ચીન બાદ ઉત્તર કોરિયાએ પણ પોતાની પરમાણુ શક્તિનું કર્યું પ્રદર્શન, જાણો વિગત
ચીન બાદ હવે ઉત્તર કોરિયા પણ તેના પરમાણુ શસ્ત્રોનું પ્રદર્શન કરી રહ્યું છે. ઉત્તર કોરિયાએ ગુરુવારે તેની પરમાણુ સંચાલિત સબમરીનના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી. રાજ્ય મીડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા ચિત્રોમાં સબમરીનની લગભગ સંપૂર્ણ બાહ્ય રચના દર્શાવવામાં આવી હતી. આ દરમિયાન, નેતા કિમ જોંગ ઉને હરીફ દક્ષિણ કોરિયા દ્વારા આ ટેકનોલોજી પ્રાપ્ત કરવાના પ્રયાસોની સખત નિંદા કરી. ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) અનુસાર, કિમ જોંગ ઉને એક શિપયાર્ડની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ 8,700-ટન વર્ગની પરમાણુ સંચાલિત સબમરીનના નિર્માણનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ઉત્તર કોરિયા આને તેની નૌકાદળને પરમાણુ શસ્ત્રોથી આધુનિક બનાવવા અને સજ્જ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવે છે. ઉત્તર કોરિયાએ સંકેત આપ્યો છે કે તે આ સબમરીનને પરમાણુ શસ્ત્રોથી સજ્જ…
સુશાસનથી શ્રધ્ધાંજલિ ! | GUJARAT | GUJARATI NEWS BULLETIN
જાણો, સુશાસન દિવસનો ઇતિહાસ અને , સુશાસન દિવસનું મહત્ત્વ શ્રી વાજપેયીના સન્માનમાં વર્ષ 2014થી ઉજવાય છે સુશાનસ દિવસ આ નિર્ણયની મુખ્ય વિપક્ષી દળ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ટીકા કરી સુશાસન દિવસનો હેતું લોકોના કલ્યાણ અને યોગ્યતા વધારવા માટેનો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત કોંગ્રેસને વર્ષ 2026માં લાગશે મોટો ફટકો, રાજ્યસભામાં એક પણ…
નિકેત સંઘાણી, ગાંધીનગર/ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થવા લાગી છે. બીજી તરફ રાજકીય સોગઠાં ગોઠવાવા લાગ્યા છે. આ દરમિયાન હવે વર્ષ 2026માં ગુજરાત કોંગ્રેસને એક મોટો ફટકો પડશે. ગુજરાતથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સાંસદ નહીં રહે. ગુજરાતમાં હાલ રાજ્ય સભાની કુલ 11 બેઠકો છે. જે પૈકી 1 બેઠક પર કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. જ્યારે બાકીની 10 બેઠકો પર ભાજપના સાંસદ છે. આ દરમિયાન વર્ષ 2026ના 21 જૂનના રોજ 4 બેઠકો ખાલી થઈ રહી રહી છે. ત્યારે આવનાર ચૂંટણીમાં કદાચ કોંગ્રેસને પોતાની બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. વિધાનસભામાં સંખ્યા બળ ઓછું ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ સતત ઘટી રહ્યું છે. હાલ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ફક્ત 12 જ ધારાસભ્ય છે. ત્યારે આવનાર રાજ્યસભાની ચૂંટણીમાં…
જેઠાભાઈ ભરવાડે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ
એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાંથી અનેક અટકળો તેજ થઈ છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું છે. આ સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામાંનું કારણ પણ સામે આવ્યું છે. અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ છે. રાજીનામાં મામલે જેઠા ભરવાડે કહ્યું કે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. અન્યને તક મળે એટલે આ નિર્ણય લીધો છે. હવે…
ભારતીય સેનાની સોશિયલ મીડિયા નીતિમાં ફેરફાર, ઇન્સ્ટાગ્રામ મામલે લેવાયો આ મોટો નિર્ણય
ભારતીય સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેની તેની નીતિમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. હવે, સેનાના સૈનિકો અને અધિકારીઓ ફક્ત જોવા અને દેખરેખ રાખવા માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે. તેઓ કોઈપણ પોસ્ટ પર કંઈપણ પોસ્ટ કરી શકશે નહીં, લાઇક અથવા ટિપ્પણી કરી શકશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિજિટલ પ્રવૃત્તિઓ અંગે સેના પર પહેલાથી લાગુ અન્ય તમામ નિયમો સમાન રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સૂચનાઓ સેનાના તમામ એકમો અને વિભાગોને જારી કરવામાં આવી છે. તેનો હેતુ સૈનિકોને સોશિયલ મીડિયા પર હાજર સામગ્રી જોવા, માહિતગાર રહેવા અને માહિતી એકત્રિત કરવાની મર્યાદિત પરવાનગી આપવાનો છે, જેથી તેઓ નકલી અથવા ભ્રામક સામગ્રી ઓળખી શકે. નવી સિસ્ટમ હેઠળ, સૈનિકો સોશિયલ મીડિયા પર નકલી, ભ્રામક અથવા શંકાસ્પદ પોસ્ટ્સની જાણ તેમના ઉપરી અધિકારીઓને કરી…
રાજ્યમાં ડ્રગ્સ પકડવા મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો હતો.બે દિવસની સફળ કોન્ફરન્સ માટે સૌ પોલીસ અધિકારીઓને અભિનંદન આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી સુરક્ષિત કરવા માટેનો આ જંગ છે. આપણી ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં કોઈપણ બાંધછોડ કરવાની નથી.ગુજરાત પોલીસ આ ડ્રગ્સ સામેના જંગમાં સખ્તાઈ -કડકાઈથી કામ લઈ રહી છે તે માટે પોલીસ અધિકારીથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મયોગીને ખૂબ ખૂબ અભિનંદન. તેમણે કહ્યું હતું કે, આ બે દિવસની કોન્ફરન્સમાં જિલ્લાના એસપી અને પોલીસ કમિશનરે જે સંશોધનાત્મક પ્રેઝન્ટેશન રજૂ કર્યા છે તેમાં ખૂબ સારા નવા…
પીએમ મોદી આજે લખનૌમાં કરશે ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન, અટલજીને જન્મજયંતિ પર અર્પણ કરશે શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે. આ પ્રેરણા સ્થળ વસંત કુંજ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક જાહેર સભાને સંબોધિત કરશે. આ રાષ્ટ્રીય સ્મારકનું નિર્માણ કેન્દ્ર સરકાર દ્વારા સ્વતંત્ર ભારતના મહાન નાયકોના વારસાને માન આપવા માટે કરવામાં આવ્યું હતું. લખનૌના વસંત કુંજ યોજનામાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની કાંસ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ કાંસ્ય પ્રતિમાઓ, દરેક 65 ફૂટ ઊંચી છે, તેનું અનાવરણ પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. જનસંઘના સ્થાપક નેતાઓની કાંસ્ય પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવશે, સાથે તેમની યાદોને સાચવવા માટે સમર્પિત સંગ્રહાલય પણ…
તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત, સીએમ સ્ટાલિને શોક વ્યક્ત કર્યો
તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહેલી રાજ્ય પરિવહન નિગમની બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટતાં ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો. અનિયંત્રિત બસ રોડ ડિવાઇડર પર ચઢી ગઈ અને તેને ઓળંગીને વિરુદ્ધ દિશામાં પહોંચી ગઈ હતી. વિરુદ્ધ દિશામાં પહોંચ્યા બાદ બસ ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી એક SUV અને એક કાર સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ખાનગી વાહનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં ઘટનાસ્થળે જ સાત લોકોના…
કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓછામાં ઓછા 10 લોકોના મોત અનેક ઘાયલ
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર હિરિયુર તાલુકાના ગોરલાથુ ક્રોસ નજીક થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી ખાનગી સ્લીપર કોચ બસ સામેની દિશાથી આવી રહેલી ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. અથડામણ બાદ બસમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે બસમાં સવાર અનેક મુસાફરો ફસાઈ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી ઊભી થઈ. પોલીસે જણાવ્યું કે હિરિયુરથી બેંગલુરુ જઈ રહેલી ટ્રક અચાનક ડિવાઈડર ઓળંગી ગઈ હતી અને સામે આવી રહેલી બસ સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. પોલીસને શંકા છે કે ટ્રક…
સિગ્મા યુનિવર્સિટીએ પોતાની પ્રથમ દીક્ષાંત સમારોહ યોજીને એક ગૌરવપૂર્ણ શૈક્ષણિક માઈલસ્ટોન સ્થાપ્યો
સિગ્મા યુનિવર્સિટીએ વડોદરામાં સ્થિત યુનિવર્સિટીના એમ્ફિથિયેટરમાં ડિસેમ્બર 2025ના રોજ પોતાની પ્રથમ દીક્ષાંત સમારોહનું સફળ આયોજન કરીને એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી. આ પ્રસંગ શૈક્ષણિક ઉત્તમતા, અવિરત પ્રયત્નો અને વિદ્યાર્થીઓના સ્નાતક તરીકેના ઔપચારિક પરિવર્તનનું ઉત્સવ હતો, તેમજ મૂલ્યઆધારિત શિક્ષણ અને નેતૃત્વ પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ હતો. આ ભાવનાને અનુરૂપ, સમારોહને શ્રીવલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પુજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયશ્રી, સ્થાપક – પ્રથમ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય સંસ્થા (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન – VYO) તથા શ્રી વલ્લભાચાર્યજી પીઠ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ,ના આશીર્વાદ અને માર્ગદર્શનથી વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું. તેમની ઉપસ્થિતિએ દીક્ષાંત સમારોહને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊંડાણ આપ્યું. પરંપરા, શિસ્ત અને નૈતિક જીવન આધારિત તેમના વિચારો દ્વારા તેમણે સ્નાતક વિદ્યાર્થીઓને જીવનના નવા અધ્યાય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. આ દીક્ષાંત સમારોહમાં શ્રી નિલેશ…
















