26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની NIA કસ્ટડી 12 દિવસ આવી લંબાવવામાં
દિલ્હીની એક કોર્ટે રાષ્ટ્રીય તપાસ એજન્સીને 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની કસ્ટડીમાં 12 દિવસનો વધારો આપ્યો છે. સોમવારે (28 એપ્રિલ) દિલ્હીની એક કોર્ટે 26/11મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાની કસ્ટડી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને વધુ 12 દિવસ માટે લંબાવી દીધી હતી. NIA એ રાણાના રિમાન્ડ વધારવાની અરજી દાખલ કરી હતી અને તેને બપોરે 2 વાગ્યાની આસપાસ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ પૂરા થયા અને એજન્સી દ્વારા તેને સ્પેશિયલ NIA જજ ચંદર જીત સિંહ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. ઇન-કેમેરા સુનાવણીમાં NIA વતી વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણન અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નરેન્દ્ર માન દ્વારા દલીલો રજૂ કરવામાં આવી. દિલ્હી લીગલ સર્વિસીસ ઓથોરિટીના એડવોકેટ પીયૂષ સચદેવાએ રાણાનું પ્રતિનિધિત્વ…







