ગુજરાતનું વિક્રમી બજેટ | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

ગુજરાતનું 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ જાહેર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી કનુ દેસાઈનો પાંચમો સતત વિક્રમ રૂ. 4.08 લાખ કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર ઓલિમ્પિક રેડી અમદાવાદ, રમતગમત માટે વિશાળ જોગવાઈ વાજબી ભાવ દુકાન સંચાલકોના કમિશનમાં વધારો અન્ન પુરવઠા વિભાગ માટે 2856 કરોડની જોગવાઈ રમતગમત, યુવા, સાંસ્કૃતિક વિભાગ માટે 2006 કરોડ પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 226 કરોડની જોગવાઈ માર્ગ અને મકાન વિભાગ માટે 29,709 કરોડની જોગવાઈ 500 AC બસ સહિત નવી 2463 બસ મૂકવાની જાહેરાત બજેટમાં રાજ્ય સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત કાયદો વ્યવસ્થાને મજબૂત કરવા બજેટમાં સરકારની જાહેરાત બજેટને ધી સંઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ આવકાર્યું મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7690 કરોડનું બજેટ 16 નવી સરકારી કોલેજો શરૂ કરવાની કરાઈ જાહેરાત…

રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો અચાનક સમાપ્ત થતાં ઝેલેન્સકી ટ્રમ્પ પર થયા ગુસ્સે ! જાણો શું થયું

બુધવારે સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા અચાનક સમાપ્ત થઈ ગઈ. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયા સાથેની શાંતિ મંત્રણાને અત્યંત મુશ્કેલ અને તંગ ગણાવી, પુતિન અને યુએસ પ્રમુખ ટ્રમ્પની ટીકા કરી. ઝેલેન્સકીએ રશિયા પર ચાર વર્ષ જૂના યુદ્ધને સમાપ્ત કરવા માટે કરાર પર પહોંચવાની પ્રક્રિયાને જાણી જોઈને લંબાવવાનો આરોપ લગાવ્યો. હકીકતમાં, યુએસ મધ્યસ્થી હેઠળ સ્વિટ્ઝર્લૅન્ડમાં આ વાટાઘાટો ચાલી રહી છે, યુએસ પ્રમુખ ટ્રમ્પે તાજેતરના દિવસોમાં બે વાર કહ્યું છે કે યુક્રેન અને ઝેલેન્સકીએ વાટાઘાટો સફળ થાય તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા જોઈએ. ઝેલેન્સકીએ હવે કહ્યું છે કે રશિયા સાથેની તાજેતરની મુલાકાત ખરેખર મુશ્કેલ હતી, અને રશિયા એવી વાટાઘાટોને વિલંબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જે તેમના અંતિમ તબક્કામાં પહોંચી શકે છે. ઝેલેન્સકીના નિવેદનના…

ઓપરેશન સિંદૂર પર આવી રહી છે ફિલ્મ? જાણો કોણે શરૂ કરી તૈયારી

ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને ભારતીય સેનાના બહાદુર સૈનિકોએ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ, અનેક પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સદીઓ સુધી આ હુમલાને ભૂલી શકશે નહીં. હવે, ઓપરેશન સિંદૂરની આખી સ્ટોરી ટૂંક સમયમાં એક ફિલ્મનું સ્વરૂપ લઈ શકે છે. ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ આ માટે તૈયારી કરી લીધી છે. ડિરેક્ટર વિવેકે નિર્માતા ભૂષણ કુમાર સાથે મળીને તેનું આયોજન કર્યું છે. પિંકવિલાના એક અહેવાલ મુજબ, ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા ભૂષણ કુમાર ઓપરેશન સિંદૂર પર એક ફિલ્મ બનાવી રહ્યા છે. ગયા વર્ષે, 7 મે, 2025 ના રોજ, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ભારતે પાકિસ્તાન-ભારત સરહદ નજીક આતંકવાદી ઠેકાણાઓને…

ગુજરાત બજેટ 2026-27 | GUJARAT STATE BUDGET 2026 | GUJARATI NEWS BULETIN

નરેન્દ્ર મોદીએ જનસેવક તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યા ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપ્યાનો ઉલ્લેખ ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ અભિનંદન વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત@2047 તરફ રાજ્ય આગળ GST સુધારાથી સામાન્ય નાગરિકની ખરીદ શક્તિમાં વધારો શ્રમ અધિનિયમ સુધારાથી કામદારોને સામાજિક સુરક્ષા અને રોજગારીમાં વધારો કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળ્યાનો ઉલ્લેખ ગુજરાત@2035 રોડમેપ સાથે વિકાસ યાત્રાને વેગ GARC દ્વારા વહીવટી સુધારા માટે 6 અહેવાલ રજૂ ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ નિમિત્તે રૂ.2 લાખ કરોડના વિકાસ કાર્યોની જાહેરાત પીએમ-જનમન હેઠળ ગુજરાત “બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય” તરીકે સન્માનિત 2003થી શરૂ થયેલ વાઇબ્રન્ટ સમિતિથી રાજ્યની આર્થિક પ્રગતિને ગતિ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે અનેક મહત્વપૂર્ણ નીતિઓ જાહેર ગુજરાત સ્પેસટેક, ઇલેક્ટ્રોનિક્સ…

