Surat : પક્ષી અથડાવાના કારણે ફ્લાઇટમાં વિલંબ, મુસાફરોને 12 કલાક સુધી રાહ જોવી પડી
સુરતથી બેંગકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1227 સાથે સુરત એરપોર્ટ પર પક્ષી અથડાતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પક્ષી અથડાવાને કારણે વિમાનના એન્જિન અથવા પાંખના ભાગે નુકસાનની શક્યતા જોવા મળી, જેના લીધે ટેકનિકલ ટીમે તરત તપાસ હાથ ધરી. મૂલ્યાંકન પછી સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી, જેનાથી નિર્ધારિત ઉડ્ડયનમાં મોટો વિલંબ થયો. મુસાફરોમાં ભારે હાલાકી ફ્લાઇટમાં કુલ 133 મુસાફરો સવાર હતા. પ્લેન ગ્રાઉન્ડેડ થતા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા અને અંદાજે 12 કલાક સુધી રાહ જોવાઈ. એરલાઇન્સ તરફથી તાત્કાલિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો. બીજું પ્લેન મોકલાયું પરિસ્થિતિને સુલજાવવા માટે એરલાઇન્સે જયપુરથી સુરત જતી બીજી ફ્લાઇટને ડાયવર્ટ કરીને સુરત મોકલી. આ વૈકલ્પિક વિમાન રાત્રે 7:45 વાગ્યે સુરત પહોંચ્યું. તમામ…
Surat : 30 માર્ચથી સુરતથી ગોવા ઉડાન ભરશે ફ્લાઇટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શરુ કરાયું બુકિંગ
સુરતથી ગોવા જવું હવે સરળ બન્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. 30 માર્ચથી AI એક્સપ્રેસની ગોવાની નવી ફ્લાઈટ ટેક ઓફ કરશે. અને સાંજે 7:30 કલાકે સુરતથી ટેક ઓફ થઈ 9:25 કલાકે ગોવા લેન્ડ થશે. તો આ ફલાઈટનું સિંગલ ભાડું રૂપિયા 5800 હશે. તો એરલાઇન્સ દ્વારા બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું એર ઇન્ડિયા એક્સપ્રેસ 30 માર્ચથી સુરત-ગોવાની નવી ફ્લાઇટ શરૂ કરી રહી છે. આ ફ્લાઇટ ગોવા બાદ બેંગલુરુ સુધી જશે, જેથી સુરત બેંગલુરુ વચ્ચે ગોવામાં વન સ્ટોપ લેશે, જેથી ફ્લાઈટ ચેન્જ નહીં કરવી પડશે. બેંગલુરુથી બપોરે 3:45 કલાકે ટેકઓફ થઈ સુરત સાંજે…








