ચીનને ટક્કર આપવા ભારતની મોટી ચાલ: મોદી સરકારે ₹7,280 કરોડની રેર અર્થ મેગ્નેટ યોજના મંજૂર કરી

ચીનના રેર અર્થ નિકાસ પ્રતિબંધો વચ્ચે ભારતે આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટે ₹7,280 કરોડના ખર્ચે “રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM) મેન્યુફેક્ચરિંગ સ્કીમ”ને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત પહેલીવાર દેશમાં 6,000 MTPA ક્ષમતાનો પૂર્ણ REPM ઉત્પાદન ઈકોસિસ્ટમ ઉભો કરવામાં આવશે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ સ્કીમનો મુખ્ય હેતુ ભારતને ઇલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઉર્જા, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા સ્ટ્રેટેજિક ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ રીતે સ્વનિર્ભર બનાવવાનો છે.

રેર અર્થ મેગ્નેટ શા માટે મહત્વપૂર્ણ છે?
રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ વિશ્વના સૌથી શક્તિશાળી મેગ્નેટ છે. એનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે:
– ઇલેક્ટ્રિક વાહનોમાં
– સોલાર અને પવન ઊર્જા ટેકનોલોજીમાં
– સ્માર્ટફોન, લેપટોપ જેવા કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં
– એરોસ્પેસ અને રક્ષણ સાધનોમાં
– હાલમાં ભારત આવા મેગ્નેટ માટે મોટા પ્રમાણમાં આયાત પર આધારિત છે. 2030 સુધીમાં ભારતમાં આ મેગ્નેટની માંગ બમણી થવાની ધારણા છે.

યોજનાની મુખ્ય વિશેષતાઓ
– કુલ ફંડિંગ: ₹7,280 કરોડ
– જેમાં ₹6,450 કરોડ વેચાણ-આધારિત પ્રોત્સાહન
– ₹750 કરોડ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપન માટે મૂડી સહાય
– કુલ ક્ષમતા 5 કંપનીઓ વચ્ચે વહેંચાશે (દરેકને મહત્તમ 1,200 MTPA)
– યોજના 7 વર્ષ સુધી અમલમાં રહેશે
– પ્રથમ બે વર્ષમાં પ્લાન્ટો સ્થાપિત કરવામાં આવશે અને ત્યારબાદના પાંચ વર્ષ માટે વેચાણ પ્રોત્સાહનો આપવામાં આવશે.

ભારતની સપ્લાય ચેઇન સુરક્ષિત બનશે
સરકારનું કહેવું છે કે આ પહેલ ભારતને રેર અર્થ મેગ્નેટ ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે. સાથે જ, સ્થાનિક ઉદ્યોગો માટે વિશ્વસનીય અને લાંબા ગાળાની સપ્લાય ચેઇન તૈયાર થશે. આ યોજનાથી રોજગારી સર્જાશે અને ભારતની નેટ ઝીરો 2070 પ્રતિબદ્ધતાને પણ ગતિ મળશે. આ નિર્ણય ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યો તરફ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે જોવામાં આવી રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અગ્નિ-4 Missileનું સફળ પરીક્ષણ, 4000 કિમી સુધી લક્ષ્ય ભેદવાની ક્ષમતા સાથે ભારતની રણનીતિક તાકાતમાં વધારો

ભારતે પોતાની રણનીતિક અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-4 (Agni-4)નું સફળ પરીક્ષણ કર્યું છે. 6 ઓગસ્ટ 2026ના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (ITR) પરથી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવનારું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રક્ષા અધિકારીઓ અનુસાર, પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ટેક્નિકલ અને ઓપરેશનલ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ થયું પરીક્ષણ અગ્નિ-4નું આ પરીક્ષણ **સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)**ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન રક્ષા વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ આ પરીક્ષણને સંપૂર્ણ સફળ ગણાવ્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે નિર્ધારિત માર્ગ પર ચોકસાઈપૂર્વક ઉડાન ભરી હતી અને તેના…

ચીનના હુમલાના ભય વચ્ચે તાઇવાનમાં એલર્ટ, રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ કારમાં બંકરમાં પહોંચ્યા

વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે હવે તાઇવાન અને ચીન વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ચીન દ્વારા સંભવિત સૈન્ય કાર્યવાહીનો ખતરો જોતા તાઇવાને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. અચાનક સાયરન વાગતા જ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ વાહનમાં બેસીને સુરક્ષિત બંકરમાં પહોંચ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા તાઇવાનની ઇમરજન્સી તૈયારી અને યુદ્ધકાળીન પ્રોટોકોલનો એક ભાગ હતી. તાઇવાન છેલ્લા ઘણા સમયથી ચીનની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે તાઇવાન પોતાની અલગ રાજકીય વ્યવસ્થા અને લોકશાહી ઓળખ ધરાવે છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં વધુ તણાવ જોવા મળ્યો છે. ચીનની સૈન્ય ગતિવિધિઓથી વધતી ચિંતા તાઇવાનની…