ઈરાનનો દાવો: અમેરિકા સામે ઝૂકશું નહીં, બે વર્ષ સુધી લડવા તૈયાર
ઈરાનના પ્રતિનિધિ અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ જણાવ્યું છે કે એક અઠવાડિયામાં સુપ્રીમ લીડરની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન અમેરિકા સામે ઝૂકશે નહીં અને આગામી બે વર્ષ સુધી લડવા માટે તૈયાર છે. ઈલાહીએ કહ્યું કે વિશ્વને માનવતા સાથે ઉભા રહેવાની અપીલ કરશે અને પડોશી દેશો પર હુમલો નહીં કરે, જ્યાં સુધી તેમને પહેલ ન કરવામાં આવે. તેમણે અમેરિકાના અને ઇઝરાયલના ખામેનેઈ પર હુમલાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આને છતાં ઈરાન પોતાની સ્વતંત્રતા અને ગૌરવનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. વિસ્તારના તણાવને ધ્યાનમાં લેતાં ઈલાહીએ જણાવ્યું કે તેહરાન હવે ‘અન્યાયી’ હુમલાઓ સામે રક્ષણાત્મક સ્થિતિમાં રહેશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I…
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો સંભાળશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ માટે વહિવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકામાં 9 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. જામનગર…
PM મોદીએ બંગાળમાં રાષ્ટ્રપતિ અપમાન મુદ્દે કહ્યું, “TMCએ તમામ મર્યાદાઓ પાર કરી”
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના તાજેતરના કાર્યક્રમને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે TMCએ “બધી મર્યાદાઓ પાર કરી” છે અને રાષ્ટ્રપતિના અપમાન માટે જવાબદાર છે. PM મોદીએ શું કહ્યું વડાપ્રધાન મોદીએ સૌને યાદ અપાવ્યું કે રાષ્ટ્રપતિ પદની મૂલ્યવાનતા અને સૌજન્યનું હંમેશા સન્માન થવું જોઈએ. આ પોસ્ટ દ્વારા વડાપ્રધાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ રાજકીય પક્ષ રાષ્ટ્રપતિ પદ અથવા તેની પ્રતિષ્ઠા પર પ્રહારો ન કરે. આ ઘટનાને લઈને રાજકીય દળોમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ છે અને લોકોમાં ચિંતાનો માહોલ છે. વડાપ્રધાનના નિવેદનથી સાબિત થાય છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિના સન્માનની કડક સુરક્ષા માટે જાગૃત છે. પરિસ્થિતિ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે કાર્યક્રમનું આયોજન નાનું હતું અને મોટી સંખ્યામાં સંથાલ…
સ્કૂલના 100 મીટરમાં તમાકુ વેચાણ પર નજર રાખવાની જવાબદારી શિક્ષકોને! DDOના પત્રથી શિક્ષક વર્ગમાં રોષ
રાજકોટ જિલ્લામાં શિક્ષકોને વધુ એક વધારાની જવાબદારી સોંપવામાં આવતા શિક્ષક વર્ગમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જાહેર કરાયેલા પત્ર અનુસાર હવે શાળાઓની આસપાસ તમાકુ વેચાણ પર નજર રાખવાની તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી દંડ વસુલવાની જવાબદારી શિક્ષકો, આચાર્યો અને સરપંચોને સોંપવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ શાળાથી 100 મીટરના પરિસરમાં કોઈપણ વેપારી દ્વારા તમાકુનું વેચાણ થાય છે કે નહીં તેની દેખરેખ રાખવાની ફરજ રહેશે. જો કોઈ વેપારી તમાકુ વેચતા ઝડપાય તો શિક્ષક, આચાર્ય અથવા સરપંચ દ્વારા તેની સામે કાર્યવાહી કરી દંડ વસુલવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં આગળ એવું પણ જણાવાયું છે કે શાળાની ઓચિંતી મુલાકાત દરમિયાન જો આવી કોઈ ઘટના સામે આવશે તો સંબંધિત શિક્ષક અથવા આચાર્ય સામે…
ફાઈનલમાં ‘અમદાવાદનો સરદાર’ બુમરાહ, ન્યૂઝીલેન્ડ માટે ઘાતક!
– બુમરાહના સ્ટ્રેટેજિક ઓવર અને ન્યૂઝીલેન્ડના સ્ટ્રોંગ બેટ્સમેન વચ્ચેની ટક્કર, ફાઈનલને રોમાંચક બનાવશે. પંકજ મકવાણા – અમદાવાદ: આજે વિશ્વકપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની સૌથી મોટી આશા રહેશે જસપ્રિત બુમરાહ, જેને લોકોએ ટર્નિંગ પોઈન્ટ બોલર તરીકે ઓળખાવ્યો છે. સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવતા સમયે તેની ચાર ઓવર બોલિંગ ખુબજ અસરકારક સાબિત થઈ હતી, અને ફાઈનલમાં તે ફરી એકવાર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માટે મજબૂત ચેલેન્જ હશે. ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં અનુભવ્યું હતું કે બુમરાહ અંતિમ તબક્કામાં તેમના ખેલને ત્રાસ આપી શકે છે. ખાસ વાત એ છે કે ફાઈનલમાં શું બુમરાહ શરૂઆતી બોલિંગ કરશે કે અંતિમ ફેઝમાં, તે જોવું રસપ્રદ રહેશે. ફિન એલન જેવા બેટ્સમેન, જેમણે સેમિફાઈનલમાં માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી, માટે બુમરાહનો સામનો મોટો પડકાર સાબિત થઈ શકે છે. ભારતના…
અમદાવાદ પૂર્વમાં પોલીસ પ્રસ્તાવ: ઝોન-૮ રચાશે, વસ્ત્રાલમાં નવું પોલીસ સ્ટેશન
પંકજ મકવાણા – અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ઝડપથી વધી રહેલી રહેણાંક અને ઔદ્યોગિક વસાહતો વચ્ચે કાયદો-વ્યવસ્થાની દેખરેખ મજબૂત કરવા અમદાવાદ સિટી પોલીસ દ્વારા નવા ઝોન-૮ની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રસ્તાવિત ઝોન માટે મયુર પાટીલની ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે નિમણૂક થતાં યોજના ટૂંક સમયમાં અમલમાં આવવાની સંભાવના વધુ સ્પષ્ટ બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઝોન-૮ અંગેનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન હજુ બાકી છે, પરંતુ રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આગામી એક મહિનામાં પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળી શકે છે. યોજનાનુસાર નવા ઝોનમાં પાંચથી છ પોલીસ સ્ટેશનોનો સમાવેશ થશે, જે હાલના ઝોન-૫ અને ઝોન-૬માંથી પુનર્ગોઠવાશે. સાથે જ રામોલ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનની સ્થાપનાનો પ્રસ્તાવ પણ તૈયાર થયો…
₹450માં ફરજ? — હોમગાર્ડના હક માટે હાઇકોર્ટનો કડક આદેશ
– સરકાર ‘મોડલ એમ્પ્લોયર’ હોવા છતાં હોમગાર્ડ્સનું શોષણ કરી શકે નહીં! પંકજ મકવાણા – અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક ટકોર કરી છે કે ‘મોડલ એમ્પ્લોયર’ તરીકે ઓળખાતી સરકાર હોમગાર્ડ જવાનોનું શોષણ કરી શકે નહીં. 07 માર્ચના TOI રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ મૌલિક શેલાટે આદેશ આપ્યો છે કે હોમગાર્ડ્સનું દૈનિક ભથ્થું હાલના રૂ. 450થી વધારીને પોલીસ કર્મચારીઓના લઘુત્તમ પગારના સમકક્ષ કરવું જોઈએ. પોલીસ કોન્સ્ટેબલનો માસિક લઘુત્તમ પગાર રૂ. 21,000થી રૂ. 25,000 વચ્ચે હોવાથી, હોમગાર્ડ્સને મળતી રકમ ઘણી ઓછી છે તેવું કોર્ટે સ્પષ્ટ નોંધ્યું.2020માં દાખલ પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે ‘ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક’ની માંગણી નકારી કાઢી હતી, કારણ કે હોમગાર્ડ્સની ફરજો પોલીસની સમાન નથી. તેમ છતાં, રાજ્યના અડગ વલણને ‘તાનાશાહી’ અને ‘મનમાની’ ગણાવી કોર્ટે કહ્યું, “સરકાર…
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026: ગુજરાતમાં મહિલા સશક્તિકરણની નવી ઊંચાઈઓ, શિક્ષણથી સંશોધન સુધી વધતી ભાગીદારી
પંકજ મકવાણા – અમદાવાદ: આજે 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીઓએ નવા માઈલસ્ટોન્સ હાંસલ કર્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે સુરક્ષા અને સંશોધન જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓની ભૂમિકા મજબૂત બની છે. આ વર્ષે મહિલા દિવસની થીમ ‘ઇન્સ્પાયર ઇન્ક્લુઝન’ હેઠળ ગુજરાતમાં મહિલાઓની પ્રગતિને વધુ ગતિ મળી છે.ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થિનીઓની વધતી સંખ્યા: 25 હજારનો વધારોગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. સામાજિક-આર્થિક સમીક્ષા 2025-26 અનુસાર, રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વર્ષ 2023-24માં 8.82 લાખ હતી, જે વધીને 2024-25માં 9.07 લાખ થઈ છે. આમ, એક વર્ષમાં 25 હજારનો વધારો નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે…
મહિલા સશક્તિકરણ: ગામડાઓમાં ‘સરપંચ પતિ’ પ્રથા હટાવવા અનોખો પુરસ્કાર!
પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં મહિલાઓ માટે 50% અનામત લાગુ થયાને લગભગ એક દાયકા પછી પણ “સરપંચ પતિ”નો શબ્દ ગામડાઓમાં ગુંજે છે. ઘણા ગામોમાં મહિલા સરપંચ માત્ર કાગળ પરની અધ્યક્ષા બને છે, જ્યારે વાસ્તવિક વહીવટ તેમના પતિ કે અન્ય પુરુષ સગા-સંબંધીઓ કરે છે. આ પ્રથાને પડકારવા અને સાચી મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપવા જુનાગઢ જિલ્લા પંચાયતે અનોખી પહેલ કરી છે. જિલ્લા પંચાયતે 2026-27ના બજેટમાં વિશેષ જોગવાઈ કરીને એવી મહિલા સરપંચોને સન્માનિત કરવાનું નક્કી કર્યું છે જેઓ સ્વતંત્ર રીતે ગામનું નેતૃત્વ કરે છે. જિલ્લાના નવ તાલુકાઓમાંથી એક-એક મહિલા સરપંચની પસંદગી કરીને દરેકને રૂ. 50,000નું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સન્માન સાર્વજનિક કાર્યક્રમમાં આપવામાં આવશે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરના જણાવ્યા અનુસાર, “અમે જોયું છે…
ભાડા કરાર વિના મકાન આપનાર માલિક-ભાડૂત પર પોલીસની નજર
– રાખીયાલમાં સ્મગલર ભાડે રહેતો મળી આવતા શહેરમાં ભાડૂત ચકાસણી અભિયાન તેજ બન્યું. – ભાડા કરાર વગર મકાન આપનાર માલિક અને ભાડૂત બંને સામે કાયદેસર કાર્યવાહી થશે. પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદના રાખીયાલ વિસ્તારમાં ભાડે રહેતો એક શખ્સ આંતરરાજ્ય સ્તરે હથિયાર અને નશીલા પદાર્થોની તસ્કરીમાં સંકળાયેલ હોવાની ઘટના બહાર આવતા શહેર પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ગુજરાત ATS એ રહમત અલી શેખ નામના આરોપીને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે તે જે મકાનમાં રહેતો હતો તેના માટે પોલીસ પાસે કોઈ ભાડા કરાર નોંધાયેલો નહોતો. આ ઘટનાને પગલે શહેરની ક્રાઈમ બ્રાંચે ભાડૂતોની ચકાસણી માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. શહેરભરના પોલીસ સ્ટેશનોમાંથી ભાડા કરારની નકલો એકત્ર કરી તેને પોલીસ પાસે રહેલા આશરે એક લાખ ગુનેગારોના…
















