ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખે કહ્યું મેં જીવનમાં પ્રથમવાર ભાજપને મત આપ્યો છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી બુધવારે સમાપ્ત થઈ, હવે મતગણતરી 8 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે. આ દરમિયાન, ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA) ના પ્રમુખ સાજિદ રશીદીએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના જીવનમાં પહેલીવાર તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મતદાન કર્યું છે.   મુસ્લિમોએ પણ મોટા પાયે ભાજપને ટેકો આપવાનું શરૂ કર્યું. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં લખ્યું હતું કે, ‘ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના સાજિદ રશીદી કહે છે કે તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હતો. આ કોઈ એકલો કિસ્સો નથી, અને જો મુસ્લિમો પણ મોટી સંખ્યામાં ભાજપને ટેકો આપવાનું શરૂ કરે તો કહેવાતા ‘ધર્મનિરપેક્ષ’ પક્ષોએ ચિંતા કરવી જોઈએ.   શું દિલ્હીના મુસ્લિમો ગુસ્સે…

હવામાન વિભાગની નવી આગાહી, રાજયમાં ઠંડીનો પ્રકોપ થશે ઓછો, તો ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીને લઈ રાહતની આગાહી કરી છે. આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. તેમજ આગામી 7 દિવસ સૂકુ વાતાવરણ રહેવાનું અનુમાન કર્યું હતું. તેમજ ઉત્તરથી ઉત્તર-પૂર્વનાં પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.   ગુજરાતમાં વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગનાં આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં 9.8 થી લઈ 20.02 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. બુધવારે નલિયામાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં…

કેજરીવાલે ચૂંટણી પંચને લખ્યો પત્ર, નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી

આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પક્ષના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અનેચૂંટણી પંચને નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી છે. કમિશનને લખેલા પત્રમાં, કેજરીવાલે આવા કેસોમાં કથિત રીતે સંડોવાયેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકરોની ધરપકડ કરવા અને સંબંધિત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. કેજરીવાલના દાવાઓ પર ભાજપ અને દિલ્હી પોલીસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.પત્રમાં પૂર્વ મુખ્યમંત્રીએ દિલ્હી બેઠક પ AAP કાર્યકરો પર કથિત હુમલાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. શનિવારે રોહિણી વિસ્તારમાં એક જાહેર સભા દરમિયાન AAP ધારાસભ્ય મોહિન્દર ગોયલ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે રિઠાલા વિધાનસભા મતવિસ્તારના આપ ઉમેદવાર ગોયલ…

બજેટ પર કેજરીવાલની પ્રતિક્રિયા, કહ્યું મને દુઃખ છે આવું ન થયું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે કરેલી માંગણીઓ પૂર્ણ થઈ નથી. તેમણે કહ્યું કે મેં માંગ કરી હતી કે અબજોપતિઓની લોન માફ ન કરવામાં આવે પરંતુ મને દુઃખ છે કે આવું ન થયું. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે (1 ફેબ્રુઆરી) સામાન્ય બજેટ રજૂ કર્યું.બજેટના જવાબમાં અરવિંદ કેજરીવાલે લખ્યું કે He go away. મેં માંગ કરી હતી કે બજેટમાં એવી જાહેરાત કરવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ અબજોપતિની લોન માફ કરવામાં નહીં આવે. તેમણે કહ્યું, તેમણે કહ્યું હતું કે “ભવિષ્યમાં કોઈ પણ અબજોપતિની લોન માફ કરવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવે અને આમાંથી બચેલા નાણાંમાંથી, -મધ્યમ વર્ગની હોમ લોન અને વાહન લોનમાં છૂટ આપવી જોઈએ -ખેડૂતોની લોન માફ કરવી…

મને દિલ્હીની સેવા કરવાનો મોકો આપો, ખાતરી આપુ છું કે વિકાસમાં કોઇ કસર નહીં છોડુઃ વડાપ્રધાન મોદી

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના દ્વારકામાં એક રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે દિલ્હીની જનતાએ નક્કી કરી લીધું છે કે તેમણે AAP-DAના લોકોને ભગાડવાના છે અને આ વખતે તેમને પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવવી છે. તેમણે કહ્યું કે દિલ્હીને સંકલનવાળી સરકારની જરૂર છે, ભ્રમણાની નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીમાં કહ્યું હતું કે, હું જ્યારે પણ દ્વારકા આવું છું ત્યારે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી યાદ આવે તે સ્વાભાવિક છે. હું ભાગ્યશાળી છું કે મને ગુજરાતમાં દ્વારકાની સેવા કરવાની તક મળી. ભાજપ દિલ્હીને કેટલી હદે આધુનિક બનાવવા માંગે છે તે દ્વારકામાં જોઈ શકાય છે. કેન્દ્ર સરકારે અહીં ભવ્ય યશોભૂમિનું નિર્માણ કર્યું…

વધુ એક નેતાએ આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યુ, AAPને વોટ આપવા કરી લોકોને અપીલ

