ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ કરનારની હવે ખેર નથી, પોલીસે બાતમી માટે જાહેર કર્યો વોટ્સએપ નંબર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે રીતસરની જંગ છેડવામાં આવી છે ત્યારે ડ્રગ્સ માફીયાઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત પોલીસમાં ડેડિકેટેડ નાર્કોટિક્સ કેસને લગતી કાર્યવાહી કરવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) બનાવવામાં આવી છે.

આ લડાઈને વધુ વેગ આપવા અને સામાન્ય જનતા સરળતાથી ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ માહિતી આપી શકે તે માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

આ નંબર પર કરી શકે છે વોટ્સએપ
હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર: 99040 01908 ઉપર સંપર્ક કરી શકશે. તે ઉપરાંત નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ નાગરિકો કોલ કરી શકે છે.

કરવામાં આવી આ વિનંતી
ગુજરાત પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે છે કે, આ નંબર પર ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તમારી એક નાનકડી માહિતી ગુજરાતના યુવાધનને બચાવવા માટે મોટું યોગદાન આપી શકે છે. ANTF ગુજરાત પોલીસ ડ્રગ્સ ટ્રાફિકિંગ રોકવા, શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા અને નશાની લત છોડાવવા માટે સતત કાર્યરત છે. આ ઝુંબેશમાં જોડાવા માટે સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર antfgujarat, X(ટ્વિટર) પ્લેટફોર્મ પર @antfgujarat અને ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર @antf_gujaratને ફોલો કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Shramik Annapurna Yojana Expands In Mahisagar’s Santrampur 2026: સંતરામપુરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ..

મહીસાગરના Santrampurમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનું લોકાર્પણ, શ્રમિકો અને જરૂરિયાતમંદોને મળશે સસ્તા દરે પૌષ્ટિક ભોજન Santrampur સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલ ચોક ખાતે કાર્યક્રમ યોજાયો; ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં શ્રમિક કલ્યાણ અને જનસેવાના સંકલ્પને અપાયું પ્રાધાન્ય Santrampur, મહીસાગર: મહીસાગર જિલ્લાના Santrampurમાં શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરે પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત બસ સ્ટેન્ડ પાસે આવેલા સરદાર પટેલ ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંતરામપુરના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શ્રમજીવી વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારોના સભ્યોને ભોજન મેળવવામાં સહાયરૂપ થવાનો છે. રોજિંદા જીવનમાં શ્રમિકો શહેરો અને ગામડાંઓના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા…

Vadodara VNF Garba Anti Addiction Pledge Security: જ્યારે 70 હજાર યુવાનોએ એક અવાજે કહ્યું ‘નો ટુ ડ્રગ્સ’..

નવરાત્રિમાં સુરક્ષિત Vadodaraનો સંકલ્પ: VNF ગરબામાં 70 હજારથી વધુ લોકોએ લીધો નશામુક્તિનો સંકલ્પ Vadodara શહેર પોલીસનું ‘નવ રાત્રિ – નવ સંકલ્પ – એક લક્ષ્ય: સુરક્ષિત વડોદરા’ અભિયાન; માર્ગ સુરક્ષા, નારી સુરક્ષા, સાયબર સુરક્ષા અને બાળ સુરક્ષા બાદ હવે નશામુક્તિનો સંદેશ Vadodara: નવરાત્રિ એટલે આસ્થા, શક્તિ, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનો મહાપર્વ. નવ દિવસ સુધી માતાજીની આરાધના સાથે ગરબાના તાલે ઝૂમતા લોકો માત્ર ધાર્મિક ઉત્સવની ઉજવણી જ નથી કરતા, પરંતુ સમાજને એકતાના તાંતણે બાંધવાનું પણ કામ કરે છે. આ જ ઉત્સવને સામાજિક જાગૃતિનું માધ્યમ બનાવી Vadodara શહેર પોલીસ દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. ‘નવ રાત્રિ – નવ સંકલ્પ – એક લક્ષ્ય: સુરક્ષિત Vadodara’ અભિયાન અંતર્ગત નાગરિકોને સુરક્ષા, જવાબદારી અને સામાજિક સુધારણા માટે સંકલ્પ લેવડાવવામાં આવી…