આખરે કેન્દ્રીય મંત્રીને મળી સોનમ વાંગચુકે 26 દિવસ બાદ ભૂખ હડતાળ તોડી

લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે 26 દિવસ બાદ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. કેન્દ્રીય મંત્રીઓ સાથે થયેલી મુલાકાત અને ચર્ચા બાદ તેમણે ઉપવાસ તોડવાનો નિર્ણય લીધો હતો. વાંગચુક લદ્દાખના મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં 28 જૂનથી ભૂખ હડતાળ પર હતા. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ શુક્રવારે વાંગચુકે પોતાનો ઉપવાસ સમાપ્ત કર્યો હતો. સોનમ વાંગચુકની તબિયત લાંબા ઉપવાસ દરમિયાન બગડી હતી. ત્યારબાદ તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ કોર્ટમાં અરજી કરીને તેમને વધુ સારી સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન તેમની…

સોનમ વાંગચુકને વધુ સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં કરાયા શિફ્ટ, જાણો શું થયું

સોનમ વાંગચુકને દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હવે તેમને વધુ સારવાર અને તબીબી દેખરેખ માટે ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલની મેડિકલ ટીમને સોંપવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે તબીબોએ જણાવ્યું હતું કે તેમની હાલત હાલ સ્થિર છે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે તેમની સતત દેખરેખ જરૂરી રહેશે. સોનમ વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું મળતી માહિતી મુજબ, સોનમ વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું છે. આ ઉપરાંત લોહી સંબંધિત કેટલાક પરિમાણોમાં પણ અસંતુલન નોંધાયું છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાના કારણે તેમની તબિયત પર અસર પડી હતી. જેને કારણે તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તબીબોની ટીમ તેમની સારવાર કરી રહી હતી. સોનમ વાંગચુક હતા ભૂખ…

સોનમ વાંગચુકના NGOનું FCRA લાઈસન્સ રદ: લેહ હિંસા પછી કેન્દ્ર સરકારનું મોટું પગલું, જાણો વિગત

પ્રસિદ્ધ પર્યાવરણ કાર્યકર અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક સાથે સંકળાયેલી સંસ્થા **SECMOL (Students’ Educational and Cultural Movement of Ladakh)**નું FCRA લાઈસન્સ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે રદ કર્યું છે. આ નિર્ણય એ સમયે લેવામાં આવ્યો છે જ્યારે લેહ અને લદ્દાખમાં તાજેતરમાં ઘટેલી હિંસક ઘટનાઓ બાદ કેન્દ્ર સરકાર સતત ચેતવણીના મૂડમાં છે. શું છે મામલો? SECMOL એ લદ્દાખમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે કાર્યરત એક જાણીતી સંસ્થા છે. તેને વિદેશી યોગદાન (Foreign Contribution) પ્રાપ્ત કરવાની મંજૂરી હેઠળ FCRA લાઈસન્સ મળેલું હતું, જે હવે અનિયમિતતાઓ અને નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો પછી રદ કરી દેવામાં આવ્યું છે. શું છે FCRA અને શા માટે જરૂરી છે લાઈસન્સ? FCRA (Foreign Contribution Regulation Act) હેઠળ કોઈપણ સંસ્થા કે વ્યક્તિ વિદેશી યોગદાન મેળવવા માટે ભારત…