આસામની પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટી અપીલ કરી છે. બદરુદ્દીન અજમલે ધર્મનિરપેક્ષ લોકોને આમ આદમી પાર્ટીને જીત અપાવવા અપીલ કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બદરુદ્દીન અજમલે કહ્યું, “હું દિલ્હીના તમામ ધર્મનિરપેક્ષ મતદારોને વિનંતી કરું છું કે કૃપા કરીને તમારા ધર્મનિરપેક્ષ મતોને વિભાજીત ન કરો કારણ કે દેશની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને પહેલાથી જ ખરાબ થઈ ગઈ છે. તેથી તમારા ધર્મનિરપેક્ષ મતોને વિભાજીત ન કરો, અને આમ આદમી પાર્ટીને મોટી સંખ્યામાં મત આપો. -> લોકોએ અરવિંદ કેજરીવાલના કામની ખૂબ પ્રશંસા કરી છે – અજમલ :- તેમણે વધુમાં કહ્યું, “અરવિંદ કેજરીવાલને ફરીથી સરકાર…

આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર, જાણો ભાડુઆતોને પણ મફત વીજળી-પાણી ઉપરાંત બીજુ શું

આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણીને લઈને તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. અરવિંદ કેજરીવાલે સોમવારે 15 ગેરંટી આપી હતી. તેમણે કહ્યું કે યુવાનોને રોજગારની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત સંજીવની યોજના હેઠળ વૃદ્ધોને મફત સારવાર આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે ભાજપે ષડયંત્ર રચીને મને જેલમાં મોકલી દીધો અને ત્યાર બાદ દિલ્હીના લોકોને ખોટા પાણીના બિલ મોકલવામાં આવ્યા. સરકાર બન્યા બાદ આ તમામ બિલ માફ કરવામાં આવશે. તેમણે કહ્યું- સરકાર બન્યા બાદ ભાડુઆતોને પણ મફત વીજળી અને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ દરમિયાન કેજરીવાલે મંચ પરથી સ્વીકાર્યું કે કોરોના અને પછી કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ જવાને કારણે તેઓ 2020માં કરેલા ત્રણ વચનો પૂરા કરી શક્યા નથી. આ ત્રણ વચનો હતા – દરેક ઘરમાં ચોવીસ કલાક શુદ્ધ પાણીનો…

વૃદ્ધો માટે હોમ વોટિંગ સુવિધાને લઇને આમ આદમી પાર્ટીએ ભાજપ અને ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી આડે બહુ દિવસો બાકી નથી. દરમિયાન, દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ હોમ વોટિંગ વિકલ્પ પ્રક્રિયાને લઇને ભાજપ સહિત ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને લોકોના મતાધિકારને છીનવી રહી છે. રવિવારે વૃદ્ધોના ઘરે જઇને તેમનું મતદાન કરાવવા દરમ્યાન ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ભાજપના કાર્યકરો પણ હાજર હતા. ચૂંટણી પંચ હવે ખુલીને ભાજપ સાથે જોવા મળી રહ્યું છે. ભારતીય લોકશાહી માટે આ ખૂબ જ ખતરનાક છે. ચૂંટણી પંચે પણ AAPના આરોપોનો જવાબ આપ્યો છે.આમ આદમી પાર્ટીના પ્રશ્નોના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું, “સામાન્ય ચૂંટણી 2024ની જેમ, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ચોક્કસ જૂથોના મતદારોની પહોંચ વધારવા માટે ઘરેલું મતદાનની સુવિધાનો પ્રસ્તાવ મૂક્યો…

AAP દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટરમાં રાહુલ ગાંધી બેઇમાન લોકોની યાદીમાં, શું છે રણનીતિ ?

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે અને સત્તારૂઢ આમ આદમી પાર્ટી અચાનક કોંગ્રેસ પર હુમલો કરનાર બની ગઈ છે. સ્થિતિ એવા તબક્કે પહોંચી ગઈ છે કે શનિવારે સવારે આમ આદમી પાર્ટીએ એક પોસ્ટર બહાર પાડ્યું જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બેઈમાન લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પછી ત્રીજા સ્થાને રાહુલ ગાંધીનો ફોટો છે. એવું માનવામાં આવે છે કે આ પોસ્ટર AAPની સારી રીતે વિચારેલી રણનીતિનો ભાગ છે. -> AAPની રણનીતિ :- AAPનું માનવું છે કે જો રાહુલ ગાંધીને બીજેપી નેતાઓની સાથે ઉભા નહીં કરવામાં આવે તો તેઓ AAPમાંથી મોટી વોટ બેંકને પોતાની તરફ લઈ શકે છે. જો કે AAPએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેના પોસ્ટર વોરથી દૂર રાખ્યા…

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, આમ આદમી પાર્ટીએ રવિવારે તેના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. આ યાદીમાં કુલ 40 નેતાઓના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરશે. આ યાદીમાં પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓના નામ છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ AAPના સ્ટાર પ્રચારકોની યાદીમાં ટોચ પર છે. આ ઉપરાંત, દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી આતિશી, અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હી સરકારના મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને AAP રાજ્યસભા સાંસદ હરભજન સિંહ પણ પાર્ટીના સ્ટાર પ્રચારક છે. -> આ છે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો :- આ…