્યો. માહિતી અનુસાર, સંદિગ્ધ યુવક પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની હરકતો શંકાસ્પદ જણાઈ. તેની પાસે ફ્યૂલ કેન અને હથિયાર જોવા મળતાં જ United States Secret Service અને Palm Beach County Sheriff’s Officeના અધિકારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ તંગ બનતાં ગોળીબારી કરવામાં આવી અને સ્થળ પર જ યુવકનું મોત થયું. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, પરિસરની સુરક્ષા માટે જોખમ ઊભું થતું જણાતાં તાત્કાલિક પ્રતિસાદ આપવો જરૂરી…

લેબનોનમાં ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલા : હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર સહિત 12ના મોત

લેબનોનના પૂર્વી અને દક્ષિણ વિસ્તારોમાં રવિવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા હોવાનું અહેવાલો જણાવે છે. હુમલાઓને કારણે પ્રદેશમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે દાવો કર્યો છે કે બેકા ખીણના બાલબેક વિસ્તારમાં સ્થિત હિઝબુલ્લાહના ત્રણ મહત્વપૂર્ણ કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સૈન્યના જણાવ્યા મુજબ, આ સેન્ટરોનો ઉપયોગ ઇઝરાયેલ વિરુદ્ધ રોકેટ હુમલા અને અન્ય સશસ્ત્ર ગતિવિધિઓના આયોજન માટે થતો હતો. નવેમ્બર 2024ના યુદ્ધવિરામ બાદ આ સૌથી ઘાતક હુમલો ગણાઈ રહ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતકોમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર હુસૈન મોહમ્મદ યાઘીનો સમાવેશ થાય છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે હુમલામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં…

IMDની ચેતવણી : દેશના વાતાવરણમાં મોટો ફેરફાર, અનેક રાજ્યોમાં એલર્ટ

દેશના હવામાનમાં આવનારા દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બનશે, જ્યારે દક્ષિણ અને પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ભારતમાં વધશે ગરમી આગામી અઠવાડિયામાં ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો થવાની ધારણા છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ માં તાપમાન 35 થી 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દિલ્હી -NCR વિસ્તારમાં હવામાન શુષ્ક રહેશે, જ્યારે હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ‘ખરાબ’ શ્રેણીમાં 203 આસપાસ રહેવાની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા 23 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા છે. 23 થી 24 ફેબ્રુઆરી દરમિયાન…

રાશિફળ/23 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે. તે સ્વયંસ્ફૂરિતાને મારી નાખે છે-જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાન પંગુ બનાવે છે-આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ…

અંક જ્યોતિષ/23 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…