પાટણમાં સર્જાયો ભયાનક અકસ્માત: ટેન્કર અને કારની ટક્કરમાં એક જ પરિવારના 4ના મોત
પાટણ જિલ્લામાં સાંતલપુર નેશનલ હાઈવે પર ગુરુવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ સાંતલપુર નજીક ગરામડી ગામ પાસે આ અકસ્માત બન્યો હતો. કારમાં સવાર પરિવાર હાજીપીરના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક ટેન્કર સાથે ભીડંત થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા…
દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર
દિલ્હી વિધાનસભાને ગુરુવારે સવારે એક ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર દિલ્હીમાં સુરક્ષા તંત્ર એલર્ટ પર મુકાઈ ગયું છે. ઈમેલમાં વિધાનસભા, સચિવાલય, કેટલીક શાળાઓ તેમજ મેટ્રો સ્ટેશનોને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. માહિતી મળતા જ દિલ્હી પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સની ટીમોને સાથે રાખીને વિધાનસભા સંકુલ, સચિવાલય અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા દરેક સ્થળની સુક્ષ્મ તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈપણ સંભવિત જોખમને ટાળી શકાય. આ ઘટનાને ધ્યાનમાં રાખીને રાજધાનીના જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ખાસ કરીને મેટ્રો સ્ટેશનો, શાળાઓ અને સરકારી ઇમારતો આસપાસ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ નિર્ણય: સિનિયર IAS અધિકારીઓને નિરીક્ષક તરીકે નિયુક્તિ
આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજાવાની ખાતરી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યના અનુભવી અને સિનિયર IAS અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેઓ વિવિધ મહાનગર પાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે. આ નિમણૂકોનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો કડક અમલ કરવો અને કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવી છે. સંવેદનશીલ ગણાતી મહાનગર પાલિકાઓમાં નિરીક્ષકોની પસંદગી ખાસ ધ્યાનમાં લેવામાં આવી છે: – અમદાવાદ મહાનગર પાલિકા – અવંતિકા સિંઘ – સુરત મહાનગર પાલિકા – વિનોદ રાવ આ અધિકારીઓ પોતાનો કામકાજ સ્વતંત્ર રીતે કરશે, જેમાં મતદાન મથકોની તૈયારી, ઉમેદવારી પત્રોની ચકાસણી, મતગણતરી અને અન્ય મહત્વપૂર્ણ કાર્યક્ષેત્રો પર નજર રાખવી સામેલ છે. રાજ્ય ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું છે…
ટ્રમ્પ માટે મુશ્કેલીઓ વધતી, મંત્રણા દરમિયાન ઈરાનને પાંચ ફાયદા
અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસના યુદ્ધ બાદ બે સપ્તાહ માટે સીઝ-ફાયર પર સહમતિ મળી છે. હવે શુક્રવારે ઇસ્લામાબાદમાં યોજાનારી મંત્રણામાં બંને દેશના પ્રતિનિધિઓ બેઠા રહેશે. માહોલ શાંતિપૂર્ણ બનાવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે, પરંતુ ઈરાનની સ્થિતિ મજબૂત હોવાનું જણાય છે અને આ મંત્રણા દરમિયાન તેની પાંચ ખાસ તાકાતો છે: 1. હોર્મુઝ પર કબજો – હોર્મુઝ સ્ટ્રેઈટસ પર ઈરાનનો કબજો છે. હવે તે જહાજો પર ટોલ-ટેક્સ લગાવી શકે છે, જે ઇરાન માટે આર્થિક અને વ્યૂહાત્મક ફાયદો આપે છે. 2. સરકાર ટકી રહી છે – ટ્રમ્પના ભારે હુમલાઓ છતાં ઈરાનની સરકાર સ્થિર રહી છે. સીઝ-ફાયર પછી પણ ઇરાન મિસાઇલ શસ્ત્રો છોડતું રહ્યું છે અને તેની મજબૂત સ્થિતિ વિશ્વને દેખાડી છે. 3. યુરેનિયમ સંવર્ધન – ઈરાન પાસે 400…
નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર ઓને સાયબર ક્રાઇમ ક્ષેત્રે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા અપાયું માર્ગદર્શન
ગાંધીનગર: ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી અંગેની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ સહિત તાજેતરમાં નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને સાયબર ગુનાઓ ઝડપી નિવારવા સમીક્ષા કરાઈ હતી. જેમાં સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપ અને નવી મોડસ ઓપરેન્ડી જેવી કે ડિજિટલ ફ્રોડ, ઓનલાઇન ઠગાઈ, સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ અને નાણાકીય છેતરપિંડી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ ટેકનિકલ સજ્જતા અને ઇન્વેસ્ટિગેશન અંગે પણ માર્ગદર્શન અપાયું હતુ. આ બેઠકમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે હેલ્પલાઇન 1930 – ફરિયાદોનું ત્વરિત…
અમદાવાદમાં ‘ધ હન્ડ્રેડ સીઝન-2’નો રોમાંચ: વેલિયન્ટ ટીમોની જબરદસ્ત ટક્કર
