₹450માં ફરજ? — હોમગાર્ડના હક માટે હાઇકોર્ટનો કડક આદેશ

– સરકાર ‘મોડલ એમ્પ્લોયર’ હોવા છતાં હોમગાર્ડ્સનું શોષણ કરી શકે નહીં!

પંકજ મકવાણા – અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક ટકોર કરી છે કે ‘મોડલ એમ્પ્લોયર’ તરીકે ઓળખાતી સરકાર હોમગાર્ડ જવાનોનું શોષણ કરી શકે નહીં. 07 માર્ચના TOI રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ મૌલિક શેલાટે આદેશ આપ્યો છે કે હોમગાર્ડ્સનું દૈનિક ભથ્થું હાલના રૂ. 450થી વધારીને પોલીસ કર્મચારીઓના લઘુત્તમ પગારના સમકક્ષ કરવું જોઈએ. પોલીસ કોન્સ્ટેબલનો માસિક લઘુત્તમ પગાર રૂ. 21,000થી રૂ. 25,000 વચ્ચે હોવાથી, હોમગાર્ડ્સને મળતી રકમ ઘણી ઓછી છે તેવું કોર્ટે સ્પષ્ટ નોંધ્યું.2020માં દાખલ પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે ‘ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક’ની માંગણી નકારી કાઢી હતી, કારણ કે હોમગાર્ડ્સની ફરજો પોલીસની સમાન નથી. તેમ છતાં, રાજ્યના અડગ વલણને ‘તાનાશાહી’ અને ‘મનમાની’ ગણાવી કોર્ટે કહ્યું, “સરકાર મૃત્યુ કમ્પેન્સેશન જેવા લાભો આપે છે, પણ તેના આધારે હોમગાર્ડ્સનું શોષણ કરી શકે નહીં.”સુપ્રીમ કોર્ટના પહેલાના નિર્દેશોને ટાંકીને કોર્ટે રાજ્યને સ્પષ્ટ હુકમ કર્યો કે એક મહિનામાં દૈનિક ભથ્થું વધારીને પોલીસના લઘુત્તમ પગાર સમકક્ષ કરવું. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની રિવ્યુ પિટિશન નકારી હોવાથી રાજ્યે આ નિર્દેશોને અવગણી શકે નહીં.આ નિર્ણયથી રાજ્યના હજારો હોમગાર્ડ જવાનોને આર્થિક રાહત મળશે અને તેમની માનદ્ સેવાને યોગ્ય માન્યતા મળશે. હોમગાર્ડ્સ ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક, વીઆઈપી સુરક્ષા જેવી જવાબદારીઓ નિભાવે છે, તેથી તેમને ન્યાયી વેતન મળવું જરૂરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…