હવે ડુંગરાળ વિસ્તારોમાં પણ લહેરાશે મોલ: તાપી જિલ્લામાં રૂ. ૧૬૦૦ કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ. ૧૬૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ તાપીના ઉચ્છલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ તાપીના ૧૩૬ ગામો માટે રૂ. ૯૬૨ કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઇ-લોકાર્પણ કર્યુ : ૨૮ હજાર હેક્ટર જમીન થશે લાભ રૂ. ૬૫૧ કરોડની બોરીસાવર યોજનાનું ઇ-ખાતમુહૂર્તથી સોનગઢ-વ્યારાના ૨૯ ગામોના ૮ હજાર હેક્ટર જમીન સિંચાઈની સુવિધાથી લાભાન્વિત થશે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આદિવાસી વિસ્તારો માટે તાપી જિલ્લાના વિકાસ માટે અંદાજિત રૂ. ૧૬૦૦ કરોડની ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના અને બોરીસાવર યોજનાનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું. આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા…

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૩૬૨ કરોડના માર્ગો અને સ્ટ્રકચરના કામોને મંજૂરી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય —————- વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડતા માર્ગો તેમજ સ્ટ્રકચર નિર્માણ માટે રૂા. ૩૬૨ કરોડના કામોને મંજૂરી આપી :::::::::::::::::: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજી થી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં, ગામડાઓ સુધી પાયાની સુવિધાઓને વધુ સુલભ બનાવવા માટેનો એક મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં આદિજાતિ વિસ્તારોના ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પાકા રસ્તાઓથી જોડવા માટે 325.81 કિ.મી. લંબાઈના કામો તેમજ સ્ટ્રકચર નિર્માણના કામો મળીને ૨૯૩ કામો માટે કુલ ૩૬૨.૫૭કરોડ મંજૂર કર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ સમુદાયોને શિક્ષણ અને…

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ સેવા શરૂ થતાં સ્થાનિકો અને પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. મુસાફરોને પુષ્પ સાથે સ્વાગત આજ સવારે 11:00 વાગ્યે એરપોર્ટ ડાયરેક્ટર કે. જી. બીજુ અને સ્ટાફની ઉપસ્થિતિમાં સેવા શરૂ કરવામાં આવી. પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરનારા તમામ 59 મુસાફરોને પુષ્પ આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સવારે 11:40 કલાકે ઈન્ડિગોની ફ્લાઇટ મુંબઈ માટે રવાના થઈ હતી. દીવની હવાઈ કનેક્ટિવિટી વધુ મજબૂત દીવ એરપોર્ટ પરથી અગાઉ સુરત, અમદાવાદ અને ગોવા જેવા મુખ્ય શહેરો સાથે ફ્લાઇટ સેવાઓ કાર્યરત છે. અત્યાર સુધી દીવ-મુંબઈ રૂટ પર મુખ્યત્વે એર ઈન્ડિયા સેવા આપી રહી…

ઈરાનનો સાઉદી અરેબિયામાં Prince Sultan Air Base પર હુમલો, US વિમાન અને સૈનિકોને ભારે નુકસાન

સાઉદી અરેબિયામાં પ્રિન્સ સુલતાન એર બેઝ પર 27 માર્ચે ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલામાં યુએસ સૈનિકો અને લશ્કરી સાધનોને મોટો ફટકો પહોંચી ગયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 10 યુએસ સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું સમાચાર એજન્સીઓ દ્વારા જણાયું છે. વિમાનને ભારે નુકસાન હુમલામાં યુએસ એરફોર્સના મહત્વપૂર્ણ E-3 સેન્ટ્રી AWACS વિમાનને નોંધપાત્ર નુકસાન થયું છે. તેમજ અનેક એરિયલ રિફ્યુઅલિંગ ટેન્કર વિમાનો પણ નુકસાનમાંથી બચી શક્યા નથી. સોશ્યલ મીડિયા પરના ફોટામાં વિમાનને થયેલ નુકસાન સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સૈનિકોની હાલત અને હુમલાની વિગતો હુમલા દરમિયાન સૈનિકો બેઝ પરની એક ઇમારતની અંદર હતા. ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલામાં ઓછામાં ઓછી 10 યુએસ સૈનિક ઘાયલ થયા, જેમાં બે ગંભીર હાલતમાં છે. આ હુમલો યુએસ-ઈરાન…

પાકિસ્તાનમાં ‘સ્માર્ટ લોકડાઉન’ની ચર્ચા: તેલ સંકટ વચ્ચે કડક પગલાંની તૈયારી?

ઈરાન સંબંધિત તણાવ બાદ ઊભેલા વૈશ્વિક તેલ સંકટનો સૌથી વધુ પ્રભાવ પાકિસ્તાન પર જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહબાઝ શરીફ સરકાર ‘સ્માર્ટ લોકડાઉન’ જેવા કડક પગલાં લેવા વિચારણા કરી રહી છે તેવી ચર્ચા જોર પકડી રહી છે. મળતી માહિતી અનુસાર, એક લીક થયેલા સરકારી ડ્રાફ્ટમાં દેશમાં દુકાનો અને હાઇવે બંધ રાખવા તેમજ લગ્ન જેવા સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે, પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર ડ્રાફ્ટ છે અને હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. મોંઘવારી વચ્ચે વધતી મુશ્કેલીઓ પાકિસ્તાન પહેલેથી જ મોંઘવારી અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેવામાં તેલ અને ગેસના ભાવમાં વધારાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. પેટ્રોલ, ડીઝલ…

રશિયાના તેલ સામ્રાજ્ય પર યુક્રેનના ડ્રોન હુમલા, પુતિનની આર્થિક તાકાતને ઝટકો

યુક્રેન દ્વારા તાજેતરમાં અપનાવવામાં આવેલી નવી સૈનિક રણનીતિ હેઠળ હવે સીધા રશિયાના આર્થિક સ્ત્રોતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લાંબા અંતરના ડ્રોન દ્વારા રશિયાની સરહદની અંદર ઊંડે સુધી પહોંચી તેલ રિફાઇનરીઓ અને ઉર્જા ઢાંચાઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં યારોસ્લાવ ક્ષેત્રમાં આવેલી એક મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો થતાં ત્યાં ભીષણ આગ લાગી હતી. રશિયાએ 30થી વધુ ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો હોવા છતાં નુકસાનના દૃશ્યો હુમલાની ગંભીરતા દર્શાવે છે. ઉસ્ત-લુગા ઓઇલ ટર્મિનલ પર વારંવાર હુમલા બાલ્ટિક સમુદ્ર કિનારે આવેલા રશિયાના મહત્વપૂર્ણ ઉસ્ત-લુગા ઓઇલ ટર્મિનલ પર એક અઠવાડિયામાં બે વખત ડ્રોન હુમલા થયા છે. આ હુમલામાં ઓઇલ લોડિંગ સ્ટેશન અને સ્ટોરેજ ટેન્કોને ભારે નુકસાન થયું છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ અંગે…

કેરળમાં પીએમ મોદીના આકરા પ્રહાર: LDF-UDFની ‘ડબલ ગેમ’થી જનતા કંટાળેલી

કેરળના પલક્કડમાં યોજાયેલી વિશાળ જાહેર રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના રાજકારણ પર કડક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે રાજ્યની જનતા હવે LDF અને UDFના પોકળ વચનોથી કંટાળી ગઈ છે અને પરિવર્તન તરફ આગળ વધી રહી છે. પીએમ મોદીએ દાવો કર્યો કે કેરળમાં ભાજપ-એનડીએ માટે સમર્થન ઝડપથી વધી રહ્યું છે. તેમણે કહ્યું કે પલક્કડમાં જોવા મળતો ઉત્સાહ સ્પષ્ટ દર્શાવે છે કે અહીં હવે એક મોટું જનઆંદોલન ઉભું થઈ રહ્યું છે. ‘એક ભ્રષ્ટ, બીજો મહાભ્રષ્ટ’ — પીએમ મોદીનો કટાક્ષ રાજ્યના રાજકારણને નિશાન બનાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દાયકાઓથી કેરળ બે ગઠબંધનો વચ્ચે ફસાયેલું છે — એક તરફ કમ્યુનિસ્ટો (LDF) અને બીજી તરફ કોંગ્રેસ (UDF). તેમણે બંને પર આક્ષેપ લગાવતા કહ્યું કે “એક ભ્રષ્ટ છે, તો બીજો મહાભ્રષ્ટ. એક સાંપ્રદાયિક…

દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો, અફવાઓથી દૂર રહેવા કેન્દ્રની અપીલ

પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશના ઈંધણ પુરવઠા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછતની સ્થિતિ નથી. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને અનાવશ્યક ગભરાટ ન ફેલાવે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ઈંધણ પુરવઠો સુનિશ્ચિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. LPG પુરવઠો પણ સ્થિર મંત્રાલયના જણાવ્યા અનુસાર, આશરે 94,000 મેટ્રિક ટન LPG લઈને આવતા બે જહાજો સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યા છે. માર્ચ મહિનામાં જ…

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત “AI FOR AGRICULTURE” વિષયક પ્રાથમિક સેમિનારમાં પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવું સિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી અજયબ્રમ્હભટ્ટ, KDCC નાં ચેરમેન તેજસપટેલ, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજુપટેલ, પીજ અમૂલના ડિરેક્ટર નિલેશપટેલ, બલોલના ગૌતમ સિંહ ચૌહાણ, વરસોલાના ભગવંત સિંહ પરમાર, માતરના  AI ટેકનોલોજી મંડળીના ચેરમેન જયરામદેસાઈ તેમજ વાઈસ ચેરમેન ચિરાગપટેલ (કણજરી) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ ખેડૂત અને કૃષિ ક્ષેત્રમાં આધુનિક AI ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અને AI ટેકનોલોજી મંડળી શરૂ થવાથી આ…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહિં ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે.  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહીને વિવિધ સૂચનો કર્યા હતા. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ હાલની વૈશ્વિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં દેશના રાજ્યોમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ, ખાતર અને અન્ન પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ…