Budget 2026: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાણો બજેટમાં શું કરવામાં આવી જોગવાઈ

બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાહેરાત કરતાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું કે, સમાજના જરૂરિયાતમંદ વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવોએ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ છીએ.

પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ માટે ₹630 કરોડની જોગવાઇ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹617 કરોડની જોગવાઇ.અનુસૂચિત જાતિના આશરે 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્‍યવૃત્તિ યોજના માટે ₹296 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે .

વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્‍ચ અભ્યાસ અર્થે 4 ટકાના દરે વ્યક્તિદીઠ ₹15 લાખ સુધીની લોન આપવા ₹135 કરોડની જોગવાઇ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની 1 લાખ 59 હજાર વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા ₹73 કરોડની જોગવાઇ.ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અંદાજે 1 લાખ 70 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹24 કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટેની આદર્શ નિવાસી શાળાઓ પૈકી 5 શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલુ કરવા તથા અત્યાધુનિક લેબોરેટરી સ્થાપવામાં આવશે. દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના તેમજ વિવિધ આર્થિક સહાય યોજના હેઠળ કુલ ₹249 કરોડની જોગવાઇ.નિરાધાર બાળકો માટેની પાલક માતા-પિતા યોજના હેઠળ ₹83 કરોડની જોગવાઇ. દિવ્યાંગજનોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા ₹60 કરોડની જોગવાઇ. રાજ્યના 34 જિલ્લાઓમાં નશામુક્તિ સેન્‍ટર અને રાજ્ય કક્ષાએ સ્ટેટ સેલ સ્થાપવા ₹15 કરોડની જોગવાઇ.બૌદ્ધિક અસમર્થતા, ઓટીઝમ દિવ્યાંગતા ક્ષેત્રે ડે-કેર તથા રહેણાકની સુવિધા સાથે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા માટે ₹6 કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ માટે જાણો જોગવાઈ
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ નિગમો હેઠળ ચાલતી શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી લોન યોજનાના તથા દિવ્યાંગજનો માટે ચાલતી સ્વરોજગાર યોજનાના કુલ 19 હજાર લાભાર્થીઓ માટે ₹793 કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને બેન્‍ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર 6 ટકા સબસિડી આપવા ₹25 કરોડની જોગવાઇ. આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત 24 હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે ₹375 કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના આશરે 53 હજાર લાભાર્થીઓને મળતી મફત (પોષણ) તબીબી સહાય યોજના અંતર્ગત ₹143 કરોડની જોગવાઇ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…