અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં ચિંતા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદી ઝાપટાં પડતા લોકોને ઉનાળામાં ચોમાસાની અનુભૂતિ થઈ હતી. એસપી રિંગ રોડ, રામોલ, વટવા GIDC અને પૂર્વ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડતા સ્થાનિક લોકો અચંબામાં મુકાયા હતા. અચાનક બદલાયેલા હવામાનને કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા.

ખેડા જિલ્લામાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. માતર, ખેડા, નડિયાદ અને કપડવંજ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધતી જોવા મળી રહી છે.

ધોલેરા વિસ્તારમાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની આંધી ફૂંકાઈ અને બાદમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા જનજીવન પ્રભાવિત બન્યું હતું.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ભાટીયા ગામમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બસ સ્ટેશન રોડ પર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પાણીના નિકાલની સમસ્યાને લઈને સ્થાનિક તંત્ર પર સવાલો ઊઠી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને રાજ્યભરમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો, એક વર્ષમાં 79 હજાર નવા દર્દીઓ નોંધાયા, 43 હજારથી વધુ લોકોના મોત

    ગુજરાતમાં કેન્સર એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર તરીકે સામે આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કેન્સરના નવા કેસ અને તેના કારણે થતાં મૃત્યુના પ્રમાણમાં અંદાજે 10 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરના આંકડાઓ મુજબ વર્ષ 2025 દરમિયાન રાજ્યમાં લગભગ 79 હજાર નવા કેન્સરના દર્દીઓ નોંધાયા છે, જ્યારે 43,500થી વધુ લોકોના મૃત્યુ કેન્સરના કારણે થયા છે. આ આંકડાઓ રાજ્યમાં કેન્સર સામે વધુ અસરકારક જાગૃતિ, સમયસર નિદાન અને સારવારની જરૂરિયાત દર્શાવે છે. ઉપલબ્ધ માહિતી અનુસાર ગુજરાતમાં દરરોજ સરેરાશ 217 નવા કેન્સરના કેસ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, દરરોજ સરેરાશ 119 લોકો કેન્સરના કારણે જીવ ગુમાવી રહ્યા છે, જે સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરે છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જીવનશૈલીમાં બદલાવ, તમાકુ અને ગુટખાનું વધતું સેવન,…

    પાકિસ્તાને વિદેશી પત્રકારો માટે નવા નિયમો લાગુ કર્યા, NOC વિના ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી બહાર નહીં કરી શકાય રિપોર્ટિંગ

    પાકિસ્તાન સરકારે વિદેશી પત્રકારો માટે નવા રિપોર્ટિંગ નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ માટે કામ કરતા વિદેશી પત્રકારોએ ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીની બહાર કોઈપણ વિસ્તારમાં રિપોર્ટિંગ કરવા પહેલાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણયને કારણે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સ્વતંત્ર રિપોર્ટિંગ પર અસર પડી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. માહિતી અનુસાર, પાકિસ્તાનમાં નવા નિયમોનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો છે. હવે કોઈપણ વિદેશી પત્રકાર જો પાકિસ્તાનના અન્ય શહેરો અથવા સંવેદનશીલ વિસ્તારોમાં મેદાની રિપોર્ટિંગ કરવા માંગતા હોય તો તેમને અગાઉથી સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. મંજૂરી વિના રિપોર્ટિંગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સંવેદનશીલ વિસ્તારોમાં પત્રકારો પર વધશે નિયંત્રણ નવા નિયમો બાદ પાકિસ્તાન કબજા હેઠળનો કાશ્મીર (PoK),…