Budget 2026: ફક્ત એક ક્લિકમાં જાણો બજેટની તમામ અપડેટ

આજે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું. ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સર્જ્યો છે.  આ સાથે જ ગુજરાત રાજ્યનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹2856 કરોડની જોગવાઇ 75 લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹842 કરોડની જોગવાઇ. NFSA કાર્ડધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા ₹700 કરોડની જોગવાઇ.  “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” અને “પીએનજી/ એલપીજી સહાય યોજના” અંતર્ગત વર્ષમાં ૨ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે ₹425 કરોડની જોગવાઇ. રાજ્યના 8 લાખ અંત્યોદય…

આદિજાતિ વિકાસ વિભાગ માટે બજેટમાં કરવામાં આવી મોટી જાહેરાત, કુલ ₹5425 કરોડની જોગવાઇ

વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતિય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. ત્યારે બજેટમાં કુલ 5425 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. અંદાજે 2 લાખ 35 હજાર વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹909 કરોડની જોગવાઇ. 665 આશ્રમ શાળાઓના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹595 કરોડની જોગવાઇ. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹679 કરોડની જોગવાઇ. 176 સરકારી કુમાર-કન્યા છાત્રાલયો અને 893 ગ્રાન્ટ ઈન એઈડ એમ કુલ 1069 છાત્રાલયોના 73 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹327 કરોડની જોગવાઇ. 10 ઈ.એમ.આર.એસ., 53 જી.એલ.આર.એસ., 22 મોડેલ શાળાઓ તથા 2 સૈનિક શાળાઓના અંદાજે…

Guajrat Budget 2026-27 : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે બજેટમાં શું કરાઈ જોગવાઈ ? જાણો વિગત

બજેટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કિસાન સૂર્યોદય યોજના મારફત ખેડૂતો માટે દિવસના સમયે વીજ પુરવઠો આપી શકાય તે સુનિશ્ચિત કરી રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતાં કુલ 17 હજાર 249 ગામોમાં આવેલ ખેતી આધારિત કુલ 20 લાખ 85 હજાર વીજગ્રાહકો પૈકી 17 હજાર 52 ગામોમાં 19 લાખ 9 હજાર વીજગ્રાહકોને દિવસે વીજળી આપવામાં આવી રહેલ છે. આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે ₹૧૧૬૬ કરોડની જોગવાઇ.ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ. સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ₹350 કરોડની જોગવાઇ. ઊર્જા સંરક્ષણ યોજના માટે ₹100 કરોડની જોગવાઇ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજળી પૂરી પાડવા જનજાતિય…

Budget 2026: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાણો બજેટમાં શું કરવામાં આવી જોગવાઈ

બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાહેરાત કરતાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું કે, સમાજના જરૂરિયાતમંદ વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવોએ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ છીએ. પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ માટે ₹630 કરોડની જોગવાઇ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹617 કરોડની જોગવાઇ.અનુસૂચિત જાતિના આશરે 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્‍યવૃત્તિ યોજના માટે ₹296 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે . વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્‍ચ અભ્યાસ અર્થે 4 ટકાના…

Budget 2026 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે બજેટમાં જાણો શું કરવામાં આવી જાહેરાત

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થઈ રહ્યું છે. જેમાં નાણાં મંત્રી કનુ દેસાઇએ વર્ષ 2026-27 માટે રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બની છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2 કરોડ 72 લાખ લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹3472 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. આ સાથે જ G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1851 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની…

ગુજરાત અંદાજપત્ર 2026-27’ માટે આકર્ષક બજેટ પોથી તૈયાર, જાણો શું છે ખાસ

નાણા‌ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘ગુજરાત અંદાજપત્ર :2026-27 માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય કે જેમની સ્થાપના, પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, આમ કંસરી દેવી prosparity- સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એમની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે છે. આમ કંસરી દેવી આદિવાસીઓ માટે પાયાના દેવી ગણાય છે. વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને પાસેના મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં રહે છે.…