અમિત શાહના હસ્તે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE)નો કરાયો શિલાન્યાસ, જાણો વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો. PAGEના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IPA)નાં 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ધ એલ્કેમી ઑફ ક્યોર’ કૉફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સનાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સનું પણ લોકાર્પણ કરાયું હતું.

આ સમારંભમાં IPAના પ્રમુખ અને ઝાયડસના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શાર્વિલ પટેલે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું, જ્યારે ડૉ. રેડ્ડીના ચેરમેન સતીષ રેડ્ડીએ સ્વાગત પ્રવચન અને લુપિનના એમડી નીલેશ ગુપ્તાએ આભારવિધિ કરી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઈ જ. પટેલ, ધારાસભ્ય કનુભાઈ પટેલ, અગ્રણી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના લીડર્સ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

જાણો શું છે PAGE
અત્રે ઉલ્લેખનીય છે કે PAGE એ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA)ની સભ્ય કંપનીઓ દ્વારા શરૂ કરાયેલ ઉદ્યોગ આધારિત નેશનલ સ્કિલિંગ ઇનિશિયેટિવ છે. આ પહેલ માટે IPAના સભ્યોએ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને ગુણવત્તા ઉત્કૃષ્ટતાને ધ્યાનમાં રાખીને કુલ 50 મિલિયન અમેરિકન ડૉલરની રકમ ફાળવી છે. IPAની સભ્ય કંપનીઓના સામૂહિક પ્રયાસ રૂપે શરૂ કરાયેલા PAGEનો હેતુ વૈશ્વિક સ્તરની તાલીમ સંસ્થાઓ સ્થાપવાનો છે, જેમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ, ગુણવત્તા સિસ્ટમ્સ અને ઓપરેશન્સ માટે ઉચ્ચ કુશળ માનવ સંસાધન તૈયાર કરવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…

Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા

Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા Gandhinagar મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં Gandhinagar મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ ભાજપ આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવાને બદલે મોટા ભાગના વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવાની દિશામાં આગળ વધી શકે છે. -> 44 બેઠકો માટે 700થી વધુ દાવેદારો :…