IAFની તાકાતમાં થશે મોટો વધારો, 60 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર કામ; ‘સુપર સુખોઈ’થી AMCA સુધી તૈયારી

ભારતીય વાયુસેના (IAF) પોતાની ઓપરેશનલ ક્ષમતા અને ટેક્નોલોજીકલ તાકાત વધારવા માટે આધુનિકીકરણની દિશામાં મોટા પાયે કામ કરી રહી છે. વાયુસેનાની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે આશરે 60 જેટલા આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ પ્રોજેક્ટ્સમાં સરકારી સંસ્થા DRDOની સાથે દેશની ખાનગી ડિફેન્સ કંપનીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે. આ આધુનિકીકરણનો મુખ્ય હેતુ માત્ર નવા હથિયારો અને સિસ્ટમો સામેલ કરવાનો નથી, પરંતુ ભારતીય વાયુસેનાને વધુ નેટવર્ક-સેન્ટ્રિક, ટેક્નોલોજી આધારિત અને સ્વદેશી ક્ષમતાઓથી સજ્જ બનાવવાનો છે. આ પ્રક્રિયા દ્વારા ભારતની વિદેશી ડિફેન્સ ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ડિફેન્સ ઉદ્યોગને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. IAFના 60 પ્રોજેક્ટ્સમાં શું થશે? IAFના આધુનિકીકરણ કાર્યક્રમોમાં અદ્યતન રડાર, એવિઓનિક્સ, ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ, સુરક્ષિત કોમ્યુનિકેશન નેટવર્ક,…

ચીનને ટક્કર આપવા ભારતની મોટી ચાલ: મોદી સરકારે ₹7,280 કરોડની રેર અર્થ મેગ્નેટ યોજના મંજૂર કરી

ચીનના રેર અર્થ નિકાસ પ્રતિબંધો વચ્ચે ભારતે આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટે ₹7,280 કરોડના ખર્ચે “રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM) મેન્યુફેક્ચરિંગ સ્કીમ”ને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત પહેલીવાર દેશમાં 6,000 MTPA ક્ષમતાનો પૂર્ણ REPM ઉત્પાદન ઈકોસિસ્ટમ ઉભો કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ સ્કીમનો મુખ્ય હેતુ ભારતને ઇલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઉર્જા, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા સ્ટ્રેટેજિક ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ રીતે સ્વનિર્ભર બનાવવાનો છે. રેર અર્થ મેગ્નેટ શા માટે મહત્વપૂર્ણ છે? રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ વિશ્વના સૌથી શક્તિશાળી મેગ્નેટ છે. એનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે: – ઇલેક્ટ્રિક વાહનોમાં – સોલાર અને પવન ઊર્જા ટેકનોલોજીમાં – સ્માર્ટફોન, લેપટોપ જેવા કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં –…