રાજ્યમાં ડ્રગ્સ પકડવા મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો હતો.બે દિવસની સફળ કોન્ફરન્સ માટે સૌ પોલીસ અધિકારીઓને અભિનંદન આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી સુરક્ષિત કરવા માટેનો આ જંગ છે. આપણી ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં કોઈપણ બાંધછોડ કરવાની નથી.ગુજરાત પોલીસ આ ડ્રગ્સ સામેના જંગમાં સખ્તાઈ -કડકાઈથી કામ લઈ રહી છે તે માટે પોલીસ અધિકારીથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મયોગીને ખૂબ ખૂબ અભિનંદન.

તેમણે કહ્યું હતું કે, આ બે દિવસની કોન્ફરન્સમાં જિલ્લાના એસપી અને પોલીસ કમિશનરે જે સંશોધનાત્મક
પ્રેઝન્ટેશન રજૂ કર્યા છે તેમાં ખૂબ સારા નવા વિષયો સાંકળી લઈને સંસ્થાકીય પ્રયાસો કરવામાં આવ્યા છે,આ ટીમ વર્ક દ્વારા જ શક્ય બને છે. આ પ્રયાસો આગામી સમયમાં અન્ય જિલ્લા અને શહેરોના નાગરિકોના હિતમાં ખૂબ મદદરૂપ થશે. આમાં નવીન ટેકનોલોજી અને નવીન અભિગમ દર્શાવવામાં આવ્યો છે તે આગામી સમયમાં પોલીસ તંત્રને નવી દિશા આપશે.આ બે દિવસના વિવિધ સત્રમાં થયેલી ચર્ચા અને નવા સૂચનોનો આગામી સમયમાં અમલ કરવામાં આવશે.

નાગરિકોનો વિશ્વાસ તૂટવો જોઈએ નહીં
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યના છેવાડાના નાના અને ગરીબો, મહિલાઓ- માતાઓ, વૃદ્ધો તેમજ અટવાયેલા સૌ નાગરિકોનો આપ એટલે કે ગુજરાત પોલીસ જ આધાર છે,આ તેમનો વિશ્વાસ તૂટવો જોઈએ નહીં. તેમની કોઈપણ ફરિયાદને તમે ગંભીરતાથી સાંભળશો તો તેની ઉપર જલ્દી અસરકારક કામ થશે. નાગરિકોને સરળતાથી મળવાથી પણ તેમની ઘણી સમસ્યાઓનો હલ આવતો હોય છે. હાલ કરતાં પણ વધુ સક્રિય રીતે સામાન્ય નાગરિકને સરળતાથી મળવાનું રાખશો તો નીચેની માહિતી પણ તમને ખૂબ ઝડપી અને સચોટ રીતે મળતી થશે જે તમને કાયદો અને વ્યવસ્થા માટે મદદરૂપ થશે. જ્યારે જિલ્લા અને શહેરના પોલીસ વડા તરીકે તમે બેઠક કરતા હોય ત્યારે છેક નીચેના કર્મચારી પણ તમને દિલથી સાચું છે તે કહેવાની હિંમત કરે ત્યારે જ એકબીજા વચ્ચે આત્મીયતા જળવાશે અને પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવશે. આપણે કર્મચારીને તેની રેન્કના આધારે નહીં પણ તેના અનુભવના આધારે મૂલવવો જોઈએ. તેમની સારી આવડત – સ્કીલને હંમેશા બિરદાવી જોઈએ. ટીમ લીડર તરીકે આપણે હંમેશા તમામ કર્મચારીની સાથે રહેવું જોઈએ તો જ તેને કામ કરવાનો આનંદ- જુસ્સો આવશે.

ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસની કાર્યવાહી
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ અમદાવાદ અને સુરત પોલીસ કમિશનરને ડ્રગ્સ સામેની સારી કામગીરી કરવા બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે, તાજેતરમાં સુરતમાં હાઇબ્રીડ ગાંજો પકડીને પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વર્ષ 2022 કરતાં ડ્રગ્સ સામેના કેસમાં મોટો વધારો આવ્યો છે જે આપણા સૌની સારી કામગીરી દર્શાવે છે. ડ્રગ્સ માફિયા સામે માનવતાની રીતે નહીં પણ કડકાઇથી કામ લેવાનું ચાલુ રાખવાનું છે. ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહે છે તે બદલ નાયબ મુખ્યમંત્રીએ સૌને અભિનંદન આપીને બિરદાવ્યા હતા

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સમાપન સમારોહમાં કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં આયોજિત આ ઐતિહાસિક બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ ગુજરાત પોલીસમાં ખૂબ મોટો વધુ હકારાત્મક બદલાવ લાવશે. કોન્ફરન્સમાં વિવિધ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાએ પોતાના એકમમાં અમલી બેસ્ટ પ્રેક્ટિસીસના પ્રેઝન્ટેશન રજૂ કરી રાજ્યની સુરક્ષા અને સલામતી માટે નવી દિશા આપી છે. આ બેસ્ટ પ્રેક્ટિસીસમાં સંવાદની સાથે કાયદો અને વ્યવસ્થા, ક્રાઈમ, ટેકનોલોજી, વેલફેર તેમજ વહીવટી સહિત તમામ સર્વગ્રાહી વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.

આમાં તમામ સારી બાબતોનો પોતાના એકમ અને જિલ્લામાં અમલ કરવા વિકાસ સહાયે સૌ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. ભવિષ્ય માટે ઉપયોગી તેમજ માહિતીસભર પ્રેઝન્ટેશન તૈયાર કરનાર તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સહાયે બિરદાવીને આ કોન્ફરન્સમાં સહભાગી થવા સૌને અભિનંદન પણ પાઠવ્યા હતા.

ગુજરાત પોલીસમાં વર્ષ 2022, 2023 અને 2024 દરમિયાન વિશેષ કામગીરી બદલ રાજ્યના કુલ 36 ઉચ્ચ પોલીસ અધિકારીઓની પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ માટે પસંદગી કરવામાં આવી છે. જેના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગાંધીનગર ખાતે ઉપસ્થિત કુલ 31 ઉચ્ચ પોલીસ અધિકારીઓને પદક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વર્ષ 2022, 2023 અને 2024માં કુલ 18માંથી ઉપસ્થિત 15 ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલેન્સ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૩ માટે કુલ 18 માંથી 16 ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘યુનિયન હોમ મિનિસ્ટર્સ સ્પેશીયલ ઓપરેશન એવોર્ડ’ એનાયત કરાયા હતા. આ ઉપરાંત એક મહિલા પોલીસ અધિકારીને ‘જીવન રક્ષા પદક-2024’ આપીને સન્માનિત કરાયા હતા જે સમગ્ર પોલીસ પરિવાર માટે સન્માનનીય ક્ષણ છે.

આ સમાપન સમારોહ સીઆઈડી ક્રાઈમ ડીજીપી ડૉ.કે.એલ.એન રાવ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, ડૉ. નીરજા ગોટરું સહિતના ડીજીપી રેન્કના અધિકારીઓ ઉપરાંત એડીજીપી, આઇજીપી, ડીઆઇજી તથા એસ.પી રેન્કના આઇપીએસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

    હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

    BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

    BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…