વિસાવદરની પેટા ચૂંટણીમાં જામશે ચાર પાંખિયો જંગ ! શંકરસિંહ વાઘેલાએ શરૂ કરી તૈયારી

ગુજરાતમાં કડી અને વિસાવદરની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસે આપ સાથે ગઠબંધન વગર લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલા પણ વિસાવદર પર ફોકસ વધારી રહ્યા છે. વિસાવદરની પેટા ચુંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે શંકરસિંહ વાઘેલાની પ્રજા ડેમોક્રેટિક પાર્ટીએ પણ તૈયરીઑ શરૂ કરી દીધી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે વિસાવદરના કાર્યકર્તાઑને સંબોધન કરશે અને પેટા ચૂંટણીની તૈયારીઑ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટયું લોકસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળ્યું હતું. પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી…

ભાજપ સામે લડ્યા વિના AAPએ હાર કેમ સ્વીકારી? જાણો દિલ્હી MCDનું શું છે ગણિત

આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં એક મોટો નિર્ણય લીધો છે અને MCD (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન) માં મેયરની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. AAP એ સ્વીકાર્યું કે 2022 ની MCD ચૂંટણીમાં જીત હવે તેના હાથમાંથી સરકી ગઈ છે અને બહુમતી હવે ભારતીય જનતા પાર્ટી (BJP) ના હાથમાં છે. આપના દિલ્હી કન્વીનર સૌરભ ભારદ્વાજ અને ભૂતપૂર્વ સીએમ આતિશી માર્લેનાએ સોમવારે સવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી મેયરની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉભા રાખશે નહીં. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 2025-26 કાર્યકાળ માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી 25 એપ્રિલ 2025 ના રોજ યોજાવાની છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં, AAP ની હાર અને ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં, લડવા અને હારવાને બદલે, AAP એ લડ્યા…

AAPના ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવાયા, આતિશીએ કહ્યું તાનાશાહીની તમામ હદો પાર

આજે દિલ્હી વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ છે. આ દરમિયાન, વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. સત્રના બીજા દિવસે, AAPના 21 ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે, તેને પરિસરમાં પ્રવેશવાથી પણ રોકી દેવામાં આવ્યા છે. આ અંગે ભાજપના વિપક્ષી નેતા આતિશી રેખા ગુપ્તા સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. AAP નેતા આતિશીએ આરોપ લગાવ્યો છે કે AAP ધારાસભ્યોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓએ ‘જય ભીમ’ ના નારા લગાવ્યા હતા. આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “સત્તામાં આવ્યા પછી ભાજપે તાનાશાહીની બધી હદો વટાવી દીધી છે. ‘જય ભીમ’ ના નારા લગાવવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ગૃહમાંથી ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં…

સીએમ રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી આંબેડકર-ભગત સિંહની તસવીર હટાવવા બાદ AAP એ રોષ વ્યક્ત કર્યો…

દિલ્હી વિધાનસભા સમાચાર: દિલ્હીમાં વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહના ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે આનાથી ભાજપની દલિત વિરોધી રાજનીતિનો પર્દાફાશ થાય છે. વિપક્ષના નેતા આતિશીએ કહ્યું, “અરવિંદ કેજરીવાલના દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન, દરેક સરકારી કાર્યાલયમાં આંબેડકર અને શહીદ ભગતસિંહના ફોટા લગાવવામાં આવ્યા હતા. પરંતુ આજે જ્યારે અમે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને વિધાનસભા સ્થિત તેમના કાર્યાલયમાં મળવા ગયા, ત્યારે અમે જોયું કે બંને ફોટા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવામાં આવ્યા છે, AAP વિધાનસભામાં આનો સખત વિરોધ કરે છે. AAP એ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી કાર્યાલયમાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ…

દિલ્હીના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહનો સમય બદલાયો, આમ આદમી પાર્ટીએ કર્યો કટાક્ષ

દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનો સમય બદલાઈ ગયો છે. હવે શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે યોજાશે. પહેલા તેનો સમય સાંજે ૪.૩૦ વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો. શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે. આ પહેલા ૧૯ ફેબ્રુઆરીએ બપોરે ૩.૩૦ વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરવામાં આવશે. -> AAPનો કટાક્ષ :- તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાતમાં વિલંબ થવા બદલ આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ પર કટાક્ષ કર્યો છે. આપના દિલ્હી રાજ્ય સંયોજક ગોપાલ રાયે જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે લગ્નનું સરઘસ તૈયાર છે, મંડપ પણ તૈયાર છે, પરંતુ ભાજપ હજુ પણ નક્કી કરી શકી નથી કે વરરાજા કોણ હશે. તેમણે કહ્યું, “ભાજપ…

ભાજપની સરકાર આવતાજ દિલ્હીમાં વીજ કાપ શરૂ થઇ ગયોઃ આતિશી

દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ રાષ્ટ્રીય રાજધાનીમાં વીજળી કાપનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે, ત્યારથી સતત વીજળી કાપ થઈ રહ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ભાજપ દિલ્હી માટે આફત બની ગઈ છે, સત્તામાં આવતાની સાથે જ લાંબા વીજકાપ શરૂ થઈ ગયા.” આતિશીએ કહ્યું, “છેલ્લા 3 દિવસથી દિલ્હીના વિવિધ ભાગોમાંથી વીજળી ગુલ થવાની ફરિયાદો મળી રહી છે. લાંબા વીજકાપની ફરિયાદો મળી છે. આ ફરિયાદ ફક્ત એક જ વિસ્તારમાંથી નહીં પરંતુ ઘણા વિસ્તારોમાંથી આવી રહી છે. આતિશીએ ક્હ્યું ત્રણ દિવસમાં પાવર સેક્ટરનો ઘટાડો દર્શાવે છે કે અગાઉ AAP સરકાર દરરોજ અને દર કલાકે વીજ ક્ષેત્રનું સતત નિરીક્ષણ કરતી હતી અને આવી સમસ્યાઓ ક્યારેય ઊભી થઈ ન હતી.…

