ઈરાનની બે શરતો બાદ અમેરિકા–ઈરાન તણાવ ફરી ઉગ્ર, ટ્રમ્પની કડક ચેતવણી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે આવનારી શાંતિ મંત્રણાને લઈને પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઇસ્લામાબાદમાં યોજાનારી બેઠક પહેલા જ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો છે. અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા જે.ડી. વેન્સ ઈસ્લામાબાદ તરફ રવાના થઈ ચૂક્યા છે, પરંતુ ઈરાનના કડક વલણને કારણે ચર્ચાઓ અનિશ્ચિત બની ગઈ છે. ઈરાનની બે મુખ્ય શરતો ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બઘેર ગાલિબફએ સ્પષ્ટ કર્યું છે કે વાતચીત માટે બે શરતો જરૂરી છે: – લેબનાનમાં તાત્કાલિક અને અસરકારક સીઝફાયર લાગુ કરવો – આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાં અટવાયેલા ઈરાનના અબજો ડોલર ફંડ મુક્ત કરવું ટ્રમ્પની કડક ચેતવણી ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનના વલણ પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જો શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો અમેરિકા ફરી સૈન્ય કાર્યવાહી કરી શકે છે.…

દિલ્હીમાં નીતિશ કુમારની નવી ઇનિંગ, રાજ્યસભા સાંસદ તરીકે લીધા શપથ

દિલ્હીની રાજકીય ગલીઓમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો છે, જ્યાં નીતિશ કુમારએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાના રાજકીય જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. લાંબા સમયથી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપ્યા બાદ હવે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે એવી ચર્ચાઓ તેજ બની છે. શપથ ગ્રહણ સમારોહમાં સી.પી. રાધાકૃષ્ણનએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે જે.પી. નડ્ડા, નિર્મલા સીતારમણ અને અર્જુન રામ મેઘવાલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સાથે જ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા પણ આ પ્રસંગના સાક્ષી બન્યા હતા. શપથ પહેલા જ નીતિશ કુમારે સંકેત આપ્યો હતો કે તેઓ હવે દિલ્હીમાં વધુ સમય પસાર કરીને રાષ્ટ્રીય સ્તરે જવાબદારીઓ વધારવા ઈચ્છે છે. આ ઘટનાએ બિહારની રાજનીતિમાં સંભવિત બદલાવની…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ: અમદાવાદના ભાજપ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીને લઈને ખાસ કરીને અમદાવાદમાં વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. ત્યારે ભારતીય જાણતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ત્રિપાંખિયો જંગ આ વખતે અમદાવાદમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થતી સીધી ટક્કર હવે ત્રિપાંખિયું સ્વરૂપ ધારણ કરી રહી છે. આમ આદમી પાર્ટી (AAP) પણ આ વખતે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. ત્રણેય પક્ષો મજબૂત ઉમેદવારોને ઉતારતા હોવાથી આ ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળે તેવી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ…

ભાજપમાં જોડાયા અને તરત જ ટિકિટ: રાજુ કરપડાને ઉમેદવારીથી રાજકારણ ગરમાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજુ કરપડાને જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક માટે ટિકિટ ફાળવી છે. રસપ્રદ વાત એ છે કે રાજુ કરપડા ગઈકાલે જ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા અને આજે જ તેમને ઉમેદવારી આપતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઝડપી નિર્ણયને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. નવા ચહેરા પર ભાજપનો દાવ મૂળી-2 બેઠક માટે ભાજપે નવા ચહેરાને તક આપીને સ્થાનિક સ્તરે પોતાની સ્થિતિ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. રાજુ કરપડાની ઉમેદવારીને કારણે પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી જંગ બનશે રસપ્રદ આ બેઠક પર હવે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. અન્ય રાજકીય પક્ષો પણ મજબૂત ઉમેદવારો…

યમુનામાં હોડી પલટી જતા અકસ્માત: 9થી વધુ પ્રવાસીઓના મોત, અનેક લાપતા

વૃંદાવનમાં શુક્રવારે દુખદ ઘટના બની છે, જ્યાં યમુના નદીમાં હોડી પલટી જતાં 9થી વધુ પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ કેશી ઘાટ નજીક 30થી વધુ શ્રદ્ધાળુઓ હોડીમાં સવાર હતા. તેઓ લુધિયાણાથી દર્શન માટે આવ્યા હતા અને બાંકે બિહારી મંદિરના દર્શન બાદ નૌકાવિહાર કરી રહ્યા હતા. અચાનક ફૂંકાયેલા જોરદાર પવનના કારણે હોડીનું સંતુલન બગડ્યું અને તે પીપા પુલ સાથે અથડાઈને પલટી ગઈ. ઘટના બાદ ચીસોચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો તરત જ બચાવ માટે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી તેજ ઘટનાની જાણ થતા જ NDRF, SDRF અને સ્થાનિક વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. અંદાજે 50 ગોતાખોરો સાથે શોધખોળ ચાલુ છે. અત્યાર સુધીમાં 22 લોકોને સુરક્ષિત…

બંગાળ ચૂંટણી 2026: Amit Shah દ્વારા ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah એ કોલકાતામાં ભાજપનું “સંકલ્પ પત્ર” જાહેર કર્યું. આ મેનિફેસ્ટોમાં મહિલાઓ, યુવાનો, ખેડુતો અને સરકારી કર્મચારીઓ માટે અનેક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા છે. ભાજપે આ મેનિફેસ્ટોને “ભય સામે વિશ્વાસ” થીમ સાથે રજૂ કરીને રાજ્યમાં પરિવર્તન અને વિકાસનો સંદેશ આપ્યો છે. મુખ્ય વચનો યુનિફોર્મ સિવિલ કોડ (UCC) સરકાર બન્યા પછી 6 મહિનામાં UCC લાગુ કરવાનો વાયદો, જેથી તમામ ધર્મ માટે સમાન કાયદા અમલમાં આવશે. મહિલાઓને ₹3000 પ્રતિ મહિનો દરેક મહિલાના બેંક ખાતામાં સીધી ₹3000ની સહાય આપવાનો નિર્ણય. 7મો વેતન પંચ (45 દિવસમાં) સરકારી કર્મચારીઓ માટે 45 દિવસમાં 7મો વેતન પંચ અમલમાં લાવવાનો વાયદો. યુવાનો માટે ભથ્થું બેરોજગાર યુવાનોને ₹3000 માસિક ભથ્થું અને પારદર્શક ભરતી પ્રક્રિયા. ઘુસણખોરી પર કડક…

અનંત અંબાણીનો 31મો જન્મદિવસ: જામનગરના વનતારા ખાતે ભવ્ય ઉજવણી સાથે સેવા અને સંસ્કારની અનોખી ઝલક

જામનગરના : દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી એ 10 એપ્રિલે પોતાનો 31 મો જન્મદિવસ ખૂબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો. જામનગરના પ્રસિદ્ધ વનતારા ખાતે આ ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં આયોજિત કાર્યક્રમમાં પરિવારજનો, મિત્રો અને બોલીવુડના અનેક દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. સેવા અને દાનથી ઉજવણીની શરૂઆત જન્મદિવસની શરૂઆત અનંત અંબાણીએ સેવા અને દાનના કાર્યોથી કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગૌસેવા અને હાથીસેવા જેવા વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા, જે તેમના પ્રકૃતિ અને જીવજંતુઓ પ્રત્યેના લગાવને દર્શાવે છે. આ પહેલ દર્શાવે છે કે તેઓ ઉજવણી સાથે સમાજ પ્રત્યેની જવાબદારીને પણ મહત્ત્વ આપે છે. બોલીવુડ સિતારાઓની હાજરી આ ભવ્ય ઉજવણીમાં સલમાન ખાન અને શાહરુખ ખાન સહિત અનેક બોલીવુડ સિતારાઓ હાજર રહ્યા…

મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-1માં ભીષણ આગ, મુસાફરોમાં અફરાતફરી

મુંબઈમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-1માં આગ લાગવાની ઘટના બની છે. ગુરુવારે સાંજે અંદાજે 6 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું જણાવાયું છે. પ્રાથમિક માહિતી મુજબ ટર્મિનલ-1ના બેઠક વિસ્તારમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ મુજબ આગ કેબલ ટ્રે અને સ્વિચ બોક્સમાં લાગી હતી. સદનસીબે આગ ટર્મિનલના ગ્રાઉન્ડ ફ્લોર સુધી જ મર્યાદિત રહી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ટર્મિનલની અંદર ગાઢ ધુમાડો દેખાઈ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગ…

ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટ ફરી બંધ કરી, શાંતિ મંત્રણામાં ભાગ લેવાની શક્યતા ઓછી

મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. ઈરાનએ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેઈટ ફરી બંધ કરવાની જાહેરાત કરી છે. આ પગલું તાજેતરમાં થયેલા હુમલાઓ અને તૂટી ગયેલા સીઝ-ફાયર બાદ લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. બુધવારે વહેલી સવારે ડોનાલ્ડ ટ્રમ્પએ સીઝ-ફાયર જાહેર કર્યા બાદ વૈશ્વિક સ્તરે રાહતનો માહોલ સર્જાયો હતો. પરંતુ ઇઝરાયેલએ 24 કલાકની અંદર જ લેબેનોન પર ભારે મિસાઈલ અને હવાઈ હુમલા કરતા પરિસ્થિતિ ફરી તંગ બની ગઈ છે. માહિતી મુજબ ઇઝરાયેલે લેબેનોન પર માત્ર 10 મિનિટમાં 100થી વધુ મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા 254 લોકોનાં મોત થયા છે અને 1,156થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું, જેમાં તેના એક…

ટ્રમ્પનું નાટોને અલ્ટીમેટમ: હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહયોગ કરો નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો

ટ્રમ્પે નાટો મહાસચિવ માર્ક રુટને આ કહ્યુ છે કે યુરોપિયન દેશોએ નક્કી કરવું પડશે કે તેઓ હોર્મુઝ ખોલવામાં અમેરિકાને કેવી રીતે મદદ કરશે. ટ્રમ્પના કડક વલણથી અમેરિકા અને યુરોપિયન સહયોગીઓ વચ્ચે તણાવ વધવાની શક્યતા છે. ઘટનાઓ અને પરિસ્થિતિ – વ્હાઇટ હાઉસ, પેન્ટાગોન અને વિદેશ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ટ્રમ્પે યુરોપીય દેશોની નિષ્ક્રિયતા પર રોષ વ્યક્ત કર્યો. – ટ્રમ્પનો દાવો છે કે જ્યારે અમેરિકા વૈશ્વિક સુરક્ષા માટે લડી રહ્યું છે, ત્યારે નાટો માત્ર પ્રેક્ષક બનીને જોઈ શકે નહીં. – સોશિયલ મીડિયા પર ટ્રમ્પએ નાટો પર નિશાન સાધ્યું અને કહ્યું કે કડક કાર્યવાહીની જરુર છે. – બ્રિટન, જાપાન અને કેનેડા સહિત 40થી વધુ દેશોએ હોર્મુઝ ખોલવામાં સહાય આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ ટ્રમ્પ હવે માત્ર વાતો નહીં,…