Surat : 30 માર્ચથી સુરતથી ગોવા ઉડાન ભરશે ફ્લાઇટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શરુ કરાયું બુકિંગ

સુરતથી ગોવા જવું હવે સરળ બન્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. 30 માર્ચથી AI એક્સપ્રેસની ગોવાની નવી ફ્લાઈટ ટેક ઓફ કરશે. અને સાંજે 7:30 કલાકે સુરતથી ટેક ઓફ થઈ 9:25 કલાકે ગોવા લેન્ડ થશે. તો આ ફલાઈટનું સિંગલ ભાડું રૂપિયા 5800 હશે. તો એરલાઇન્સ દ્વારા બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું

એર ઇન્ડિયા એક્સપ્રેસ 30 માર્ચથી સુરત-ગોવાની નવી ફ્લાઇટ શરૂ કરી રહી છે. આ ફ્લાઇટ ગોવા બાદ બેંગલુરુ સુધી જશે, જેથી સુરત બેંગલુરુ વચ્ચે ગોવામાં વન સ્ટોપ લેશે, જેથી ફ્લાઈટ ચેન્જ નહીં કરવી પડશે. બેંગલુરુથી બપોરે 3:45 કલાકે ટેકઓફ થઈ સુરત સાંજે 7:20 કલાકે પહોંચશે. જ્યારે પરતમાં 7:50 કલાકે ટેકઓફ થઈને બેંગલુરુ રાત્રે 11:25 કલાકે પહોંચાડશે.

સુરતથી મોરેશિયસ માટે હવે ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. હવે સુરત-મોરેશીયસ વાયા બેંગ્લુરૂની ફલાઈટ શરૂ થઈ છે. ઈન્ડિગો એરલાઈન્સ 4 ડિસેમ્બરથી આ ફ્લાઇટ ટેક ઓફ કરી હતી. સપ્તાહમાં ચાર દિવસ ફ્લાઇટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :- Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે

સુરતથી મોરેશિયસ પહોંચતા 14 કલાક જેટલો સમય લાગશે. આ સાથે સુરતથી બેંગ્લુરુનો ટ્રાવેલિંગ ટાઈમ 1 કલાક 50 મિનિટ હશે,બેંગ્લુરુ એરપોર્ટ પર 6 કલાક 25મિનિટનો લેઓવર ટાઇમ જ્યારે બેંગ્લુરુથી મોરેશિયસનો 5 કલાક 55 મિનિટનો ટ્રાવેલ ટાઇમ લાગશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

PMJVK નીરજા ગુપ્તાનું રાજીનામું અને 14 કરોડ પરત: રજિસ્ટ્રારની માગ સાથે ૨૪મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન Big Revolt

નીરજા ગુપ્તાનું PMJVKના PI પદેથી રાજીનામું, ₹14 કરોડથી વધુ પરત; રજિસ્ટ્રારના રાજીનામાની માગ સાથે 24મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સાથે જોડાયેલા PMJVK પ્રોજેક્ટની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પૂર્વ કુલપતિએ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીને ₹14 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ વધુ તેજ કરવામાં આવ્યો છે. સંગઠને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારના રાજીનામાની માગ કરી છે અને 24 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. -> PMJVK…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *