ગુજરાત અંદાજપત્ર 2026-27’ માટે આકર્ષક બજેટ પોથી તૈયાર, જાણો શું છે ખાસ

નાણા‌ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘ગુજરાત અંદાજપત્ર :2026-27 માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે.

કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે.

કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય કે જેમની સ્થાપના, પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, આમ કંસરી દેવી prosparity- સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એમની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે છે. આમ કંસરી દેવી આદિવાસીઓ માટે પાયાના દેવી ગણાય છે.

વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને પાસેના મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં રહે છે. તેઓ તેમની આગવી ચિત્રકલા માટે જાણીતા છે ખાસ કરીને વારલી સ્ત્રીઓ ઘરની આગળ દીવાલ ઉપર પલાળેલા ચોખાને પથ્થર પર ઘૂંટીને બનતા સફેદ રંગથી તહેવારો સગાઈ, લગ્ન, પાકની લણણી, જન્મ જેવા વિવિધ પ્રસંગોએ ઘરની લીપેલી દીવાલ ઉપર ચિત્રકામ કરે છે.

ચિત્રોમાં રોજબરોજના જીવન ઉત્સવો, નૃત્યો, જંગલો, પર્વતો, નદી, ઝરણા દેવી તથા દેવતાઓ વિગેરે દોરવામાં આવે છે.
નૃત્ય કરતા લોકો, કુવે પાણી ભરતી બહેનો, ગોવાળિયા, ચરતા પશુઓ, તાડના ઝાડ પરથી તાડી ઉતારતા લોકો, જુદા જુદા વૃક્ષો, પંખીઓ, સાપ, અજગર, ઝૂંપડાઓ ઘર ખેતરમાં થતા કામો જેવા કે દરણું દળતી, વલોણું કરતી, ચોખા ખાંડતી, અનાજને સુપડાથી સાફ કરતી, છોકરા હીંચકાવતી, કચરો વાળતી, રસોઈ બનાવતી બહેનો, ખેતર ખેડતા, નીંદતા, વાવણી કરતા લાકડાની ભારી લઈ જતા, ઇન્દ્રદેવને વધાવતા ,વાઘદેવની પૂજા એ જતા, બળદગાડું લઈને જતા, શિકારના દ્રશ્યો વગેરે જોવા મળે છે.

જંગલી પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ,નાગદેવ, પંચોરાદેવ ઇન્દ્ર દેવ,વાઘ દેવ તથા કંસરી દેવી ચિત્રોના મુખ્ય વિષય છે.

વધુમાં પલાળેલા ચોખાથી બનતા સફેદ રંગ ઉપરાંત સિંદૂર ગુલાલ કંકુ મધ કાળી રાખ પણ પ્રસંગોચિત રીતે ચિત્ર સામગ્રી તરીકે વાપરવામાં આવે છે.
સામાન્ય રીતે ભૌમિતિક આકારો ત્રિકોણ વર્તુળ અર્થ ગોળાકાર તથા ચોરસ જેવા વિવિધ આકારોની મદદથી તથા રેખાઓ દ્વારા આ ચિત્રો બનાવવામાં આવે છે.

વારલી ચિત્રકલા 1200 વર્ષ જૂની છે.આધુનિક જગતના આક્રમણથી વારલી જાતિના જીવનમાં પણ ફેરફારો આવતા થયા છે અને આ કલા અન્ય આદિમ કલાઓની માફક કાળના ગર્ભમાં લુપ્ત થઈ રહી છે ત્યારે બજેટ પોથી પર આ ચિત્રને સ્થાન આપી વારલી ચિત્ર કલાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે,આ વર્ષે પણ બજેટ પોથી પર બીના હસમુખ પટેલ એ વારલી ચિત્રકલા દોરી છે,તેઓ છેલ્લા ચાર વર્ષથી બજેટ પોથી પર ચિત્ર દોરી આ સેવા આપી રહ્યા છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Khedbrahma : ખેડબ્રહ્મામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું નવું કેન્દ્ર શરૂ, ₹5માં મળશે ભોજન… Affordable

Khedbrahmaમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનું ઉદ્ઘાટન: માત્ર ₹5માં મળશે પૌષ્ટિક ભોજન, સાબરકાંઠામાં 2.12 લાખથી વધુ લોકોને લાભ સાબરકાંઠા: Khedbrahma શ્રમિકો અને તેમના પરિવારોને પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત લક્ષ્મીપુરા ચોકડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ વિભાગના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ પાત્ર શ્રમિકોને માત્ર રૂ. 5માં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 2,12,354 લોકોને આ યોજના હેઠળ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. -> Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા…

Suratમાં હર્ષ સંઘવીએ સિંગર સાથે ‘ડાકોરના ઠાકોર’ ગાયું… Spiritual 5

Suratમાં હર્ષ સંઘવીએ સિંગર સાથે ‘ડાકોરના ઠાકોર’ ગાયું, અમદાવાદમાં ઈશાની દવે અને ‘ગ્રેટ ખલી’ સાથે ખેલૈયાઓ ઝૂમ્યા Surat : ગુજરાતમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબાની રમઝટ અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં વિવિધ શહેરોમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી રહ્યા છે. Suratમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાયક સાથે ‘ડાકોરના ઠાકોર’ ગીત ગાઈને ખેલૈયાઓમાં ઉત્સાહ વધાર્યો હતો. બીજી તરફ અમદાવાદમાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવેએ પોતાના ગીતો પર ખેલૈયાઓને ગરબે ઘૂમાવ્યા હતા. આ ઉપરાંત રેસલિંગની દુનિયામાં જાણીતા ‘ગ્રેટ ખલી’ પણ ખેલૈયાઓ સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગોએ નવરાત્રિની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. -> Suratમાં હર્ષ સંઘવીએ ગાયું ‘ડાકોરના ઠાકોર’ : Suratમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાયક સાથે…