દિલ્હી: PM આવાસ બહાર કોંગ્રેસનું ધરણું, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. કોંગ્રેસે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ સુધી વિરોધ માર્ચ કાઢી ધરણું શરૂ કર્યું હતું. આ દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો અને પોલીસે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ આપવાના બદલે વિરોધનો અવાજ દબાવી રહી છે, જ્યારે ભાજપે સમગ્ર ઘટનાને રાજકીય નાટક ગણાવી છે. દિલ્હી વડાપ્રધાનના આવાસ સુધી આશરે 7 કિલોમીટરની પદયાત્રા દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય સાંસદોએ ખડગેના નિવાસસ્થાનેથી વડાપ્રધાનના આવાસ સુધી આશરે 7 કિલોમીટરની પદયાત્રા કાઢી હતી. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર…
કોંગ્રેસ કરી રહી છે મોદી સરકારને ઘેરવાની તૈયારી ! CWCની બેઠકમાં ખડગેએ જણાવી યોજના
સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થયા બાદ, કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારને નવેસરથી ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે. શનિવારે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મનરેગા નાબૂદ કરવા, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) દ્વારા લોકોને મતદાનના અધિકારથી વંચિત રાખવા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) જેવી સંસ્થાઓના દુરુપયોગને લોકશાહી માટે ખતરનાક ગણાવ્યા અને તેની સામે દેશવ્યાપી આંદોલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે જેમ સરકારને કૃષિ કાયદો પાછો ખેંચવાની ફરજ પડી હતી, તેવી જ રીતે મનરેગાને પુનઃસ્થાપિત કરવાની રણનીતિ પર કામ કરવાની જરૂર છે. શનિવારે કોંગ્રેસ મુખ્યાલયમાં યોજાયેલી કાર્યકારી સમિતિની બેઠકમાં ખડગેએ પક્ષના કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે મોદી સરકાર ગરીબોના અધિકારો છીનવી રહી છે અને તેમને બંધારણીય અધિકારોથી…
કોંગ્રેસ પાર્ટીમાં બંધારણીય સુધારાની તૈયારીઓ, ચૂંટણી મુદ્દાઓ પર નિર્ણય લેવા બનાવશે એક સમિતિ
અમદાવાદમાં યોજાનાર AICC સત્રમાં કોંગ્રેસ પાર્ટી તેના બંધારણમાં મહત્વપૂર્ણ સુધારા કરી શકે છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સત્રમાં એક ઠરાવ પસાર થઈ શકે છે, જે હેઠળ કોંગ્રેસ એક નવી ‘ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ’ બનાવશે. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી રણનીતિ અને ચૂંટણી મુદ્દાઓ પર નિર્ણયો લેવાનો રહેશે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC), જે કોંગ્રેસનું સૌથી શક્તિશાળી એકમ છે, પછી ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ હવે બીજી એક શક્તિશાળી સમિતિ હશે. તેનું મુખ્ય કાર્ય ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરવાનું, ચૂંટણીની રણનીતિ નક્કી કરવાનું અને ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું રહેશે. આમાં ગઠબંધન સંબંધિત નિર્ણયો પણ લેવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીના બંધારણમાં આવી કોઈ સમિતિની જોગવાઈ નથી, તેથી પાર્ટી આ સત્રમાં તેના બંધારણમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે. મુખ્ય જવાબદારીઓનું વિતરણ થશે આ…
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું
ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. આવતીકાલથી બે દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસને ઘેરાતા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં કરે કોઈ ફરક નહીં પડે. કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસને ઘોડા અને ગધેડાને સમજવામાં સમજણ નથી પડતી. અમિત ચાવડાએ ભાજપ પર સાધ્યું નિશાન બીજી તરફ ઋષિકેશ પટેલના આ નિવેદનને લઈને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ…










