પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વધ્યો, પાકિસ્તાનએ UNSC બેઠક બોલાવવાનો સંકેત આપ્યો

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ ફરી એક વાર ઊંડું બન્યું છે. આ ઘટનાના પગલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક બોલાવવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તેને તે માટે સંપૂર્ણ અધિકાર છે.

જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના કડક વલણથી ગભરાયેલા પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે જો તણાવ વધુ વધશે તો તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠક બોલાવવાનો સંપૂર્ણ અધિકાર છે. આ વાત સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદે કહી હતી.

પાકિસ્તાની રાજદૂત અહેમદનો દાવો
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદએ જણાવ્યું કે, “અમે UNSCના સભ્યો અને પૂર્વ તેમજ વર્તમાન અધ્યક્ષો સાથે સંપર્કમાં છીએ. જો સ્થિતિ વધારે બગડે, તો UNSCની બેઠક બોલાવવાનો અમને અધિકાર છે.” અહેમદે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, “અત્યારે જે પરિસ્થિતિ વિકસતી જઈ રહી છે, તે માત્ર ભારત અને પાકિસ્તાન માટે જ નહીં, પણ સમગ્ર પ્રદેશ અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે.”

UNSC અધ્યક્ષપદ જલ્દી પાકિસ્તાન પાસે
પાકિસ્તાન હાલમાં UNSCનું અસ્થાયી સભ્ય છે અને આવતા જુલાઈ મહિનામાં તે UNSC અધ્યક્ષપદ પણ સંભાળશે. આવા સમયે UNSCની બેઠક માટે પાકિસ્તાનનું આગ્રહ દ્વિપક્ષીય તણાવને વૈશ્વિક મંચ પર લાવવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. અહેમદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હમલો પહેલગામમાં થયો છે, પરંતુ તેની અસર સમગ્ર શાંતિ વ્યવસ્થાને ઘા પહોચાડે તેવી છે. UNSCને આ મામલે હસ્તક્ષેપ કરવાનો અને ચર્ચા કરવાનો અધિકાર છે.” અહેમદે એવો પણ ઈશારો કર્યો કે પાકિસ્તાન હવે આ મુદ્દે વૈશ્વિક સ્તરે દબાણ વધારવા માટે તૈયાર છે.

ખ્વાજા આસિફના વિવાદિત નિવેદન પર ટાળવુ
પત્રકારોએ જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના નિવેદન વિશે પ્રશ્ન કર્યો કે “પાકિસ્તાન પશ્ચિમ માટે ગંદું કામ કરે છે”, ત્યારે અહેમદે જવાબ ટાળ્યો અને માત્ર પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત રાખવાની વાત કરી. વિશ્લેષકોનું માનવું છે કે UNSCમાં ભારતવિરુદ્ધ દાવો કરવાથી પહેલા પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનું કામ શરૂ કર્યું છે. ભારત તરફથી આ દાવા પર હજુ કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી.

Related Posts

Saudi અરેબિયાથી તેલનો પુરવઠો વધતાં અછતની ચિંતા હળવી, Brent ક્રૂડ $100ની નજીક…

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળેલી તેજી હવે થોડી હળવી પડી છે. ખાસ કરીને Saudi અરેબિયાથી ક્રૂડ ઓઇલના પુરવઠામાં સુધારાના સંકેતો મળતાં વૈશ્વિક બજારમાં અછતની ચિંતા ઘટી છે. તેના કારણે Brent ક્રૂડના ભાવમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે. 21 સપ્ટેમ્બર 2026ના ટ્રેડિંગ દરમિયાન Brent નવેમ્બર ફ્યુચર્સ લગભગ 0.8 ટકા ઘટીને $103.06 પ્રતિ બેરલ સુધી આવ્યા હતા, જ્યારે બાદમાં બજારમાં વધુ ઘટાડો જોવા મળ્યો અને કેટલાક ટ્રેડિંગ ડેટામાં Brent લગભગ $101.61 સુધી પહોંચ્યો હતો. Saudi અરેબિયાના વધતા તેલ પુરવઠાની અસર ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરના ઘટાડા પાછળનું સૌથી મહત્વનું કારણ Saudi અરેબિયાના તેલ પુરવઠામાં થઈ રહેલો સુધારો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સાઉદી અરેબિયાની કેટલીક મુખ્ય નિકાસ વ્યવસ્થાઓ પર અસર પડી હતી.…

BJPની નશાવિરોધી યાત્રા બાદ ‘AAP’ પંજાબ રિપોર્ટ કાર્ડ સાથે ઘરે-ઘરે પહોંચી…..

પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજ્યમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે નશાના મુદ્દે રાજકીય ખેંચતાણ વધી રહી છે. એક તરફ ભાજપે રાજ્યમાં ‘નશા મુક્ત પંજાબ યાત્રા’ શરૂ કરીને ડ્રગ્સના મુદ્દાને કેન્દ્રમાં લીધો છે, તો બીજી તરફ AAPએ હવે સરકારના કામકાજનો રિપોર્ટ કાર્ડ લઈને સીધા લોકોના ઘર સુધી પહોંચવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં AAPનું આ અભિયાન પંજાબના દરેક મતવિસ્તાર સુધી પહોંચાડવાની યોજના છે. BJPની 4,000 કિમીની નશા મુક્ત પંજાબ યાત્રા BJP 18 સપ્ટેમ્બરથી પંજાબમાં 13 દિવસની ‘નશા મુક્ત પંજાબ યાત્રા’ શરૂ કરી છે. આ યાત્રા રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકોને આવરી લેવાના આયોજન સાથે શરૂ કરવામાં આવી છે. ચાર અલગ-અલગ સ્થળો—પઠાણકોટ, ફતેહગઢ સાહિબ,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *