Bharuch : આમોદ તાલુકાના કેરવાડા ગામે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ, જોવા મળ્યું કોમી એકતાનું ઉદાહરણ

અકબર બેલીમ, આમોદ / આમોદ તાલુકાના કેરવાડા ગામે કેરવાડા અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (AVCT) તથા રેડ ક્રોસ બ્લડ બેંક, ભરૂચના સહયોગથી આજે AVCT કેન્દ્ર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં કેરવાડા સહિત કોલવણા, તણછા, આમોદ, પખાજણ વગેરે ગામોના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું. ખાસ નોંધનીય બાબત એ રહી કે હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ એકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી.

ટ્રસ્ટના મંત્રી ડૉ. યોગેશભાઈ કોઠારીના સંયોજનમાં 1995માં પ્રથમ વખત રક્તદાન કરનાર અને અત્યાર સુધીમાં 96 વખત રક્તદાન કરી રાજ્યપાલના હસ્તે સન્માનિત થયેલા દાહોદ જિલ્લાના રક્તદાતા અમિતભાઈ નાથાણી તથા કેરવાડાના મુસ્લિમ અગ્રણી મુમતાજખાનના હસ્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમિતભાઈ નાથાણીએ આ કેમ્પમાં કેરવાડા ગામે પોતાનું 96 મું રક્તદાન કરી સૌને પ્રેરણા આપી હતી.

સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના વાઈસ ચેરમેન સંજયસિંહ રાજ, તણછા ગામના આગેવાન સિદ્ધરાજસિંહ વાંસદિયા, કેરવાડા ગામના મહિલા સરપંચ વિલાસબેન સંજયસિંહ રાજ સહિતના આગેવાનો અને ગ્રામજનોએ રક્તદાન કરી સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કેમ્પને સફળ બનાવવા માટે અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (AVCT) કેરવાડાના પ્રમુખ સંગ્રામસિંહ કપલેટિયા, ઉપપ્રમુખ સંજયસિંહ રાજ, મંત્રી ડૉ. યોગેશભાઈ કોઠારી, ખજાનચી દર્શનસિંહ રાજ, ગણેશ યુવક મંડળ, કેરવાડા મુસ્લિમ યુથ ક્લબ તથા અંબાજી મહિલા મંડળે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

રક્તદાતાઓને આપવામાં આવી ભેટ
સમગ્ર દિવસ દરમિયાન કેરવાડા ગામના વહીદખાને રક્તદાતાઓ માટે સરબતની સેવા ઉપલબ્ધ કરાવી હતી. કાર્યક્રમનું સંચાલન રવિભાઈ ગોસ્વામીએ કર્યું હતું અને સંકટ સમયે રક્તદાનની ઉપયોગિતાની માહિતી આપી હતી. રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ તથા AVCT ટ્રસ્ટ તરફથી તમામ રક્તદાતાઓને ભેટ આપવામાં આવી હતી.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

ઢાઢર નદીના બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થવાના આક્ષેપ, ₹500ની કથિત લેવડદેવડનો video સામે આવતા ખળભળાટ

ગુજરાતમાં બ્રિજ અને જાહેર માર્ગોની સલામતીને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ઢાઢર નદીના એક બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથેનો video સોશિયલ મીડિયા પર સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, વીડિયોને લઈને ₹500ની કથિત લેવડદેવડના આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા છે. આ video સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે. જોકે, સામે આવેલા આક્ષેપો અને videoમાં દર્શાવવામાં આવેલી બાબતોની સત્તાવાર તપાસ અથવા સ્વતંત્ર પુષ્ટિ અંગે હાલ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. તેથી સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સામે આવશે કે ઓવરલોડ વાહનોને નિયમવિરુદ્ધ રીતે પસાર થવા દેવામાં આવ્યા હતા કે નહીં અને ₹500ની કથિત લેવડદેવડ ખરેખર થઈ હતી કે કેમ. ઢાઢર…

Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…