ગીર સોમનાથમાં ભયાનક અકસ્માત, કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા ત્રણ લોકોનાં મોત

B INDIA ગીર સોમનાથ : ગીર સોમનાથમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં કાર ધડાકભેર ટ્રક સાથે અથડાતા 3 યુવકોના ઘટના સ્થળે મોત થયા છે અને એક યુવાન ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે,આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં પોલીસે તપાસ હાથધરી છે,સાથે સાથે જે યુવાન ઈજાગ્રસ્ત થયો છે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

-> અકસ્માતમાં 3ના મોત :- મળતી વિગતો મુજબ, સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈ-વે ઉપર અકસ્માતની ઘટના બની છે. જેમાં ઉના તરફથી આવતી કારની ટ્રક સાથે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માતની આ ઘટના ડોળાસા પાસે બની છે. કારમાં સવાર 4 યુવાનોમાંથી 3ના કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

-> અગાઉ પણ લોકો અકસ્માતનો ભોગ બન્યા :- અગાઉ ત્રણ દિવસ પહેલા 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા મહીસાગરના શિક્ષક બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કાર સાથે અકસ્માત થતા મોત થયું હતું. આ અકસ્માતની ઘટના કુંભાઈડી ગામ પાસે બની હતી. જેમાં શિક્ષક રાજુભાઈનું મોત થયું હતું. એ જ દિવસે અન્ય એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં પાલનપુરની હનુમાન ટેકરી પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે એક્ટિવા સવાર બે બહેનોને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક બહેનનું મૃત્યુ નિપજ્યું હતું.

Related Posts

Vadnagar શર્મિષ્ઠા તળાવ મહાઆરતી અને પદયાત્રા: અમિત શાહે PM મોદીને ગણાવ્યા ‘ધ્રુવ તારા’ 76 Unyielding National Pride

Vadnagarના શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી બાદ પદયાત્રા: અમિત શાહે કહ્યું- PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે; GMERS સેવા કેમ્પથી સેવાકીય કાર્યક્રમોને વેગ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસને લઈને તેમના જન્મસ્થળ Vadnagarમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી, પદયાત્રા, હાટકેશ્વર મહાદેવના દર્શન તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવાયાત્રાને લઈને શહેરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી યોજાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. Vadnagarમાં યોજાયેલા કાર્યક્રમોને વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને સેવા-સમર્પણ સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાવાનું…

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, Elite Push 2026

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, વડનગરથી વારાણસી બાઈક યાત્રાને ફ્લેગ ઓફ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મહેસાણાના Vadnagar ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાઆરતી યોજાઈ હતી અને વડાપ્રધાનના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાને પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. -> શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી : Vadnagar ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શર્મિષ્ઠા તળાવનું વિશેષ મહત્વ રહ્યું હતું. મહાનુભાવોએ તળાવના ઘાટ પર મહાઆરતીમાં ભાગ લીધો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *