ગીર સોમનાથમાં ભયાનક અકસ્માત, કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા ત્રણ લોકોનાં મોત

B INDIA ગીર સોમનાથ : ગીર સોમનાથમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં કાર ધડાકભેર ટ્રક સાથે અથડાતા 3 યુવકોના ઘટના સ્થળે મોત થયા છે અને એક યુવાન ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે,આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં પોલીસે તપાસ હાથધરી છે,સાથે સાથે જે યુવાન ઈજાગ્રસ્ત થયો છે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. -> અકસ્માતમાં 3ના મોત :- મળતી વિગતો મુજબ, સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈ-વે ઉપર અકસ્માતની ઘટના બની છે. જેમાં ઉના તરફથી આવતી કારની ટ્રક સાથે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માતની આ ઘટના ડોળાસા પાસે બની છે. કારમાં સવાર 4 યુવાનોમાંથી 3ના કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ…