રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન, Starlink સાથે કર્યા LoI

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી Starlink સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે. આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન છે. નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાયબલ ડિસ્ટ્રીક્ટમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ કદમ બનશે. અને આ જિલ્લાઓમાં પોલીસ આઉટપોસ્ટ્સ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો, વન્યજીવ મોનિટરિંગ અને કૃષિ સંશોધન કેન્દ્રો માટે મજબૂત કનેક્ટિવિટી દ્વારા સિક્યુરિટી અને સ્ટેબિલિટી વધવા સાથે રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી પણ આ LoIનું અમલીકરણ થવાથી સુનિશ્ચિત થશે.

જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરાશે
આ પહેલ અંતર્ગત રાજ્યની શાળાઓમાં શિક્ષણ માટે સ્માર્ટ કનેક્ટિવિટી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં (PHC)આરોગ્ય સુખાકારીની સેવાઓ અને ટેલિ-મેડિસિન સુવિધાઓ સરળતાએ અને ઝડપથી ઉપલબ્દ્ધ થશે. સાથોસાથ વિવિધ સરકારી એજન્સીઓ, વિભાગો, શાળાઓ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના કેપેસિટી બિલ્ડીંગ માટેના સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું ભવિષ્યમાં આયોજન કરાશે. રાજયમાં સીમલેસ અને ઇઝી કનેક્ટિવિટીની જરૂરિયાતોના સંદર્ભમાં આ LOIના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને Starlinkના પ્રતિનિધિઓની જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ LoI એક્સચેન્જ સેરેમની યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને Starlink વતી Starlink ઇન્ડિયાના હેડ પ્રભાકર જયકુમારે આ LoIની પરસ્પર આપ-લે કરી હતી.આ સંયુક્ત પ્રોજેક્ટનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે અને ઇ-ગવર્નન્સની પ્રગતિને વધુ ગતિ આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. રાજ્યની જી.આઈ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, હાઈવે સેફટી સિસ્ટમ્સ, મેરિટાઈમ-પોર્ટ કનેક્ટિવિટી તેમજ કોસ્ટલ પોલિસ ઓપરેશનમાં પણ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના વિષયો આ LOIમાં આવરી લેવાયા છે.

ગુજરાત સરકાર અને એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી Starlink વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઈન્ટેન્ટ એક્સચેન્જ સેરેમનીમાં મુખ્યસચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મતિ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગના સચિવ પી. ભારતી, મુખ્યમંત્રીના સચિવ ડૉ. અજય કુમાર અને રાજ્ય સરકાર તથા Starlinkના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…