સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે 47.98 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે 33.49 કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે 74.62 કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે 39.68 કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે 5.74 કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને 1.34 કરોડના ખર્ચે SRP ગ્રુપ-2 ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં…

ગુજરાતમાં 20 એપ્રિલથી વસતિ ગણતરીની હાઉસલિસ્ટિંગ પ્રક્રિયા શરૂ, 33 સવાલો દ્વારા માહિતી એકત્રિત થશે

દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી–2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સમગ્ર દેશમાં 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસલિસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુજરાત માટે વિશેષ સમયગાળો ગુજરાત રાજ્યમાં હાઉસલિસ્ટિંગ ઓપરેશન માટે અલગ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યમાં 20 એપ્રિલ 2026થી 19 મે 2026 સુધી આ પ્રક્રિયા અમલમાં રહેશે. આ દરમિયાન દરેક મકાન, રહેણાંક એકમ અને ઘરો અંગેની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવશે. હાઉસલિસ્ટિંગ દરમિયાન કુલ 33 સવાલો પૂછવામાં આવશે. નાગરિકોને સ્વ-ગણતરીની સુવિધા હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલાં **15 દિવસ માટે Self Enumeration (સ્વ-ગણતરી)**ની સુવિધા આપવામાં આવશે. આ પ્રક્રિયામાં નાગરિકો પોતાની માહિતી જાતે જ નોંધાવી શકશે. આ અંગેની સત્તાવાર સૂચના ગુજરાત…

T-20 વર્લ્ડ કપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માંગણીઓ સ્વીકારવાનો કર્યો ઇનકાર

ભારત-પાકિસ્તાન વચ્ચેની T-20 વર્લ્ડ કપ 2026ની મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ICCના નિર્ણય મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપમાં મેચ રમાશે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા રજૂ કરાયેલી અનેક માંગણીઓને ફગાવી દેવામાં આવી છે. બાંગ્લાદેશને કોઈ દંડ નહીં ICCએ સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર મામલે બાંગ્લાદેશને કોઈપણ પ્રકારનો દંડ કરવામાં આવશે નહીં. ભલે બાંગ્લાદેશ વર્તમાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હોય, તેમ છતાં તેને ICCની આવકમાંથી મળતો હિસ્સો યથાવત રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય ICCએ સ્વતંત્ર રીતે લીધો છે અને તેમાં કોઈપણ ક્રિકેટ બોર્ડનું દબાણ નથી. પાકિસ્તાનને વધુ એક ફટકો ભારત-પાકિસ્તાન મેચને લઈને પાકિસ્તાનને ICC તરફથી વધુ એક મોટો ઝટકો…

એપ્સ્ટેઇન ફાઇલ્સમાં પુતિનની એન્ટ્રી ! રશિયન રાષ્ટ્રપતિનું નામ દેખાયું આટલી વખત

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી જેફરી એપ્સ્ટેઇન ફાઇલોએ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ લાખો પાનાના દસ્તાવેજોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નામ ઓછામાં ઓછું 1,005 વખત દેખાય છે. રિપોર્ટ અનુસાર, મોટાભાગના સંદર્ભો ન્યૂઝ ક્લિપિંગ્સ અથવા એપ્સ્ટેઇનને મોકલવામાં આવેલા અહેવાલો સાથે સંબંધિત છે, પરંતુ કેટલાક ઇમેઇલ્સમાં એપ્સ્ટેઇન દ્વારા પુતિન સાથે મુલાકાત ગોઠવવાના વારંવાર પ્રયાસોની વિગતો આપવામાં આવી છે. જો કે, આ ફાઇલોમાં એવું કંઈ સાબિત થતું નથી કે બંને ખરેખર ક્યારેય મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, એપ્સટાઇને રશિયન અધિકારીઓ, ભૂતપૂર્વ રાજદૂતો અને FSB સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ખુલાસાથી હનીટ્રેપ અને જાસૂસીની અટકળોને વેગ મળ્યો છે. રિપોર્ટ બાદ, પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે તપાસની જાહેરાત કરી, તેને રશિયન ગુપ્તચર એજન્સીઓ સાથે…

કેન્દ્રીય બજેટ 2026-27 મામલે સુરત ખાતે સ્મૃતિ ઈરાનીએ યોજી પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું

દિલ્હી ખાતે સંસદમાં બજેટ સત્રમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બજેટમાં ટેક્સટાઇલ પાર્કની જોગવાઈ અને નેશનલ ટેક્નિકલ ટેક્સટાઇલ મિશન તેમજ EU અને US સાથેની ટ્રેડ ડીલ થી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ગતિ મળશે બજેટ અંગે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્તવ્ય પરાયણતાના પથ પર ચાલી દુરંદેશી અને સંકલ્પિત નેતૃત્વ થકી દેશના સામર્થ્યને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. આ બજેટના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રગતિશીલ ભારત થી વિકસિત ભારતના નિર્માણની જે દિશા દર્શાવી છે તેને દેશના નાગરિકોએ વ્યાપક સ્વીકાર અને સમર્થન આપ્યું છે. મેન્યુંફેકચરિંગ, MSME, બાયોફાર્મા અને ક્રિએટીવ ઇકોનોમિ માટે કરવામાં આવેલી જોગવાઇઓને વ્યાપક સમર્થન…

ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓમાં વધારાની ચર્ચા ફરી શરૂ, જાણો વિગત

રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોને મળતી સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર પ્રક્રિયા શરૂ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હાલ પહેલેથી જ ઓછા ખર્ચે વિવિધ હાઈફાઈ સુવિધાઓનો લાભ લેતા ધારાસભ્યોને વધુ સસ્તી અને વધારાની સુવિધાઓ આપવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી સામે આવી છે, જેનાથી રાજ્યની જનતા પર વધારાનો આર્થિક બોજ પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિધાનસભામાં ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે તથા હવાઈ મુસાફરી માટે મળતા ભથ્થાંમાં વધારો કરવાની સંભાવનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે ધારાસભ્યોના કાર્યાલય ખર્ચ તેમજ મતવિસ્તાર વિકાસ માટે મળતા ભથ્થાં વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. સમિતિ દ્વારા…

રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન, Starlink સાથે કર્યા LoI

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી Starlink સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે. આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન છે.…

ગ્લુકોમા | Glaucoma | GUJARATI NEWS BULETIN

ગ્લુકોમાએ આંખની એક ગંભીર બીમારી આંખનું દબાણ અને ઓપ્ટિક નર્વનું નુકસાન સમયે પગલાં લીધા વિના આંખની દ્રષ્ટિ ગુમાવી શકાય ગ્લુકોમામાં દવાઓ, લેસર અને સર્જરીના વિકલ્પ 40+ વયના લોકોને નિયમિત આંખ ચેકઅપ ફરજિયાત વારસાગત જોખમ ધરાવતાં દર્દીઓ માટે વિશેષ ધ્યાન આંખમાં નુકસાન પહેલાં લક્ષણો ઓળખો વારસાગત અને જોખમગ્રસ્ત દર્દીઓ માટે તકેદારી નિયમિત આંખ ચેકઅપ જરૂરી જીવનશૈલી ફેરફારોથી જોખમ ઘટાડો આંખની સલામતી માટે ઝડપી પગલાં મહત્વપૂર્ણ સમયસર સારવારથી દ્રષ્ટિ બચાવો જાગૃત રહો આંખને સુરક્ષિત રાખો   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

શરદ પવારની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારને પુણેની રૂબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ગળામાં ચેપ અને તાવની ફરિયાદ હતી, અને ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે. પવાર શરૂઆતમાં બારામતીમાં હતા અને ત્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તેમની સ્થિતિમાં સંપૂર્ણપણે સુધારો થયો નહીં, ત્યારે તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. શરદ પવારની પુત્રી અને NCP (SP) સાંસદ સુપ્રિયા સુલે અને જમાઈ સદાનંદ સુલે હોસ્પિટલમાં હાજર છે. શરદ પવાર તેમના ભત્રીજા અજિત પવારના મૃત્યુ પછી તાજેતરના દિવસોમાં જાહેર કાર્યક્રમોમાં સક્રિય રીતે સામેલ થયા છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર પડી હોવાનું માનવામાં આવે છે. હાલમાં ડોક્ટરો તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. શરદ પવાર…

રિંકુ સિંહના લગ્ન અંગે મોટા સમાચાર, IPL 2026 બાદ…

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ ટૂંક સમયમાં મેદાનની બહાર એક નવી સફર શરૂ કરશે. ઉત્તર પ્રદેશના જૌનપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે તેમના લગ્ન હવે જૂન 2026 માં થવાના છે. તેમના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શેડ્યૂલને કારણે શરૂઆતમાં લગ્નની તારીખ ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ પરિવારે હવે જૂન તારીખ નક્કી કરી છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, રિંકુ સિંહને વધુ સમય મળે તે માટે ક્રિકેટ સીઝન સમાપ્ત થયા પછી લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રિંકુ સિંહ અને સાંસદ  પ્રિયા સરોજની સગાઈ ગત વર્ષ  8 જૂનના રોજ લખનૌમાં થઈ હતી. રાજકીય અને રમત જગતની અગ્રણી હસ્તીઓની હાજરીને કારણે આ કાર્યક્રમ હેડલાઇન્સમાં રહ્યો હતો. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા…