Congressમાં કકળાટ યથાવત, પાટણના MLA કોંગ્રેસમાં દંડક પદેથી આપશે રાજીનામું ! જાણો શું છે મામલો

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસમાં નેતાઓન આંતરીક વિખવાદ સામે આવ્યો છે. સંગઠનમાં નિમણૂકને લઈને પાટણ બેઠકના ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસમાં દંડક પદેથી રાજીનામું ધરી દેશે એવી ચીમકી ઉચ્ચારી છે. પાટણ જિલ્લામાં અનુસૂચિત જાતિમાં પ્રમુખની નિમણુંકને લઈને ગઇકાલે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાળાંબંધી કરવામાં આવી હતી. ત્યારે હવે આજે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપશે. 3 વાગ્યે આપશે રાજીનામું  પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી હતી. જેને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. બીજી તરફ આ નિમણૂકને લઈ ગઇકાલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે જે નિમણુક કરવામાં…

પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તંત્ર થયું દોડતુ

રાજ્યમાં બોમ્બની ધમકીઓની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન બોમ્બની ધમકીની વધુ એક ઘટના સામે આવી છે. પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે. પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઇમેઇલ મળતાં જ તંત્ર દોડતું થયું છે. કલેક્ટર કચેરીના મેલ આઈડી પર પોણા બે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી  ઘટનાની જાણ થતાં જ SP સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.બોમ્બની ધમકીને લઈને કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં…