ઈરાનની બે શરતો બાદ અમેરિકા–ઈરાન તણાવ ફરી ઉગ્ર, ટ્રમ્પની કડક ચેતવણી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે આવનારી શાંતિ મંત્રણાને લઈને પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઇસ્લામાબાદમાં યોજાનારી બેઠક પહેલા જ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો છે. અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા જે.ડી. વેન્સ ઈસ્લામાબાદ તરફ રવાના થઈ ચૂક્યા છે, પરંતુ ઈરાનના કડક વલણને કારણે ચર્ચાઓ અનિશ્ચિત બની ગઈ છે.

ઈરાનની બે મુખ્ય શરતો
ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બઘેર ગાલિબફએ સ્પષ્ટ કર્યું છે કે વાતચીત માટે બે શરતો જરૂરી છે:
– લેબનાનમાં તાત્કાલિક અને અસરકારક સીઝફાયર લાગુ કરવો
– આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાં અટવાયેલા ઈરાનના અબજો ડોલર ફંડ મુક્ત કરવું

ટ્રમ્પની કડક ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનના વલણ પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જો શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો અમેરિકા ફરી સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તેમણે અમેરિકી યુદ્ધ જહાજોમાં અદ્યતન હથિયારો તૈયાર રાખવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું છે.

પરિસ્થિતિ વધુ તણાવભરી
અમેરિકી તરફથી સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે જો ઈરાન “ઈમાનદારીથી વાતચીત” નહીં કરે તો કડક જવાબ આપવામાં આવશે. આ સ્થિતિમાં આવનારા 24 કલાક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે તે નક્કી કરશે કે વિશ્વ શાંતિ તરફ જશે કે તણાવ વધુ વધશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

    બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

    social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

    સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…