વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરતા પ્રોફેસરની કરાઈ ધરપકડ
B INDIA વડોદરા :- વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમંદ અઝહરની પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં જાતીય સતામણીના મામલે વિધાર્થિનીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં વિધાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે, પ્રોફેસર કલાસરૂમમાં ગંદા ઈશારા કરતો હતો. અને વિદ્યાર્થિનીના ઘર સુધી પીછો કરી વિદ્યાર્થિનીને બદનામ કરવાની ધમકી આપતો હતો. સાથે સાથે મુસ્લિમ ધર્મ સ્વીકારવા બ્રેઇન વોશ કરતો હોવાની વાત પણ સામે આવી છે. -> ગઈકાલે પ્રોફેસરની ઓફિસ કરાઈ હતી સીલ :- વિદ્યાર્થીનીના સનસનીખેજ આરોપ અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થિનીને મુસ્લિમ ધર્મ આપનાવી લે, તને પાસ કરાવીને સારી નોકરી અપાવી દઇશ, તેવો મેસેજ કર્યો હતો. જો કે, વિદ્યાર્થિની આસિ. પ્રોફેસરના તાબે થઇ ન હતી, અને તેણીએ મક્કમતાપૂર્વક આ અંગેની ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ કરી હતી.…
ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ખેડૂતોની વ્હારે, સ્વખર્ચે ડેમમાંથી છોડાવ્યું પાણી
B INDIA પોરબંદર :- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એકવાર ખેડૂતોના વ્હારે આવ્યા છે. કાંધલ જાડેજાએ સ્વખર્ચે સતત 13માં વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાવવા કાંધલ જાડેજાએ સરકારમાં 1 લાખ 40 હજાર ભર્યા હતા. પરંતુ ડેમ નજીકના વાળોત્રા ગામના કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે, પોલીસ અને તંત્રના પ્રયાસોથી સમાધાન થતા મોડી રાત્રે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. -> 12થી વધુ ગામને મળશે સિંચાઈનો લાભ :- આ અગાઉ સરકારમાંથી 60 MCFT પાણી છોડવાની મંજૂરી મળી હતી. પરંતુ વાળોત્રા ગામના ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, ડેમનું પાણી છોડવાથી વાળોત્રા ગામને નુક્સાન થશે. પરંતુ અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ વિરોધ કરનાર ખેડૂતોએ પાણી છોડવા સહમતી દર્શાવી…
ઉત્તરાયણમાં કાચવાળી દોરી વાપરવા પર પ્રતિબંધ, આ નિર્ણય પર પંતગ રસિકો બોલ્યા.
-> ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના કાચવાળી દોરી વાપરવાના પ્રતિબંધ બાદ પતંગ રસિકો આકાશમાં પેચ કાપી શકશે કે કેમ તે સવાલ સૌને મૂંઝવી રહ્યો છે : -> અલગ-અલગ સામગ્રી વાપરી બને છે દોરી :- ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ રસિકો આકાશમાં પતંગ ઉડાવીને એકબીજાના પતંગનો પેચ કાપીને ઉજવણી કરતા હોય છે. જોકે, આ વખતે ગુજરાત હાઇકોર્ટે કાચ વાળી દોરી વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેને લઈને માર્કેટમાં કાચ વિનાની દોરી રંગવામાં આવી રહી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશનો કડકાઇથી પાલન થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે વિક્ર્તાઓ દોરી રંગવા માટે ગ્રાહકોના આગ્રહ છતાં પણ કાચનો ઉપયોગ કરવાનો ટાળી રહ્યા છે. -> પતંગ રસિકોએ કાર્ટનાં નિર્ણયને આવકાર્યો :-…
અમરેલીમાં પાટીદાર દિકરી મુદ્દે રાજકીય ખેંચતાણ, પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું-જે થયું તે યોગ્ય નથી
B INDIA અમરેલી :- અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વિવાદે રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા હતા. તો બીજી તરફ પાટીદાર દીકરી પાયલ ગોટીના સરઘસ મુદ્દે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે, જે થયું તે યોગ્ય નથી અને આવું ના થવું જોઈએ.પોલીસે ઉતાવળ કરી સરઘસ કાઢયું છે તે ના થવું જોઈએ.આ ઘટનાને પુરષોત્તમ રૂપાલાએ વખોડી હતી. સાથે સાથે કહ્યું કે, એસપી દ્વારા જે કમિટી નીમાઈ છે તેમાં તપાસ થવી જોઈએ. સાંસદે કહ્યું કે, પોલીસની કમિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યકત કરી હતી. સાંસદે સાથે સાથે કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું કે,કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઇ જાય છે. -> પાયલ ગોટીનો વિવાદ કેમ…
રાજ્યમાં આજે વરસાદ થશે કે નહીં? શું કરી હવામાન વિભાગે આગાહી
B INDIA નલિયા :- ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. તો બીજી બાજુ વાતાવરણમાં પલટો આવતા જ ખેડૂતોની ચિંતા વધી છે. ઉત્તર પશ્ચિમ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની ઉત્તરે રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. -> આગામી પાંચ દિવસ તાપમાન યથાવત્ :- પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત્ રહેશે. હવામાન વિભાગે સાથે જ આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટા સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતાની આગાહી કરી છે. આજથી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પવનની દિશા બદલાતા જ તાપમાનમાં વધારો થયો છે. લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3થી 5 ડિગ્રી સુધી ઊંચું નોંધાયું છે. -> ક્યાં…
અમેરિકાની ભીષણ આગ બાદ ફરી એકવાર એક સવાલ ચર્ચામાં, જંગલોમાં આગ કેવી રીતે લાગે છે ?
