ભાડા કરાર વિના મકાન આપનાર માલિક-ભાડૂત પર પોલીસની નજર

– રાખીયાલમાં સ્મગલર ભાડે રહેતો મળી આવતા શહેરમાં ભાડૂત ચકાસણી અભિયાન તેજ બન્યું.
– ભાડા કરાર વગર મકાન આપનાર માલિક અને ભાડૂત બંને સામે કાયદેસર કાર્યવાહી થશે.

પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદના રાખીયાલ વિસ્તારમાં ભાડે રહેતો એક શખ્સ આંતરરાજ્ય સ્તરે હથિયાર અને નશીલા પદાર્થોની તસ્કરીમાં સંકળાયેલ હોવાની ઘટના બહાર આવતા શહેર પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ગુજરાત ATS એ રહમત અલી શેખ નામના આરોપીને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે તે જે મકાનમાં રહેતો હતો તેના માટે પોલીસ પાસે કોઈ ભાડા કરાર નોંધાયેલો નહોતો.

આ ઘટનાને પગલે શહેરની ક્રાઈમ બ્રાંચે ભાડૂતોની ચકાસણી માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. શહેરભરના પોલીસ સ્ટેશનોમાંથી ભાડા કરારની નકલો એકત્ર કરી તેને પોલીસ પાસે રહેલા આશરે એક લાખ ગુનેગારોના ડેટાબેસ સાથે મેળવણી કરવામાં આવશે. જો કોઈ ભાડૂતનું નામ કે ફોટો ગુનેગાર અથવા ફરાર આરોપી સાથે મેળ ખાતું જણાશે તો સ્થળ પર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ભાડા કરાર નોંધાવ્યા વગર મકાન આપનાર માલિક અને ભાડૂત બંને સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે! રાજ્ય પોલીસ દ્વારા ઉપલબ્ધ Citizen One મોબાઈલ એપ મારફતે ભાડૂતની વિગતો ઓનલાઈન અપલોડ કરવાની સુવિધા હોવા છતાં તેનો ઉપયોગ મર્યાદિત હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. પોલીસે મકાનમાલિકોને નિયમ મુજબ ભાડા કરાર કરી તેની માહિતી પોલીસને આપવાની અપીલ કરી છે. – અમદાવાદ પોલીસ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…