Bharuch : અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રા.લિ. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
રિયાઝ પટેલ, અંકલેશ્વર/ નેશનલ રોડ સેફ્ટી માસ – જાન્યુઆરી 2026 અંતર્ગત અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત યુનિટી બ્લડ બેંકના ડૉક્ટર ઓમકર સિંહ પરિહાર તથા તેમની ટીમનું અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડના સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી આત્મીય સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિટી બ્લડ બેંકની અનુભવી ટીમ દ્વારા બ્લડ ડોનેશનની કામગીરી સુચારૂ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રૂટ મેનેજર દિલીપકુમાર મેવાડા, પ્રોજેક્ટ મેનેજર આનંદ વાઘેલા, ટોલ મેનેજર રવિ યાદવ, ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ ટીમ તેમજ દહેગામ ટોલ પ્લાઝા સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બ્લડ કેમ્પ અંતર્ગત અંદાજે 50 જેટલા યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. જે જરૂરિયાતમંદ દર્દીઓ…
Bharuch : આમોદ તાલુકાના કેરવાડા ગામે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ, જોવા મળ્યું કોમી એકતાનું ઉદાહરણ
અકબર બેલીમ, આમોદ / આમોદ તાલુકાના કેરવાડા ગામે કેરવાડા અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (AVCT) તથા રેડ ક્રોસ બ્લડ બેંક, ભરૂચના સહયોગથી આજે AVCT કેન્દ્ર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કેરવાડા સહિત કોલવણા, તણછા, આમોદ, પખાજણ વગેરે ગામોના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું. ખાસ નોંધનીય બાબત એ રહી કે હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ એકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. ટ્રસ્ટના મંત્રી ડૉ. યોગેશભાઈ કોઠારીના સંયોજનમાં 1995માં પ્રથમ વખત રક્તદાન કરનાર અને અત્યાર સુધીમાં 96 વખત રક્તદાન કરી રાજ્યપાલના હસ્તે સન્માનિત થયેલા દાહોદ જિલ્લાના રક્તદાતા અમિતભાઈ નાથાણી તથા કેરવાડાના મુસ્લિમ અગ્રણી મુમતાજખાનના હસ્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમિતભાઈ નાથાણીએ આ કેમ્પમાં…








