પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વધ્યો, પાકિસ્તાનએ UNSC બેઠક બોલાવવાનો સંકેત આપ્યો

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ ફરી એક વાર ઊંડું બન્યું છે. આ ઘટનાના પગલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક બોલાવવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તેને તે માટે સંપૂર્ણ અધિકાર છે. જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના કડક વલણથી ગભરાયેલા પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે જો તણાવ વધુ વધશે તો તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠક બોલાવવાનો સંપૂર્ણ અધિકાર છે. આ વાત સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદે કહી હતી. પાકિસ્તાની રાજદૂત અહેમદનો દાવો સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદએ જણાવ્યું કે, “અમે UNSCના સભ્યો…