મૃગી કુંડમાં સ્નાન મુદ્દે કિર્તી પટેલનો વિવાદ: સાધુ-સંતોમાં રોષ, તંત્રની દખલ

જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગી કુંડમાં સ્નાન કરવા આવેલા વિવાદિત નામ કિર્તી પટેલને લઈ સાધુ-સંતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સાધુઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કયા અખાડાએ કિર્તી પટેલને પવિત્ર મૃગી કુંડમાં સ્નાન માટે આમંત્રણ આપ્યું? તેમનો આક્ષેપ છે કે કિર્તી પટેલ લાંબા સમય સુધી કુંડમાં સ્નાન કરતી રહી અને રવેડીમાં પણ ફરી હતી. વિરોધ વધતા તંત્રએ કિર્તી પટેલને સ્થળ પરથી દૂર કરી હતી.

“શું હું સનાતની નથી?” – કિર્તી પટેલનો પ્રતિકાર
સાધુ-સંતોના વિરોધ વચ્ચે કિર્તી પટેલે પ્રશ્ન ઉઠાવ્યો કે, “શું હું સનાતની નથી?” મૃગી કુંડમાં સ્નાન બાદ કિર્તી પટેલ દ્વારા રૂઆબભર્યું વર્તન કરાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સાધુઓએ નફ્ફટાઇભર્યા વર્તનની ફરિયાદ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કિર્તી પટેલે ટીઆરપી માટે મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

નાયબ કલેકટર અને મહંતનું નિવેદન
કિર્તી પટેલના સ્નાન મુદ્દે નાયબ કલેકટરે જણાવ્યું કે સાધુ-સંતોમાં નારાજગી હતી અને જો ધાર્મિક લાગણીઓ દુભાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ખાખી મઢીના મહંત સુખરામદાસે જણાવ્યું કે કેટલાક સાંસારિક લોકોએ મૃગી કુંડની પવિત્રતા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિવાદ વધતા તંત્રએ કિર્તી પટેલને દૂર કરી હતી, જેના માટે તેમણે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહાશિવરાત્રી મેળામાં રેકોર્ડબ્રેક ભીડ
આ વર્ષે મહાશિવરાત્રીના અવસરે યોજાયેલા ભવનાથ મેળામાં રેકોર્ડબ્રેક ભીડ નોંધાઈ છે. રાજ્ય સરકારે મીની કુંભ સમાન આયોજન સાથે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.

તંત્રના આંકલન મુજબ પાંચ દિવસમાં 24 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા હતા. પ્રથમ ત્રણ દિવસમાં 9થી 10 લાખ લોકો પહોંચ્યા હતા, જ્યારે ચોથા દિવસે અંદાજે 7થી 8 લાખ ભાવિકો હાજર રહ્યા હતા. અંતિમ દિવસે, મહાશિવરાત્રીના પવિત્ર પ્રસંગે વધુ 7 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

15 વર્ષના Vaibhav Suryavanshiએ દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ, Sensational Record

15 વર્ષના Vaibhav Suryavanshiએ દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ, કેપ્ટન બનતાની સાથે જ સફળ DRSથી જીત્યો દિલ નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભા તરીકે ઝડપથી પોતાની ઓળખ બનાવી રહેલા Vaibhav Suryavanshiએ માત્ર 15 વર્ષની ઉંમરે દુલીપ ટ્રોફીમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. 30 ઓગસ્ટ 2026ના રોજ સેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોનના નિયમિત કેપ્ટન ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયા બાદ વૈભવને ટીમની કમાન સોંપવામાં આવી હતી. કેપ્ટન તરીકે મળેલી પહેલી જ તકમાં તેણે શાનદાર નિર્ણયશક્તિનો પરિચય આપ્યો અને તેનો પ્રથમ DRS નિર્ણય પણ સાચો સાબિત થયો.વૈભવની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કે તે હજુ માત્ર 15 વર્ષનો છે અને સિનિયર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેનો અનુભવ પણ મર્યાદિત છે. તેમ છતાં, દબાણભરી પરિસ્થિતિમાં ટીમનું નેતૃત્વ કરવું અને મહત્વપૂર્ણ…

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? Golden Gift

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? ₹21,000ની બેઝ લિમિટની માંગથી દિવાળી પહેલાં ચર્ચા તેજ નવી દિલ્હી: Central કર્મચારીઓના બોનસને લઈને મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. Central શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 ઓગસ્ટ 2026ના રોજ નવા વેજ કોડ હેઠળ બોનસ સંબંધિત નિયમોને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદ કર્મચારી સંગઠનો તરફથી બોનસની ગણતરી માટેની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને Bonus Payable Ceiling ₹7,000થી વધારીને ₹21,000 કરવાની માંગને કારણે આગામી દશેરા અને દિવાળી પહેલાં કર્મચારીઓમાં ચર્ચા તેજ બની છે. જો સરકાર કર્મચારી સંગઠનોની આ માંગ સ્વીકારીને સત્તાવાર આદેશ જાહેર કરે, તો બોનસની ગણતરી માટેની મર્યાદામાં મોટો ફેરફાર થઈ શકે છે. જોકે, મહત્વની બાબત એ છે કે ₹21,000ના આધારે ત્રણ ગણો બોનસ મળવાની વાત…