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં લાગેલી આગે બધાનું ધ્યાન ખેંચ્યું છે. કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસના જંગલોમાં ફેલાઈ રહેલી આ આગ ભયાનક બની રહી છે. આગનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તે છ જંગલો સુધી પહોંચી ગઇ છે. આગ ઘણા રહેણાંક વિસ્તારોને પણ પોતાની ઝપેટમાં લઈ રહી છે. આ આગમાં અત્યાર સુધીમાં લગભગ 10 લોકોના મોત થયા છે અને લગભગ 1 લાખ લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે.જંગલમાં આગ લાગવાના આવા સમાચાર પહેલા પણ ઘણી વખત પ્રકાશમાં આવ્યા છે. ગયા વર્ષે, ભારતના ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગમાં આવી જ વિનાશ થયો હતો. અલ્મોડાના જંગલોમાં આગ 41 દિવસ સુધી ભડકી રહી હતી, જે દરમિયાન અનેક હેક્ટર પાકનો નાશ થયો હતો. હવે પ્રશ્ન એ છે કે લીલાછમ જંગલોમાં…
ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ સિદ્ધિ હાંસલ કરી, 4 હજાર રન બનાવનારી બીજી ક્રિકેટર બની
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ઈતિહાસ રચ્યો છે. સિરીઝની પ્રથમ મેચ 10 જાન્યુઆરી 2025 રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં ઈનિંગની શરૂઆત કરતી વખતે મંધાના શાનદાર ફોર્મમાં જોવા મળી હતી. ટીમ માટે તેણે 29 બોલનો સામનો કરીને 141.38ના સ્ટ્રાઈક રેટથી 41 રનની વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 4000 રન બનાવનારી ભારતની બીજી ખેલાડી બની ગઈ છે. 28 વર્ષની મહિલા બેટ્સમેને ભારત અને આયર્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણી દરમિયાન આ ખાસ સિદ્ધિ મેળવી છે. મેચ દરમિયાન ઇનિંગ્સનો 40મો રન પૂરો કરીને તેણે વનડેમાં 4000 રન પૂરા કરવાની વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતની મહિલા વનડેમાં અત્યાર સુધી માત્ર બે ખેલાડીઓએ 4000નો આંકડો પાર કર્યો છે. પૂર્વ કેપ્ટન…
કચ્છ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ગેમમાં પૈસા હારી જતા કિશોરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
B india કચ્છ :- મોબાઇલમાં રમાતી ગેમ દિવસેને દિવસે કિશોરો અને યુવાનો માટે વ્યસન બનતું જાય છે. જેણા દુષ્પરિણામના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે. તેવો જ એક કિસ્સો કચ્છમાં બન્યો છે. મોબાઈલ ગેમમાં હાર મળતા કિશોર ઝેરી દવા ઘટઘટાવીને જીવન ટૂંકાવ્યું છે. મોબાઈલ ગેમે કિશોરનો જીવ લીધો છે. મળતી માહિતી મુજબ, કચ્છના ભુજ નજીક મોખાણા ગામમાં માતાપિતા માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોખયના ગામમાં આવેલા મેરિયા વાસમાં રહેનારો 17 વર્ષીય કિશોર કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં રોજ વિવિધ ગેમ્સ રમતો રહેતી હતો. ગત 4 જાન્યુઆરીના રોજ મોબાઇલની કોઈ ગેમમાં હારી જતાં ઘેરા આઘાતમાં આવી ગયો હતો. જેથી કિશોર નિંદામણ બાળવાની ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. મોબાઈલ ગેમમાં હારી જતાં આવેશમાં આવી…
યુઝવેન્દ્ર ચહલ: પત્ની ધનશ્રીથી છૂટાછેડા પર ચહલે તોડ્યું મૌન, કહ્યું- મેં અને મારા પરિવારે ઘણું સહન કર્યું
ભારતીય ઓફ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. ધનશ્રીના સ્પષ્ટીકરણ પછી, હવે ચહલ પોતે આ મામલાને સંભાળવા માટે આગળ આવ્યો. સ્પિનર ચહલે ચાહકોને અપીલ કરી છે કે તેઓ તેમના અંગત જીવન વિશેની અફવાઓમાં સામેલ ન થાય. ચહલે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ચાહકોને જણાવ્યું હતું કે કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ એવી બાબતો પર અટકળો લગાવી રહી છે જે સાચી હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે, જેના કારણે તેને અને તેના પરિવારને ખૂબ દુઃખ થયું છે. ચહલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે હું મારા બધા ચાહકોનો તેમના અતૂટ પ્રેમ અને સમર્થન માટે આભારી છું, જેના વિના હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત. પણ આ સફર હજુ પૂરી થઈ નથી,…
















