આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર, જાણો ભાડુઆતોને પણ મફત વીજળી-પાણી ઉપરાંત બીજુ શું

આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણીને લઈને તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. અરવિંદ કેજરીવાલે સોમવારે 15 ગેરંટી આપી હતી. તેમણે કહ્યું કે યુવાનોને રોજગારની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત સંજીવની યોજના હેઠળ વૃદ્ધોને મફત સારવાર આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે ભાજપે ષડયંત્ર રચીને મને જેલમાં મોકલી દીધો અને ત્યાર બાદ દિલ્હીના લોકોને ખોટા પાણીના બિલ મોકલવામાં આવ્યા. સરકાર બન્યા બાદ આ તમામ બિલ માફ કરવામાં આવશે. તેમણે કહ્યું- સરકાર બન્યા બાદ ભાડુઆતોને પણ મફત વીજળી અને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ દરમિયાન કેજરીવાલે મંચ પરથી સ્વીકાર્યું કે કોરોના અને પછી કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ જવાને કારણે તેઓ 2020માં કરેલા ત્રણ વચનો પૂરા કરી શક્યા નથી. આ ત્રણ વચનો હતા – દરેક ઘરમાં ચોવીસ કલાક શુદ્ધ પાણીનો પુરવઠો, યમુનાની સફાઈ અને દિલ્હીના રસ્તા યુરોપિયન શહેરોની તર્જ પર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર આ ત્રણ વચનો ચોક્કસપણે પૂરા કરશે.

-> વિદેશમાં ભણતા દલિત વિદ્યાર્થીઓનો ખર્ચ સરકાર ઉઠાવશે :- અરવિંદ કેજરીવાલે કહ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરને પૈસાના અભાવે લંડનમાં અભ્યાસ છોડીને પોતાના દેશ પાછા ફરવું પડ્યું. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ડૉ.આંબેડકર શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદેશમાં ભણતા દલિત સમુદાયના બાળકોનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.

-> ઓટો-ટેક્સી અને ઈ-રિક્ષા ચાલકોને દીકરીઓના લગ્ન માટે 1 લાખ રૂપિયા :- આ ઉપરાંત નવા રેશનકાર્ડ બનાવવામાં આવશે, જેથી ગરીબોને રાશન મેળવવામાં સગવડ મળે. કેજરીવાલે કહ્યું કે ઓટો-ટેક્સી અને ઈ-રિક્ષા ચાલકોને દીકરીઓના લગ્ન માટે 1 લાખ રૂપિયા આપવામાં આવશે, બાળકોની ટ્યુશન ફી ઉપરાંત 10 લાખ રૂપિયાનું અકસ્માત કવર અને 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે.

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *