અમદાવાદ મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી સંદર્ભે રાજકીય સભાઓ-સરઘસોની પરવાનગી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ કાર્યરત કરાઈ

અમદાવાદ: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક: ચટણ-નપા-મકા-8012025- ક/2909, થી 2850 તા. 01/04/2026 અન્વયે માહે એપ્રિલ-2026 માં અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારોને વિવિધ પ્રકારની પરવાનગીઓ મેળવવામાં સરળતા રહે તે માટે કલેક્ટર કચેરી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 06 એપ્રિલ 2026 થી રાજકીય ઉમેદવારોને જાહેર સભા, સરઘસ કે અન્ય ચૂંટણીલક્ષી કાર્યક્રમોની પરવાનગી આપવા માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ (Single Window System) ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) ની કચેરી, કલેક્ટર કચેરી કંપાઉન્ડ, સુભાષબ્રિજ પાસે, અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે.

ચૂંટણી લડતા તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોએ સભા કે સરઘસ માટેની જરૂરી મંજૂરીઓ મેળવવા માટે હવે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. આ નિયત સ્થળેથી એક જ સ્થળે તમામ આનુષંગિક મંજૂરીઓ મેળવી શકાશે. સંબંધિત તમામ ઉમેદવારો અને પક્ષોને ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ નિયત સમયમર્યાદામાં આ સિસ્ટમનો ઉપયોગ કરી પરવાનગી મેળવી લેવા અંગે અખબારી યાદીમાં જણાવાયુ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

    ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…

    કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ લશ્કર આતંકી મોહમ્મદ લતીફ ભટ સામે સુરક્ષા એજન્સીઓનો સિકંજો, શ્રીનગરમાં ‘વોન્ટેડ’ પોસ્ટરો

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલા અભિયાનને વધુ તીવ્ર બનાવતાં ભારતીય સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબા (LeT)ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને ઝડપી પાડવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરમાં તાજેતરમાં થયેલી લક્ષિત હત્યાઓમાં તેની સંડોવણી હોવાની શંકા છે. આ કેસમાં એક પોલીસ જવાન અને બે પરપ્રાંતીય મજૂરોની હત્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર કાશ્મીર ખીણમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે પોલીસે અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સામાન્ય નાગરિકોનો સહયોગ મેળવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત શ્રીનગર શહેરના વિવિધ જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને પ્રેસ એન્ક્લેવ સહિતના વિસ્તારોમાં મોહમ્મદ લતીફ ભટના ફોટોગ્રાફ સાથે ‘વોન્ટેડ’ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં તેની ઓળખ અંગે માહિતી આપવામાં આવી…