ગુજરાત પોલીસની GP-SMASH પહેલ: નાગરીકો ઘર બેઠા સોશિયલ મીડિયા દ્વારા લાવી રહ્યા છે ફરિયાદોનું નિરાકરણ

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે 1 માર્ચ, 2025 ના રોજ શરૂ કરાયેલી GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis and Systematic Handling) પ્રોજેક્ટે છેલ્લા 10 મહિનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સમજી ઝડપથી સંબંધિત અધિકારી/કચેરી સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે.

આ પહેલ શરૂ થઈ ત્યારથી આજ દિન સુધીમાં ગુજરાત પોલીસને કાયદો અને વ્યવસ્થા સંલગ્ન 71, સાયબર ક્રાઇમ સંલગ્ન 233, શરીર સબંધી ગુના-71, પોલીસ ગેરવર્તણૂક-30, પ્રોહીબેશન-83, ટ્રાફિક-377, ચોરી/લૂંટ/ગુમ -109, રેલવે-02 તેમજ અન્ય ફરિયાદો સાથે અંદાજિત 1163 ફરિયાદો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી હતી, જે પૈકીની 1150થી વધુ ફરિયાદોનો એટલે કે મોટાભાગની તમામ ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ લાવવામાં આવેલ છે.

રાજ્યના પોલીસ વડા ડો.કે.એલ.એન રાવના નેતૃત્વમાં અને લૉ એન્ડ ઓર્ડર ડીઆઇજી દીપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ 24*7 રિયલ ટાઈમમાં સોશિયલ મીડિયા પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ નાગરિકોની ફરિયાદોને ટ્રેસ કરે છે. આ ઉપરાંત, તમામ જિલ્લા, રેન્જ અને એકમોમાં પણ એક અલાયદી ટીમ કાર્યરત છે.

GP-SMASH દ્વારા થયેલ નોંધનીય કામગીરી ( વર્ષ-2025)

GP-SMASH ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કટોકટીના સમયમાં નાગરિકોને ત્વરિત મદદ પૂરી પાડીને પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. જે પૈકી નોંધનીય બનાવની વિગતો આ મુજબ છે:

(1) ટ્રેનમાંથી પડેલી મહિલાના બાળકોને સુરક્ષિત બચાવાયા: જાગૃત મહિલા મતી તરુણાબેન જૈને X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ટ્રેન નંબર 12471ના કોચ S4 માંથી એક મહિલા નીચે પડી ગયાની અને તેમના બે બાળકો ટ્રેનમાં હોવાની જાણ કરી. GP-SMASH ટીમના ઈન્ચાર્જ PSI કે.ઓ. દેસાઈએ માત્ર ચાર મિનિટમાં રિસ્પોન્સ કરી વેસ્ટર્ન રેલવે વડોદરાને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી. પરિણામે, એક ટીમે બાળકોને સુરક્ષિત કબજે કર્યા અને બીજી ટીમે પડી ગયેલી મહિલાને શોધી સારવાર સહિતની વ્યવસ્થા કરી.

(2) કેનેડા સ્થિત યુવાનને એક જ દિવસમાં રૂ. 65,000 પરત મળ્યા: કેનેડામાં રહેતા આયુષ નામના યુવાને તા. 28 ઓગસ્ટ, 2025ના રોજ X (ટ્વિટર) પર વેપારી સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ પોસ્ટ કરી. GP-SMASH સ્ટેટ ટીમના PSI રાહુલસિંહ ચુડાસમાએ તાત્કાલિક વડોદરા પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી. ભારત અને કેનેડા વચ્ચેના 9 કલાક 30 મિનિટના સમયના તફાવત છતાં, વડોદરા પોલીસે રાત્રિના સમયે (ભારતીય સમય મુજબ) આયુષ અને વેપારીનો સંપર્ક કર્યો, જેના પરિણામે વેપારીએ બીજા જ દિવસે આયુષને રૂ. 65,000 પરત કરી દીધા.

(3) નર્મદાના જંગલમાં ભૂલા પડેલા પાંચ યુવાનોનું સફળ રેસ્ક્યુ: સુભાષિની એમ. નામની મહિલાએ X પર જાણકારી આપી કે નર્મદા જિલ્લામાં ટ્રેકિંગ માટે ગયેલા તેમના દીકરા સહિત પાંચ યુવાનો મોબાઈલ નેટવર્ક ન હોવાને કારણે રસ્તો ભૂલી ગયા અને સંપર્ક વિહોણા બન્યા હતા. GP-SMASH ટીમના શિફ્ટ ઇન્ચાર્જ PSI એસ. જી. ચૌહાણે તાત્કાલિક નર્મદા પોલીસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવા જણાવ્યું. સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગની મદદથી આશરે ૪:૩૦ વાગ્યાની આસપાસ તમામ પાંચ યુવાનોને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા અને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા.

GP-SMASH પ્રોજેક્ટને પરિણામે રાજ્યના નાગરિકો હવે પોલીસથી માત્ર એક સિંગલ ક્લિક દૂર છે. ગુજરાત પોલીસના ઓફિશિયલ X એકાઉન્ટ @GujaratPolice ઉપર ટેગ કરીને રજૂઆત કરી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

-> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…