AAPની હાર પર બોલ્યા સંજય રાઉત, ગઠબંધનની રાજનીતિમાં કોઇ ઘમંડ ન હોવો જોઇએ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર વિપક્ષી પક્ષોની એકતા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. આ દરમિયાન, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ને સલાહ આપી છે. તેમણે કહ્યું, “અખિલ ભારતીય ગઠબંધનમાં કોંગ્રેસ અમારો મોટો, વરિષ્ઠ અને રાષ્ટ્રીય સાથી છે. રાહુલ ગાંધી આપણા નેતા છે. દરેકની સંભાળ રાખવાની અને તેમને આગળ વધારવાની જવાબદારી વરિષ્ઠ સભ્યની છે. આ પણ AAP ની જવાબદારી હતી, તેમણે પણ બેસીને વાત કરવી જોઈતી હતી. જો બંનેએ બેસીને વાત કરી હોત, તો કદાચ ભાજપ આ રીતે જીત્યું ન હોત. ગઠબંધનની રાજનીતિમાં કોઈ ઘમંડ ન હોવો જોઈએ. સંજય રાઉતે કહ્યું કે, “મહારાષ્ટ્રમાં, અમે 25 વર્ષ સુધી ભાજપ સાથે જોડાણમાં કામ કર્યું. અમે હજુ પણ MVA તરીકે કામ કરીએ છીએ…

27 વર્ષ પછી દિલ્હીમાં ફરીએકવાર લહેરાયો ભગવો, દિલ્હીની જનતાએ AAPની સરકારને આપી વિદાય

દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના 3 કલાક પછી 70 બેઠકોમાંથી, ભાજપ 42 બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) 28 બેઠકો પર આગળ છે.આ પહેલા 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી. તે સમયે ભાજપે 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બનાવ્યા હતા.દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીમાં AAPના પ્રદર્શન પર કટાક્ષ કર્યો. તેમણે પોસ્ટમાં લખ્યું- હજુ લડો અંદરો-અંદર… કેજરીવાલ નવી દિલ્હી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.. તો સીએમ આતિશી પણ પાછળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસનો ફરીએકવાર દિલ્હીમાં ભારે રકાસ થયો છે.. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના પુત્ર સંદિપ દિક્ષિતે કહ્યું હતું કે અમે મુદ્દા ઉઠાવ્યા પરંતુ જનતાએ અમારા પર…

દિલ્હીમાં જો ભાજપનો વિજય થયો તો મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ ?

દિલ્હી ચૂંટણીમાં મતદાન ભલે પૂરું થઈ ગયું હોય, પરંતુ ચર્ચા હવે ચૂંટણી પરિણામો પર છે. દિલ્હીમાં પરિણામ ૮મી તારીખે જાહેર કરવામાં આવશે. ભાજપ છેલ્લા 28 વર્ષથી દિલ્હીમાં સત્તાની બહાર છે. છેલ્લી વખત ભાજપના મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજ હતા. પરંતુ જો ભાજપ આ વખતે જીતે છે, તો દિલ્હીમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેની ચર્ચા આજકાલ ખૂબ થઈ રહી છે. ચાલો તમને એ ત્રણ ચહેરાઓ વિશે જણાવીએ જેમને ભાજપ જીતે તો મુખ્યમંત્રી બનાવી શકે છે.   મનોજ તિવારીને મળી શકે છે કમાન જો આ વખતે દિલ્હીમાં ભાજપ ચૂંટણી જીતે છે, તો મનોજ તિવારીનું નામ સૌથી વધુ ચર્ચામાં આવશે. મનોજ તિવારીને પૂર્વાંચલનો એક મોટો ચહેરો માનવામાં આવે છે. તેમણે દિલ્હી રાજ્યની જવાબદારી પણ સંભાળી છે અને બે વખત સાંસદ પણ…

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખે કહ્યું મેં જીવનમાં પ્રથમવાર ભાજપને મત આપ્યો છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી બુધવારે સમાપ્ત થઈ, હવે મતગણતરી 8 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે. આ દરમિયાન, ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA) ના પ્રમુખ સાજિદ રશીદીએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના જીવનમાં પહેલીવાર તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મતદાન કર્યું છે.   મુસ્લિમોએ પણ મોટા પાયે ભાજપને ટેકો આપવાનું શરૂ કર્યું. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં લખ્યું હતું કે, ‘ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના સાજિદ રશીદી કહે છે કે તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હતો. આ કોઈ એકલો કિસ્સો નથી, અને જો મુસ્લિમો પણ મોટી સંખ્યામાં ભાજપને ટેકો આપવાનું શરૂ કરે તો કહેવાતા ‘ધર્મનિરપેક્ષ’ પક્ષોએ ચિંતા કરવી જોઈએ.   શું દિલ્હીના મુસ્લિમો ગુસ્સે…