મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વૉટર બર્ડ્સ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડૉ એ.પી. સિંઘે કહ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.10 થી 20 જાન્યુઆરી દરમિયાન સુધી ચાલનારા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની રહી છે.

કરુણા અભિયાન-2026 અંતર્ગત આશરે 728થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8620થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. રાજ્યભરમાં કુલ 1036થી વધુ સારવાર કેન્દ્રો તથા કલેક્શન સેન્ટર પણ ઊભાં કરવામાં આવ્યાં છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરમાં પશુ દવાખાના, વેટરનરી પોલિક્લિનિક તેમજ શાખા પશુ દવાખાના ઉપરાંત ફરતાં પશુ દવાખાના અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૭થી શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે.

ગત વર્ષે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 12771 થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા. જ્યારે, છેલ્લાં નવ વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 1,12,951  જેટલાં પશુ-પક્ષીઓને રેસ્ક્યૂ કરાયાં છે. જે પૈકીના 103874 જેટલાં પશુ-પક્ષીઓને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયાં છે.

ગુજરાતે સૌ પ્રથમવાર શરૂ કરેલું ‘કરુણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે. ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી- 2026 દરમિયાન રાજ્યવ્યાપી કરુણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશાદર્શનમાં યોજાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 83200020000 અને 1926 હેલ્પલાઇન જાહેર કરાયો છે. જે 24*7 કાર્યરત રહેશે. આ વોટ્સઅપ નંબર પર “Hi” મેસેજ કરવાથી એક લિંક મળશે, તેને ક્લિક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત, પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ નંબર પણ સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે.

મુખ્યમંત્રીની મુલાકાત સમયે અમદાવાદનાં મેયર મતી પ્રતિભાબેન જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ મતી કંચનબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ, પશુપાલન વિભાગના નિયામક સહિત વન વિભાગના અન્ય અધિકારીઓ, કરુણા અભિયાન સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવકો અને એનસીસી કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

IND vs SL: વરસાદે બગાડી ભારતની તૈયારી! ગિલની ફિટનેસ પર મોટું અપડેટ 2026 Critical Test,

IND vs SL XI: વરસાદે બગાડી ભારતની તૈયારી, શુભમન ગિલની ફિટનેસ પર મોટું અપડેટ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ તૈયારી સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓને વરસાદના કારણે ઝટકો લાગ્યો છે. ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં હવામાનના કારણે રમત પર અસર પડી છે. આ મેચ ભારતીય ખેલાડીઓ માટે શ્રીલંકાની પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની મહત્વપૂર્ણ તક હતી, પરંતુ વરસાદે ટીમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ચર્ચા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ફિટનેસને લઈને થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર ગિલને વોર્મ-અપ મેચમાં બેટિંગ કરાવવામાં ઉતાવળ કરવામાં આવી રહી નથી. ટીમ મેનેજમેન્ટ ગિલને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે આગામી ટેસ્ટ સિરીઝમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભમન…