મૃગી કુંડમાં સ્નાન મુદ્દે કિર્તી પટેલનો વિવાદ: સાધુ-સંતોમાં રોષ, તંત્રની દખલ

જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગી કુંડમાં સ્નાન કરવા આવેલા વિવાદિત નામ કિર્તી પટેલને લઈ સાધુ-સંતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સાધુઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કયા અખાડાએ કિર્તી પટેલને પવિત્ર મૃગી કુંડમાં સ્નાન માટે આમંત્રણ આપ્યું? તેમનો આક્ષેપ છે કે કિર્તી પટેલ લાંબા સમય સુધી કુંડમાં સ્નાન કરતી રહી અને રવેડીમાં પણ ફરી હતી. વિરોધ વધતા તંત્રએ કિર્તી પટેલને સ્થળ પરથી દૂર કરી હતી. “શું હું સનાતની નથી?” – કિર્તી પટેલનો પ્રતિકાર સાધુ-સંતોના વિરોધ વચ્ચે કિર્તી પટેલે પ્રશ્ન ઉઠાવ્યો કે, “શું હું સનાતની નથી?” મૃગી કુંડમાં સ્નાન બાદ કિર્તી પટેલ દ્વારા રૂઆબભર્યું વર્તન કરાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સાધુઓએ નફ્ફટાઇભર્યા વર્તનની ફરિયાદ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કિર્તી પટેલે ટીઆરપી માટે…

ગુજરાતમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ, છતાં ઉત્તર-પૂર્વના ગરમ પવનોનો પ્રભાવ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ગરમ પવનોને કારણે શિયાળાની તીવ્રતા અનુભવાતી નથી. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન મુજબ કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 14.4 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, પોરબંદરમાં 15.2 ડિગ્રી, અમદાવાદમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી અને કંડલામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ છતાં, આ આંકડા સામાન્ય શિયાળાની સરખામણીએ ઊંચા ગણાય છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં કડક ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલય વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય રહ્યા નથી. જ્યારે હિમાલયમાં ભારે…

મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ, 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રિના પાવન અવસરે ભવનાથ ખાતે યોજાયેલ ભવ્ય મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ છે. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળો સંપન્ન થયો. કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન શિવ સાધુ સ્વરૂપે અહીં હાજરી આપે છે. આ માન્યતાને પગલે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અંદાજે 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી હતી. રવેડીમાં નાગા સાધુઓના અવનવા કરતબ મહાશિવરાત્રિની રાત્રે ભવનાથમાં ભવ્ય રવેડી નીકળી હતી. વિવિધ અખાડાના નાગા સાધુઓ રવેડીમાં સામેલ થયા હતા. હર હર મહાદેવના ગગનભેદી નાદ વચ્ચે નાગા સાધુઓએ અવનવા કરતબ રજૂ કર્યા હતા. રસ્તાની બંને બાજુ બપોરથી જ ભાવિકો ગોઠવાઈ ગયા હતા અને સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિદેશી…

મહાશિવરાત્રિ 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન અને આરતી સાથે નાગરિકોના સુખાકારી માટે પ્રાર્થના કરી

મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા સૌ પ્રથમ સોમનાથ મંદિરના પંડિતોએ વૈદિક શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી. મંદિર પરિસર ખાતે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીને બૂકેથી આવકાર્યા હતાં. આ વેળાએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર,…

કેન્દ્રીય મંત્રી અમિત શાહ અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યોના સહકારી મંત્રીઓની ‘મંથન બેઠક’ યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત, પારદર્શક તથા આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આગામી તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીશ્રીઓની એક ઉચ્ચ સ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. સહકાર મંત્રાલયની મુખ્ય પહેલોની વ્યાપક સમીક્ષા, અત્યાર સુધી થયેલી પ્રગતિનું મૂલ્યાંકન, સહકાર ક્ષેત્રે વિવિધ રાજ્યો દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવોના આદાન-પ્રદાન ઉપરાંત ભવિષ્ય માટે સંકલિત રોડમેપ તૈયાર કરવા માટે આ મંથન બેઠક એક સુયોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.…

ઈશાન કિશને યુવરાજ સિંહનો વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો!, બનાવ્યા 5 મોટાં રેકોર્ડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા હાઇ-વોલ્ટેજ ટી20 મુકાબલામાં ઈશાન કિશનું ધડાકેદાર બેટિંગ આપણા સૌને આશ્ચર્યચકિત કરી દીધું છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ઉપલબ્ધ તકનો લાભ ઉઠાવતાં કિશને ફક્ત 27 બોલમાં અર્ધશતક કરી ટીમને શાનદાર શરૂઆત આપી. આખરે તેણે 40 બોલમાં 77 રન બનાવ્યા જેમાંથી 10 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા શામેલ હતા. ભારતીય ટીમને મજબૂત સ્થિતિ આપવામાં કિશનો અલગ જ ફાળો રહ્યો. ઈશાન કિશને બનાવેલા 5 મહત્ત્વના રેકોર્ડ્સ 1. યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો ભારત-પાકિસ્તાન ટી20 મેચમાં કિશને ત્રીજો સૌથી ઝડપી અર્ધશતક 27 બોલમાં રેકોર્ડ કર્યો છે, જે અગાઉ યુવરાજ સિંહનો 29 બોલનો રેકોર્ડ હતો. 2. પાવરપ્લે રેકોર્ડ બદલાયો પાકિસ્તાન સામે પાવરપ્લે દરમિયાન સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે ઇશ્વાન કિશના નામે છે. તેણે પાવરપ્લેમાં 42 રન…

IND vs PAK: કોલંબોમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, બોલરોએ પાકિસ્તાનનાં સૂપડા સાફ કર્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મહત્ત્વના ટી20 વર્લ્ડ કપ મુકાબલામાં ભારતીય ટીમે બ્લોકબસ્ટર પ્રદર્શન કર્યા છે. કોલંબો ખાતે થયેલી આ ટક્કર ભારત માટે ઐતિહાસિક જીતમાં ફેરવાઈ, જેમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાને મોટી હાર આપી હતી અને ક્રિકેટ જગતમાં ફરીથી પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે. ભારતના બોલિંગ યુનિટે સ્ટ્રોન્ગ પ્રદર્શન આપ્યું અને પાકિસ્તાની બેટ્સમેનને નિરાશ કર્યા હતા. નિર્ધારિત 20 ઓવરમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 175 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટોપ ઓર્ડરે સંયમપૂર્વક શરૂઆત કરી હતી અને મધ્યક્રમે ઝડપી રનઓмек દ્વારા સ્કોરને સારૂ રીતે આગળ વધાર્યું. હાર્દિક, અક્ષર અને બુમરાહે કર્યું ધ્રુજિંગ પ્રદર્શન વિશેષપણે, ભારતીય બોલિંગ દળે પાકિસ્તાનની હાથે હાથે દબદબો સાચવ્યો અને કોઈ પણ સમયે તેમને મુકાબલો પલટવા કોઈ તક જ ન આપી. ભારતીય બૂલરોમાં ખાસ કરીને…

જમ્મુ અને કાશ્મીરમાં ડિજિટલ હવાલા રેકેટનો પર્દાફાશ, 8,000 એકાઉન્ટ ફ્રીઝ કરાયા

સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં એક વ્યાપક ડિજિટલ હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં 8,000 થી વધુ બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સાઇબર છેતરપિંડી અને અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે થતો હોવાનું શંકા છે. મ્યુલ એકાઉન્ટ અને ખાતાધારકો મ્યુલ એકાઉન્ટ એ સામાન્ય લોકોના નામે ખોલાયેલા બેંક એકાઉન્ટ્સ છે, જેમનો ઉપયોગ છેતરપિંડી કરનારાઓ પૈસા ટ્રાન્સફર કરવા માટે કરે છે. ઘણા ખાતા શેલ કંપનીઓના નામે ખોલવામાં આવ્યા છે અને દરરોજ ₹40 લાખ સુધીના વ્યવહાર કરવા માટે વપરાય છે. ખાતાધારકો સીધા છેતરપિંડી કરતા ન હોવા છતાં, તેઓ મની લauન્ડરિંગમાં સામેલ ગણાય છે, કેમ કે આ એકાઉન્ટ્સ નેટવર્ક માટે મહત્વપૂર્ણ છે. “મ્યુલર્સ” વિશે મ્યુલર્સ મધ્યસ્થીઓ છે, જે આ ખાતાઓને ભાડે રાખે છે અને વ્યવહાર સંચાલિત કરે છે. તેઓ છેતરપિંડી…

કર્ણાટકમાં ભયંકર અકસ્માત: બેંગલુરુ તરફ જતી કારની KSRTC બસ સાથે ટક્કર, 5નાં મોત

કર્ણાટકના નેલમંગલા વિસ્તારમાં શનિવારે મધરાત્રિએ કાર અને KSRTC બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બેંગલુરુ તરફ જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ સામેની લેનમાં ઘૂસી ગઈ, જ્યાં સામેથી આવતી બસ સાથે જોરદાર ટક્કર થઈ. ઘટનાસ્થળે જ ચાર યુવાનોના મોત નિપજ્યા, જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું. મૃતકોની ઉંમર 17 થી 22 વર્ષની વચ્ચે હતી અને તેઓ ડોડ્ડાબલ્લાપુરાના રહેવાસી મિત્રો હતા. બસમાં સવાર તમામ 43 મુસાફરો સુરક્ષિત રહ્યા અને તેમને બીજી બસ મારફતે આગળ મોકલવામાં આવ્યા. કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હોવાથી વધુ ઝડપ અને નિયંત્રણ ગુમાવવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મદનાયકનાહલ્લી પોલીસ સ્ટેશનએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોડિયા પોલીસ કમિશનર કાર્તિક રેડ્ડીએ જણાવ્યું કે નશાની સ્થિતિ અંગે તપાસ માટે લોહીના નમૂનાઓ લેબમાં…

Junagadh : CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા મહાશિવરાત્રીના મેળામાં, શ્રદ્ધાભાવ સાથે કરી પૂજા અર્ચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રી ની સાથે ઉર્જા રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન – પૂજામાં જોડાયા હતાં. મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું. સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રી એ સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાના પણ દર્શન કર્યા હતા ત્યારબાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. સાધુ સંતો સાથે મુલાકાત કરી મુખ્યમંત્રીએ આસ્થાના…