અમદાવાદ ખાતે ક્રિકેટ પ્રેમીઓ માટે આજે એક યાદગાર દિવસ રહ્યો. વેલિયન્ટ ક્રિકેટ ટીમ દ્વારા આયોજિત ‘ધ હન્ડ્રેડ સીઝન-2’નો રોમાંચક મુકાબલો આજે, કરાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. આ ખાસ મેચ વેલિયન્ટ ક્રિકેટ ટીમ અને વેલિયન્ટ પ્રેસિડેન્ટ XI વચ્ચે રમાઈ હતી. ‘ધ હન્ડ્રેડ’ ફોર્મેટ મુજબ દરેક ટીમને 100 બોલ રમવાની તક મળતા મેચ ઝડપભરી અને અત્યંત રોમાંચક બની હતી, જેને કારણે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કર્યું હતું. બેટ્સમેનોના આકર્ષક શોટ્સ અને બોલરોની શાનદાર બોલિંગે દર્શકોને અંત સુધી બાંધી રાખ્યા હતા. મેદાનમાં હાજર ક્રિકેટ ચાહકોએ ખેલાડીઓને ઉત્સાહભેર પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ રમૂજી અને જીવંત બન્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ સ્થાનિક ક્રિકેટ પ્રતિભાને…
સાળંગપુરમાં ગૌ-સેવાનો મહાપર્વ: અંબાણી પરિવારની અનોખી પહેલ
બોટાદ: બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ના પવિત્ર આંગણે ગૌ-સેવાનું ભવ્ય મહાપર્વ ઉજવાયું, જેમાં ભક્તિ અને સેવા બંનેનો અનોખો સંગમ જોવા મળ્યો. આ પ્રસંગ ખાસ કરીને અંબાણી પરિવારના અનંત અંબાણી ના 31 મા જન્મદિન નિમિત્તે વધુ વિશેષ બની ગયો. આ પવિત્ર અવસરે સાળંગપુર ખાતે ભારતની સૌથી આધુનિક ગૌશાળાઓમાંથી એકનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. આશરે 28 એકર વિસ્તારમાં ફેલાયેલ આ વિશાળ ગૌશાળા સ્વીડનની 130 વર્ષ જૂની પ્રસિદ્ધ DeLaval કંપનીના ટેક્નોલોજીકલ સહયોગથી તૈયાર થઈ રહી છે. લગભગ 15 કરોડ રૂપિયાના ખર્ચે બનતી આ ગૌશાળા ગૌસેવામાં એક નવા ધોરણની સ્થાપના કરશે. આ ગૌશાળામાં 500 જેટલી ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં સ્વચ્છતા, આરોગ્ય સંભાળ, પોષણ અને આરામ માટે આધુનિક વ્યવસ્થાઓ…
ખાવડા IV (સી) લિમિટેડ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇન ‘સંવાદ’નો પ્રારંભ
અમાધરા ગામ (ગુજરાત): સમુદાય સાથે સક્રિય જોડાણ અને ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, ખાવડા IV C પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ‘સંવાદ’ નામની સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ખેડૂતોના જમીન અને પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો અને ચિંતાઓનું નિરાકરણ લાવવાનો છે. આ પહેલનો સત્તાવાર પ્રારંભ અમાધરા ગામ ખાતે સ્થાનિક ખેડૂતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેમાં ખેતી કરતી મહિલાઓએ આગેવાની લઈ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. આ પહેલ સમાનતા, તળિયાના સ્તરે ભાગીદારી અને સમુદાયમાં વિશ્વાસ વધારવાનું પ્રતીક છે. ‘સંવાદ’ પહેલ અંતર્ગત હવે ખેડૂતો જમીન સંબંધિત મુદ્દાઓ, ટ્રાન્સમિશન કામ માટે જમીનના ઉપયોગ, વળતર અને વાજબી મૂલ્યાંકન તેમજ અન્ય કોઈપણ પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો માટે સીધો સંપર્ક કરી શકશે. સરળ અને…
અમદાવાદ મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી સંદર્ભે રાજકીય સભાઓ-સરઘસોની પરવાનગી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ કાર્યરત કરાઈ
અમદાવાદ: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક: ચટણ-નપા-મકા-8012025- ક/2909, થી 2850 તા. 01/04/2026 અન્વયે માહે એપ્રિલ-2026 માં અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારોને વિવિધ પ્રકારની પરવાનગીઓ મેળવવામાં સરળતા રહે તે માટે કલેક્ટર કચેરી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 06 એપ્રિલ 2026 થી રાજકીય ઉમેદવારોને જાહેર સભા, સરઘસ કે અન્ય ચૂંટણીલક્ષી કાર્યક્રમોની પરવાનગી આપવા માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ (Single Window System) ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) ની કચેરી, કલેક્ટર કચેરી કંપાઉન્ડ, સુભાષબ્રિજ પાસે, અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી…
‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે માસમાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું ભવ્ય આયોજન
ભારતીય રેલ્વેના ઉપક્રમે દક્ષિણ ભારતના વિવિધ પ્રસિદ્ધ યાત્રાધામના આરામદાયક અને સલામત પ્રવાસ માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા સરકારી કર્મયોગીઓ અને શ્રદ્ધાળુઓ માટે આગામી મે 2026 માં એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.‘ભારત ગૌરવ ટ્રેન’ અંતર્ગત આગામી દિ. 12 થી 22 મે, 2026 દરમિયાન ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ’ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ અને પવિત્ર ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 11 દિવસીય પ્રવાસ દરમિયાન યાત્રિકોને પ્રસિદ્ધ યાત્રાધામ તિરુપતિ બાલાજી, રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી તેમજ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન સહિત વિવિધ સ્થાનિક સ્થળોનો પ્રવાસ કરવાનો લ્હાવો મળશે. આ યાત્રાનું પ્રસ્થાન ગુજરાતમાંથી તા. 12 મે 2026…
















